1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બંગાળના મુર્શિદાબાદમાં રાષ્ટ્રીય મહિલા ઓયોગની ટીમ રમખાણોથી પ્રભાવિત લોકોને મળી

કોલકાતાઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ના એક પ્રતિનિધિમંડળ શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રમખાણોથી પ્રભાવિત લોકોને મળ્યું હતું. તેમજ તેમને ખાતરી આપી કે કેન્દ્ર ભવિષ્યમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. રમખાણોથી પ્રભાવિત મહિલાઓએ પોતાની દુર્દશા વર્ણવી અને માંગ કરી કે જિલ્લાના પસંદગીના વિસ્તારોમાં કાયમી સરહદ સુરક્ષા દળ (BSF) કેમ્પ સ્થાપવામાં આવે […]

અફઘાનિસ્તાનમાં અમેરિકા છોડીને ગયેલા હથિયારો પૈકી મોટાભાગના હથિયારો આતંકીઓ પાસે પહોંચ્યા?

2021 માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી, તેને લગભગ 10 લાખ શસ્ત્રો અને લશ્કરી સાધનો મળ્યા હતા. આમાંથી મોટાભાગના શસ્ત્રો અમેરિકા અને નાટો દ્વારા અફઘાન સેનાને આપવામાં આવ્યા હતા. હવે ચર્ચાય રહ્યું છે કે આમાંથી લગભગ અડધા, એટલે કે 5 લાખ શસ્ત્રો ગુમ છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અન્ય ઘણા સ્ત્રોતો અનુસાર, આ શસ્ત્રો […]

જમ્મુ-કાશ્મીરમાં ધરા ધ્રુજી, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આજે શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ આંચકા થોડીક સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જર્મન ભૂકંપ સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.9 ની હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પર હતું, જે 86 કિલોમીટરની […]

વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં રક્તસ્રાવની વિકૃતિઓ પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (ડીઇપીડબલ્યુડી)એ વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં તેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ કમ્પોઝિટ રિજનલ સેન્ટર્સ (સીઆરસી) મારફતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. રક્તસ્રાવના વિકાર અંગે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક આરોગ્યસંભાળ પહેલ તરીકે આ દિવસ વાર્ષિક 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ […]

અમે 31 માર્ચ 2026 પહેલા દેશને નક્સલવાદના સંકટમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નક્સલવાદીઓને અપીલ કરી છે કે, તેઓ વહેલી તકે પોતાના હથિયાર હેઠા મૂકી મોદી સરકારની શરણાગતિની નીતિ અપનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાય. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘એક્સ’ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે કોબરા કમાન્ડો અને છત્તીસગઢ પોલીસે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં વિવિધ ઓપરેશનમાં આધુનિક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે 22 કુખ્યાત […]

આવતા મહિને ભારતીય અવકાશયાત્રીને લઈ જવાનું આંતરરાષ્ટ્રીય અવકાશ મિશન નિર્ધારિત છે: ડો.જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારત પોતાની અંતરિક્ષ યાત્રામાં એક નિર્ણાયક પ્રકરણ લખવાની તૈયારીમાં છે, ભારતીય અવકાશયાત્રીને લઇ જતું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મિશન આવતા મહિને નક્કી કરવામાં આવ્યું છે. આગામી મહિનાઓમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની મુખ્ય ભાવિ યોજનાઓની સમીક્ષા કરવા માટે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક પછી આ જાહેરાત કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને […]

ભારતની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2030 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. તેઓ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર – CMIA ના ‘મરાઠવાડા – આત્મનિર્ભર ભારતની સંરક્ષણ ભૂમિ’ વિષય પર આયોજિત સંવાદ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર […]

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને સૌથી મોટો આર્થિક એકીકરણ પ્રોજેક્ટ ગણાવ્યો

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને આ સદીનો સૌથી મોટો આર્થિક એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યો છે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કોરિડોર ભાગીદારોને જોડશે અને ભારતથી ખાડી દેશો, ઇઝરાયલ, ઇટાલી અને અમેરિકા સુધી આર્થિક વિકાસ અને એકીકરણને પ્રોત્સાહન આપશે.વોશિંગ્ટનમાં અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની પ્રથમ […]

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિઓમ મિશન 4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શુક્રવારે સોશિયલ મીડિયા X પર આ માહિતી આપી. જીતેન્દ્ર સિંહે લખ્યું- ભારત તેની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ વ્યક્તિ અને […]

દિલ્હીમાં બહુમાળી ઇમારત ધરાશાયી, ચાર લોકોનાં મોત

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ જિલ્લાના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે દસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર વિભાગ, NDRF, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code