1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઊંઝા માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેઠકમાં ગરમાગરમી, વેપારીઓએ હોબાળો મચાવ્યો

યાર્ડના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી ન થતાં વહિવટદારનું રાજ ભાજપના બે જુથો વચ્ચે વિખવાદથી નિર્ણય લેવાતો નથી પ્રશ્નો ઉકેલવાની ખાતરી મળતા કામકાજ શરૂ કરાયું મહેસાણાઃ જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર મહિના અગાઉ બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ન થતા હાલ યાર્ડમાં વહિવટદારનું શાસન છે. દરમિયાન યાર્ડના વેપારીઓ […]

દિલ્હીમાં હવે જોરથી લાઉડસ્પીકર વગાડી નહીં શકાય, નિયમનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે લાઉડસ્પીકર અંગે નવી સૂચનાઓ જારી કરી છે. હવે, કોઈપણ ધાર્મિક સ્થળ પર નિર્ધારિત ધોરણો કરતાં વધુ જોરથી લાઉડસ્પીકર વગાડવામાં આવશે નહીં. કોઈપણ જગ્યાએ લાઉડસ્પીકર લગાવવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. જાહેર સ્થળોએ પરવાનગી વગર લાઉડસ્પીકર કે જાહેર સંબોધન પ્રણાલીનો ઉપયોગ કરી શકાશે નથી. ટેન્ટ હાઉસમાંથી લાઉડસ્પીકર લેવા માટે પણ પોલીસની પરવાનગી […]

વઢવાણ ભોગાવો નદીના ચેકડેમમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જતા મોત

વઢવાણના શનિદેવ મંદિર પાછળના ચેક ડેમમાં ત્રણ કિશોર નહાવા પડ્યા હતા બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા, એક કિશોરનો બચાવ ફાયર, તરવૈયાઓની ટીમે બે કિશોરના મૃદેહ બહાર કાઢ્યા સુરેન્દ્રનગરઃ વઢવાણમાં શનિ મંદિર પાછળ આવેલી ભોગાવો નદીના ચેકડેમમાં ત્રણ કિશોરો નહાવા માટે પડ્યા હતા. જેમાં બે કિશોરોના ડૂબી જતા મોત નિપજ્યા હતા. આ બનાવની ફાયર વિભાગને […]

ગાંધીનગરમાં શાહપુર સર્કલ જતાં રોડ પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત

આઈસરના ક્લિનરનું રોડ પર પટકાતા મોત કારે આઈસરને પાછળથી ટક્કર મારતા આઈસર વીજપોલ સાથે અથડાઈ ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના રિલાયન્સ ચોકડીથી શાહપુર સર્કલ તરફ જતા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક આઈસર ટ્રકના ક્લીનરનું મોત […]

ફિલિપાઇન્સ પછી વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે, 700 મિલિયન ડોલરનો સોદો થશે

ફિલિપાઇન્સ પછી, હવે વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર બીજો એશિયન દેશ બનવા જઈ રહ્યું છે. આ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. માહિતી અનુસાર, આ સોદાની કુલ કિંમત લગભગ 700 મિલિયન ડોલર એટલે કે આશરે 5990 કરોડ રૂપિયા હોઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે […]

રાજકોટમાં સિટીબસ દૂર્ઘટના કેસ, ભાજપના નેતાની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયો હતો

સિટીબસના ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં એક્સપાયર થઈ ગયું હતુ મ્યુનિ.કોર્પોરેશનએ કોન્ટ્રાક્ટ કંપનીને માત્ર 2674નો જ દંડ કર્યો 4 લોકોના મોતથી શહેરીજનોમાં મ્યુનિ. સામે રોષ રાજકોટઃ શહેરમાં ગઈકાલે બુધવાર ઈન્દિરા સર્કલ નજીક પૂરફાટ ઝડપે સિટી બસે વાહનોને અડફેટે લેતા ચારના મોત નિપજ્યા હતા. ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવેલી સિટીબસના ચાલકે એક સાથે […]

સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિએ અમદાવાદમાં વિશાળ શોભાયાત્રા નિકળશે

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 40 કિમી શોભાયાત્રા ફરશે શહેરના પૂર્વ અને પશ્ચિમમાં 70થી વધુ જગ્યાએ શાભાયાત્રાનું  સ્વાગત કરાશે શોભા યાત્રામાં 27 દેવી-દેવતાઓના રથ જોડાશે અમદાવાદઃ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી પરશુરામ જ્યંતીના દિને અમદાવાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળશે. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાશે. શોભાયાત્રામાં વિવિધ રસ્તાઓ પર […]

અમદાવાદના નિકોલમાં ડ્રેનેજના પ્રશ્ને મ્યુનિ.કચેરી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

નિકોલમાં ગટરના પાણી સરોવરની જેમ રોડ પર ભરાયા છે સ્થાનિક લોકોની રજુઆતો છતાંયે કોઈ પગલાં લેવાયા નથી પૂર્વની મ્યુનિ.કચેરીએ કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ જોડાયા અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરની સમસ્યા માથાના દુખાવારૂપ બની છે. ગટરના પાણી રોડ પર ભરાયા છે. તેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. […]

અમદાવાદ એરપોર્ટ પરથી કુવૈતથી આવેલા પ્રવાસી પાસેથી 16 લાખનું સોનું પકડાયું

કુવૈતથી બદામના પેકેટમાં 167.100 ગ્રામ સોનું સંતાડીને લવાયું હતું પ્રવાસીનો લગેજ સ્કેન કરતા ભાંડો ફુટ્યો એર ઈન્ટેલિજન્સ યુનિટે સોનાનો જથ્થો જપ્ત કર્યો અમદાવાદઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં દૂબઈ અને કુવૈતથી આવતા કેટલાક પ્રવાસીઓ દાણચોરીનું સોનું લઈને આવતા હોય છે. ત્યારે શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટે કુવૈતથી આવેલા એક પેસેન્જર પાસેથી 16 […]

ગુજરાતમાં કાલથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા, બે દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે

રાજયનાં સાત શહેરોમાં 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન સુરેન્દ્રનગરમાં 44 અને અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ જિલ્લામાં વહેલી સવારે ધૂમ્મસ અને ઝાકળ જોવા મળ્યું અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, આજે કચ્છ અને બનાસકાંઠામાં ગરમીનું મોજુ ફરી વળ્યુ હતું. આજે પણ રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code