1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચાંગોદરમાં કફ સિરપના નામે નશીલું દ્રવ્ય બનાવતી ફેકટરી ખંભાળિયા પોલીસે પકડી પાડી

અમદાવાદઃ શહેર નજીક આવેલા ચાંગોદર જીઆઈડીસીમાં આવેલી એક આયુર્વેદ દવા બનાવવાની ફેકટરીમાં નશીલું દ્રવ્ય બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે ખંભાળિયાની પોલીસે દરોડા પાડ્યો હતો. કફ સિરપના નામે નશીલું દ્રવ્ય વેંચવાનો પર્દાફાશ ખંભાળિયામાં થયા પછી ત્યાંની પોલીસ પગેરૂં શોધતી શોધતી અમદાવાદ પાસેના ચાંગોદર પહોંચી હતી અને દરોડા પાડીને નશીલું સિરપ બનાવવાની ફેકટરી પકડી પાડી હતી ચાંગોદર […]

અમદાવાદના ધારાસભ્યોની વણવપરાયેલી 3 કરોડથી વધુ ગ્રાન્ટનો હવે AMC દ્વારા ઉપયોગ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પણ ઘણા ધારાસભ્યો પોતાની ગ્રાન્ટનો વિકાસના કામો માટે પુરતો ઉપયોગ કરી શક્તા નથી. અમદાવાદ શહેરના 14  ધારાસભ્યોની બે વર્ષની ગ્રાન્ટમાંથી વણવપરાયેલી  સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ હવે મ્યુનિ.કોર્પોરેશનના હવાલે કરવામાં આવી છે. આ રકમમાંથી મ્યુનિ. દ્વારા હવે વિકાસના […]

ગુજરાતમાં દીપડાંની સંખ્યા વધીને 2274 પહોંચી, જુનાગઢ અને ગીર સોમનાથમાં સૌથી વધુ દીપડાં

અમદાવાદઃ ગુજરાતમાં દીપડાંની વસતીમાં વધારો થયો છે. દીપડાંની સંખ્યા 2274 થઈ છે. જેમાં સૌથી વધુ દીપડાંની વસતી જૂનાગઢ જિલ્લામાં 578  અને ગીર સોમનાથ જિલ્લામાં 257 જેટલી છે. ગુજરાતમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકા વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે.  દીપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં 59.6 ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો […]

અંબાજીમાં ગબ્બરના પર્વત પર દીપડો દેખાતા પ્રવાસીઓમાં ફફડાટ, દીપડાને પકડવા પાંજરૂ મુકાયું

અંબાજીઃ  સુપ્રસિદ્ધ ગણાતા શક્તિપીઠ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં માઈભક્તો  જગતજનની અંબાના દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. ગબ્બર પર આવેલા 51 શક્તિપીઠમાંના દર્શનનો લાભ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો છે. ત્યારે […]

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્કૂટર ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક સીબીડી મોલ સામેના રોડ પર એકસેસ સ્કૂટર સ્લીપ ખાઈને ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ થવાથી 23 વર્ષીય યુવાનનું મોત નિપજ્યુ હતું. અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માત શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક બન્યો […]

ગુજરાતમાં 39 કમ્પ્યુટર ક્લાસિસ પર જીએસટીના દરોડામાં 5.70 કરોડની કરચોરી પકડાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોમ્પ્યુટરના ક્લાસિસ ચલાવતા કેટલાક સંચાલકો જીએસટીની કરચોરી કરતા હોવાની માહિતી મળતા સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કમ્પ્યુટરના 15 ક્લાસીસના 39 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોનો સમાવેશ થયો હતો. ક્લાસીસના સંચાલકોએ જીએસટી કાયદા હેઠળ નોંધણી ન કરાવીને કરચોરી કરાતી હતી. સંચાલકો પાસેથી રૂ. 5.70 કરોડની કરચોરી પકડાઈ હતી. જે […]

ગુજરાતના 21 રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ, સ્ટેશનોના પુનઃ નિર્માણ માટે 845 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 508 રેલવે સ્ટેશનોના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશના 508 રેલવે સ્ટેશનોનો 24 હજાર કરોડના ખર્ચે પુનઃનિર્માણનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતનાં 21 રેલવે સ્ટેશનોનું પણ 845 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરાશે. […]

જમ્મુથી શહિદના નશ્વરદેહને અમદાવાદ લવાયો, મુખ્યમંત્રીએ શહિદવીરને આપી શ્રદ્ધાંજલિ,

અમદાવાદઃ  જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગુજરાતનો જવાન 25 વર્ષિય મહિપતસિંહ વાળા શહિદ થતાં તેમના નશ્વરદેહને અમદાવાદમાં તેમના વિરાટનગરના નિવાસસ્થાને લવાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેટર કિરીટ પરમાર તેમજ કલેકટર અને આર્મીના અધિકારીઓએ ઉપસ્થિત રહીને શહિદવીરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જમ્મુ-કાશમીરમાં આંતકવાદી સામે લડતા વીરજવાન […]

ગુલાબી ગાલ મેળવવા માટે વધારો તમારી સ્કિનનું બ્લડ સર્કુલેશન,કરો આ 3 સરળ કામ

તમે સુંદર દેખાવો અને લોકો તમારા ચહેરા પરથી નજર ન હટાવે, એ કોણ નથી ઈચ્છતું ? પરંતુ, હવે તમામ સુંદરતા બનાવટી બની રહી છે. આનું કારણ એ છે કે લોકોની ત્વચા હવે કુદરતી રીતે એટલી સુંદર નથી રહી. હવે બધું જ મેકઅપનો કમાલ છે. પરંતુ, મેકઅપનો નિયમિત ઉપયોગ સારો નથી અને તેથી તમારે તમારા ગાલને […]

અલીગઢના કારીગરે બનાવ્યું રામ મંદિરનું તાળું,અહીં વાંચો વધુમાં

લખનઉ: હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલો એટલે કે ચાર ક્વિન્ટલનું તાળું તૈયાર કર્યું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ ‘દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code