1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઘોઘામાં સમુદ્રના પાણીની સુરક્ષા માટે અંગ્રેજોએ બનાવેલી દીવાલ તૂટી ગઈ

સમુદ્રમાં હાઈટાઈડના સમયે દરિયાના પાણી ઘોઘા ગામમાં ઘૂંસી જાય છે એક જમાનામાં ઘોઘા બંદરની જાહોજલાલી હતી હવે 10 કરોડના ખર્ચે સંરક્ષક દીવાલ બનાવાશે ભાવનગરઃ જિલ્લામાં ઘોઘા ગામ સમુદ્રના કિનારે આવેલું છે. એક જમાનામાં ઘોઘા બંદરની જાહોજલાલી હતી, અને દેશ-વિદેશના વેપાર-વણજ માટે જાણીતું હતું. તત્કાલિન સમયે અંગ્રેજોએ ઘોઘાને સમુદ્રના પાણીથી સુરક્ષિત કરવા માટે સંરક્ષણ દીવાલ બનાવી […]

સુરતના 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ મંદી

સાંસદ ગોવિંદ ધોળકિયાના નિવેદન સામે થયો વિરોધ  લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી નથી, રિયલ  લેબગ્રોન ડાયમંડ વચ્ચે જમીન-આસમાનનો ફરક સુરત: ગુજરાતનો હીરો ઉદ્યોગ લાખો પરિવારોને રોજગારી આપતો મુખ્ય ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. હીરા ઉદ્યોગનું મુખ્ય મથક સુરત ગણાય છે. અને વિશ્વના 90 હીરા […]

સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

મુંબઈઃ બોલીવુડના સ્ટારસૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી પોલીસે પકડી લીધો હતો. આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદ અત્યાર સુધી પોલીસ કસ્ટડીમાં હતો. પરંતુ હવે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટે કહ્યું કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હવે પોલીસ કસ્ટડીની કોઈ જરૂર નથી લાગતી. જો તપાસમાં કંઈક નવું બહાર આવે તો […]

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો

ભાજપમાં 84 દાવેદારોએ ટિકિની કરી માગણી કોંગ્રેસમાં 60 મૂરતિયાઓએ દાવેદારી નોંધાવી બન્ને પક્ષમાં અસંતુષ્ટો ખેલ બગાડવાના પ્રયાસો કરશે ગાંધીનગરઃ ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા સાથે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી પણ આગામી તા. 12મી ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી માટે ફોર્મ ભરવામાં ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટિકિટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોનો ધસારો […]

ભાવનગરમાં ગઢેચી નદીકાંઠા નજીક 800 મકાનો-ઝૂંપડા હટાવવા સામે ભારે વિરોધ

મ્યુનિએ 800 રહિશોને નોટિસ ફટકારી મકાનોના દસ્તાવેજો રજુ કરવા સુચના આપી કોંગ્રેસ દ્વારા ઝૂંપડા હટાવવા સામે જોરદાર વિરોધ કરાયો પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો ભાવનગરઃ શહેરમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવતી ગઢેચી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનો ભાવનગર મહાનગર પાલિકાનો પ્રોજેક્ટ છે. ત્યારે મ્યુનિએ શહેરના ગઢેચી નદી કાંઠાના દબાણો સંપૂર્ણ હટાવવા માટે  800 જેટલા મકાનો અને ઝૂંપડા […]

સુરત રેલવે સ્ટેશને ટ્રેન ઊભી રાખવા 11 દિવસમાં 25 ટ્રેનોમાં ચેઈન પુલિંગ

અમદાવાદથી આવતી ટ્રેનોમાં ચેઈન પુલિંગ વધ્યું સુરતના રેલવે સ્ટેશનના રિ-ડેવલપને લીધે ટ્રેનો ઊધના સ્ટેશને ઊભી રહે છે ચેઈન પુલિંગની ઘટના વધતા RPF એલર્ટ બની સુરતઃ શહેરના રેલવે સ્ટેશનનું રિ-ડેવલપનું કામ હાલ ચાલી રહ્યું છે. તેના લીધે સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનોને ઊધના રેલવે સ્ટેશને સ્ટોપજ અપાયા છે. સુરતના રેલ્વે સ્ટેશન પર MMTH કામ […]

સુરતમાં વહેલી સવારે ટાઢાબોળ પવનો સાથે ગાઢ ધૂમ્મસ છવાયું

સુરત શહેરમાં હીલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો વિઝિબિલીટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને પડી મુશ્કેલી એરપોર્ટ પર 4 ફ્લાઈટ્સને લેન્ડિંગની મંજુરી ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા સુરતઃ શહેરમાં આજે વહેલી સવારે ટાઢા બોળ પવન ફુંકાયા હતા, સાથે જ ગાઢ ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ ભારે ધૂમ્મસને કારણે શહેરના એરપોર્ટ […]

ગુજરાતમાં ગરમી-ઠંડી મિશ્રિત વાતાવરણ, તાપમાનમાં બે ડિગ્રી સુધી થતી વઘધટ

નલિયામાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી બપોરે ગરમી અને રાત્રે ઠંડી બે ઋતુનો અનુભવ ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે આજે વહેલી પરોઢે સુરત સહિત કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. હાલ રાજ્યના દરેક શહેરોમાં તાપમાનમાં એકાદ-બે ડિગ્રીની […]

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસિય બેઠકનો પ્રારંભ, 31મીએ યાદી જાહેર કરાશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા મળી પાર્લાનેન્ટરી બોર્ડની બેઠક, નિરીક્ષકો દ્વારા પેનલ યાદી પાર્લામેન્ટરી બોર્ડને સોંપાઈ જૂનાગઢ મનપા અને 66 ન.પા.ની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો નક્કી કરશે અમદાવાદઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશન અને  66 નગરપાલિકાઓ સહિત પંચાયત અને પાલિકાઓની ખાલી બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code