1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જોટાણા માર્કેટ યાર્ડમાં લાલ મરચાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોમાં અસંતોષ

ગત વર્ષ કરતા ઓછાભાવે લાલ મરચુ વેચાય રહ્યું છે પ્રતિ 20 કિલોએ 400 રૂપિયા ઓછા ભાવ બોલાતા ઘણા ખેડુતો પરત ફર્યા ગોંડલ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવકને લીધે જોટાણા યાર્ડમાં ભાવમાં ઘટાડો થયો મહોસાણાઃ ઉત્તર ગુજરાતમાં જોટાણા વિસ્તારમાં મરચાની ખેતી વધુ થાય છે. અને આ વિસ્તારનું લાલ મરચુ વખણાય છે. અને ઠેર ઠેર લાલ મરચાની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં 90 ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત

કરાર આધારિત કર્માચારીઓને મહત્વની જવાબદારી મોટાભાગના કરાર આધારિત કર્મચારીઓ ભાજપના કાર્યકર્તા હોવાનો આક્ષેપ યુનિનો પરીક્ષા વિભાગ અનિયમિતતા અને ગેરરીતિને લીધે બદનામ રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વના એવા પરીક્ષા વિભાગમાં 90 ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ભાજપના કાર્યકર્તા હોવાનું કહેવાય છે. પરીક્ષાના પેપર લેવા, પેપર પ્રિન્ટિંગ કર્યા […]

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે થોડી રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના આણંદમાં આજે મંગળવારે યલો અલર્ટ સાથે હિટવેવની આગાહી કરી હતી. હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા હોવાથી આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનના ઘટશે અને ત્યારબાદ ફરી તાપમાન ઊંચું જવાની […]

સુરતમાં માથાભારે ગણાતા બુટલેગર ટેણી’ના ગેરકાયદે દબાણો તોડી પડાયા

બુટલેગર યુસુફ ટેણી સામે પોલીસ ચોપડે 8 ગુના નોંધાયેલા છે અગાઉ પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો શહેરના ભેસ્તાન વિસ્તારમાં બુટલેગરની ધાક હતી સુરતઃ અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ ગુંડાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવાના કરાયેલા આદેશ બાદ રાજ્યભરમાં ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા માથાભારે આરોપીઓની યાદી બનાવીને પોલીસ એક્શનમાં આવી […]

રેલવે ટ્રેક પર પડેલી ક્રેન હટાવી દીધા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર શરૂ કરાયો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી 300 શ્રમિકોની મદદથી ધરાશાયી થયેલી ક્રેનને ઉતારી લેવામાં આવી ક્રેઈન તૂટ્યાના 15 મીનિટ પહેલા તેજસ ટ્રેન પસાર થઈ હતી અમદાવાદઃ શહેર નજીક અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન રવિવારે રાત્રે 600 ટનની જમ્બોજેટ ક્રેન રેલવે ટ્રેક પર તૂટી પડી […]

અમદાવાદમાં નશાબાજ થારના ચાલકે 4 વાહનોને અડફેટે લીધા, 8ને ઈજા

શહેરના ડ્રાઈવઈન રોડ હિમાલિયા મોલ પાસે રાતે બન્યો બનાવ લોકોનું ટોળું એકઠું થતાં થારનો ચાલક છરો કાઢી લોકોને મારવા દોડ્યો રોષે ભરાયેલા લોકોએ થારના ચાલકની ધોલાઈ કરી અમદાવાદઃ શહેરમાં નશો કરેલી હાલતમાં વાહન પૂર ઝડપે ચલાવીને અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ડ્રાઈવઈન રોડ હિમાલિયા મોલ પાસે બન્યો હતો. દારૂ […]

વડોદરામાં બે વર્ષમાં 2500થી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2590 જેટલાં કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવ્યા છે. જેની પાછળ 49.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આગળ મંત્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, સામાન્ય યોજના હેઠળ વીજ જોડાણ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ […]

મુંબઈમાં 3 દિવસીય પ્રાઇવેટ સેક્ટર કોલાબોરેટિવ ફોરમ-2025નો પ્રારંભ

મુંબઈઃ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પ્રાઇવેટ સેક્ટર કોલાબોરેટિવ ફોરમ (PSCF-2025) આજે 25 થી 27 માર્ચ, 2025 દરમિયાન મુંબઈમાં યોજાઈ રહી છે. આ પ્લેટફોર્મ ભારતીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. FATF અધ્યક્ષ એલિસા ડી. એન્ડા માદ્રાઝો આવતીકાલે 26 માર્ચે PSCF 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. જેની અધ્યક્ષતા RBI ગવર્નર સંજય […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા

ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનને ફટકાર લગાવતા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે PoK ભારતનો એક ભાગ છે અને પાકિસ્તાને તેને ખાલી કરવું પડશે. સુરક્ષા પરિષદમાં બોલતા ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વતનેની હરીશે કહ્યું કે પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરનું નામ લઈને તેની સત્તા અને નૈતિકતા બંનેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર […]

ટ્રમ્પે વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર લગાવી 25% ટેરિફ, જાણો ભારત પર શું થશે અસર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ વેનેઝુએલા પાસેથી તેલ અથવા ગેસ ખરીદનાર કોઈપણ દેશ પર 25 ટકા ટેરિફ લાદશે. તેમનું બયાન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને લઈને તણાવ ચરમ પર છે. દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાને રશિયા તરફી માનવામાં આવે છે. વેનેઝુએલા એક મુખ્ય તેલ ઉત્પાદક રાજ્ય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code