1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો વધીને વર્ષ 2023-24માં 819.23 મિલિયન ટન થયો

નવી દિલ્હીઃ મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો 2014-15માં 581.34 મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 819.23 મિલિયન ટન થયો છે. જે 3.5% CAGR છે, જે વૈશ્વિક ધોરણો સાથે તુલનાત્મક છે. 2023-24 દરમિયાન, હેન્ડલ કરાયેલ કાર્ગોમાં 33.80% પ્રવાહી જથ્થો, 44.04% સૂકો જથ્થો અને 22.16% કન્ટેનર કાર્ગોનો સમાવેશ થતો હતો. મુખ્ય બંદરોનો માળખાકીય વિકાસ અને […]

અરવલ્લી જિલ્લાના મુખ્ય બે ડેમમાંથી પાણી છોડાયું, રવિ પાકમાં થશે ફાયદો

અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના માઝુમ અને વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ બે ડેમો જિલ્લાના મુખ્ય ડેમો છે બંને ડેમોમાંથી હાલમાં શિયાળુ પાક મા સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. દર વર્ષે માઝુમ અને વાત્રક ડેમ માથી વિવિધ રાઉન્ડોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે. જો વાત કરીએ તો માઝુમ ડેમમાંથી 30 ક્યુસેક પાણી […]

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મનપાએ ખાસ ઝુંબેશ શરૂ કરી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અને પ્રદૂષણ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા જરૂરી કડક પગલા લેવામાં આવશે. તેના અંતર્ગત અમદાવાદમાં ઘર દીઠ બે કાપડની થેલી આપવા માટે 11.81 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રૂપિયા 11.81 કરોડના ખર્ચથી ખરીદીને […]

નોઈડાની 3 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઉત્તરપ્રદેશના નોઈડાની 3 સ્કૂલોને ઈ-મેલના આધારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેથી તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવવામાં આવી હતી. તેમજ પોલીસે ત્રણેય સ્કૂલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરી હતી. પરંતુ કંઈ વાંધાજનક નહીં મળતા તંત્રએ […]

સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવી રહ્યાં છે. તેમજ અનેક રાજકીય આગેવાનો અને ફિલ્મ કલાકારો પણ મહાકુંભમાં ડુબકી લગાવી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ ગયા હતા. તેમજ તેઓ સીએમ યોગી આદિત્યનાથ સાથે મહાકુંભમાં ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાનને […]

અમદાવાદમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, હત્યારા પિતાની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પિતાએ બાળકને પાણીમાં સોડિયમ નાઈટ્રેડ મીલાવીને પીવડાવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈને વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગરના […]

ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં આજે સવારે ધરા ધ્રુજી હતી. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા લગભગ 6.2 નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આજે બુધવારે ભયાનક ભૂકંપ આવ્યો હતો. 6.2ની તીવ્રતાના આ ભૂકંપનું […]

પશ્ચિમ બંગાળ બોર્ડર ઉપર બાંગ્લાદેશી ઘુસણખોરોએ BSF ના જવાનો ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરહદ દ્વારા ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશી ઘુસણખોરોએ બુધવારે BSF પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. ઘુસણખોરો મોટી સંખ્યામાં લાકડીઓ લઈને આવ્યા હતા અને તેમની પાસે વાયર કટર પણ હતા. જ્યારે BSF જવાનોએ તેમને પડકાર ફેંક્યો, ત્યારે તેમણે રોકવાને બદલે તીક્ષ્ણ […]

ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુકઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુક છે. સિંહે રોયલ ભૂટાન આર્મીના ચીફ ઓપરેટિંગ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ બટ્ટુ ત્શેરિંગ સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી. શેરિંગ શનિવારથી છ દિવસની ભારત મુલાકાતે છે. આ દરમિયાન સિંહ અને લેફ્ટનન્ટ જનરલ શેરિંગે દ્વિપક્ષીય સંબંધો અને અન્ય વિવિધ મુદ્દાઓ પર […]

ભારતીય વિજ્ઞાનિકોને મળી મોટી સફળતા, બર્ડ ફ્લૂની રસી શોધી

નવી દિલ્હીઃ ભારતે વિશ્વના સૌથી ઘાતક સંક્રમણોમાંથી એકને નિયંત્રિત કરવા માટે પગલાં લીધાં છે જે માનવજાતને અસર કરે છે. લાંબી મેરેથોન પછી, ભારતીય વૈજ્ઞાનિકોએ એવિયન ઈન્ફ્લુએન્ઝા (H5N1) એટલે કે બર્ડ ફ્લૂ વાયરસની રસી શોધી કાઢી છે. કેરળમાં 10 દિવસના ગર્ભમાં રહેલા મરઘીના ઈંડામાં આ વાયરસ જીવંત પકડાયો હતો, બાદમાં મહારાષ્ટ્રમાં તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code