1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં ભર ઉનાળે 54 જળાશયોમાં માત્ર 10 ટકા જ પાણી, 6 ડેમ ખાલીખમ

અસહ્ય તાપમાનને લીધે જળાશયોની સપાટીમાં થયો ઘટાડો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસ્તર 46 ટકા ઘણબધા ગામડાંઓમાંટેન્કરથી પહોંચાડાતું પાણી અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અને તમામ જળાશયો ભરાયા હતા. પણ હાલ ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળાશયોમાં પાણી ઘટલી લાગ્યું છે.  રાજ્યના 54 જળાશયોમાં જળસ્તર હવે 10 ટકાથી પણ ઓછું છે. એટલુ જ નહીં […]

દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના નાના પૂત્રની પણ ધરપકડ

ડેપ્યુટી ડીડીઓ અને એપીઓની પણ ધરપકડ અગાઉ ટીડીઓ સહિત 11ની ધરપકડ કરવામાં આવી હતી મંત્રીના પુત્રોએ મનરેગા યોજનાને કમાણીનું સાધન બનાવ્યુ હતુ દાહોદ: મહાત્મા ગાંધી રોજગાર ગેરન્ટી યોજના (મનરેગા) ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની યોજના છે. આદિવાસી વિસ્તાર એવા દાહોદ વિસ્તારમાં આ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો પડદાફાશ થયો હતો. આ કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી […]

ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં

સરકારે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના બહાને સ્કૂલો બંધ કરી ખાનગી સ્કૂલોને અપાતા પ્રોત્સાહનનો લીધે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી સરકારી શાળાઓમાં શિક્ષકોની ખેંચને લીધે વાલીઓ બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબુર અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્યના દરેક ગામડાંઓમાં સરકારી શાળાઓ આવેલી છે. પણ કહેવાય છે કે કેટલાક વર્ષોથી […]

ગુજરાતમાં ભર ઉનાળે બુધવારથી વાતાવરણમાં આવશે મોટો પલટો, ભારે વરસાદની શક્યતા

અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાશે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરીવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ તેમજ હવામાનના જાણકાર આગાહીકારોએ પણ બુધવારથી વાતાવરમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત […]

જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દુર દરિયામાં નાસી ગયેલી શંકાસ્પદ બોટ દમણથી પકડાઈ

માછીમારોએ શંકાસ્પદ બોટ અંગે કોસ્ટગાર્ડને જાણ કરી હતી કોસ્ટગાર્ડે બોટને રોકવાની કોશિષ કરતા બોટ નાસી ગઈ હતી બોટનો હોલિકોપ્ટરથી પીછો કરવામાં આવ્યો હતો અમદાવાદઃ અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દુર મધ દરિયે ગઈકાલે રવિવારે માછીમારોએ એક શંકાસ્પદ બોટને જોતા આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડનો કાફલોએ ત્વરિત પહોંચીને શંકાસ્પદ બોટને આંતરીને […]

ભાવનગરના સિહોર, મહુવા અને પાલિતાણાના રેલવે સ્ટેશનનું ગુરૂવારે લોકાર્પણ કરાશે

અમૃત ભારત યોજના હેઠળ ત્રણેય રેલવે સ્ટેશન નવિન બનાવાયા સિહોર સ્ટેશનનો 50 કરોડ અને પાલિતાણાનો 4.12 કરોડનો ખર્ચે કરાયો વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાશે ભાવનગરઃ જિલ્લાના સિહોર, પાલિતાણા અને મહુવા રેલવે સ્ટેશનનું રિનોવેશન કરીને નવિનીકરણ કરવામાં આવ્યું છે. આમ તો ભાવનગર રેલ ડિવિઝન હેઠળના કુલ 6 રેલવે સ્ટેશનોનું રિનોવેશન કરવામાં આવ્યું છે. એટલે […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન, 4 દિવસમાં 251 ટન કચરાનો નિકાલ કરાયો

સાબરમતી નદીની 5મી જુન સુધીમાં સંપૂર્ણ સફાઈ થઈ શકે તેવી સ્થિતિ નથી નદીમાં પ્લાસ્ટિકની થેલીઓ, કંતાનો અને બિલ્ડિંગનો વેસ્ટ સામાન બહાર કઢાયો નદીને સ્વચ્છ રાખવામાં શહેરીજનોમાં જાગૃતિનો અભાવ અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીને નર્મદાના પાણીથી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. નદી બેકાંઠે ભરાયેલી રહેતી હોવાથી શહેરીજનોને ફરવા માટેનું સ્થળ બની ગયુ છે. દરમિયાન નદી પરના […]

ICG એ ઓડિશા કિનારે 6.98 લાખથી વધુ ઓલિવ રિડલી કાચબાઓને બચાવ્યા

દરિયાઈ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના વાર્ષિક મિશન ‘ઓપરેશન ઓલિવિયા’ દ્વારા ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખમાં 6.98 લાખથી વધુ ઓલિવ રિડલી કાચબાઓના માળાને સુરક્ષિત રાખવામાં મદદ મળી છે. નવેમ્બરથી મે દરમિયાન વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવતું ઓપરેશન ઓલિવિયા, ICGની એક મુખ્ય પહેલ છે. જેનો હેતુ ઓલિવ રિડલી કાચબાઓ માટે, ખાસ કરીને ગહીરમાથા બીચ અને ઓડિશાના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામત માળાના […]

રાજકોટમાં 38 બુટલેગરોના 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પડાયા

શહેર પોલીસ અને આરએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરાયું વીજ જાડોણો કાપવા પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાયા 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરાયા રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 38 જેટલા બુટલેગરોના ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા મ્યુનિ.કોર્પોરેશન અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખીને 38 બુલેગરોના […]

પાકિસ્તાનઃ ખૈબર પખ્તુનખ્વામાં પાંચ મહિનામાં 284 આતંકવાદી હુમલા થયા

પાકિસ્તાનમાં હુમલા અને વિસ્ફોટ કોઈ નવી વાત નથી. જે દેશમાં આતંકવાદનો જન્મદાતા કહેવામાં આવે છે, ત્યાં બોમ્બ વિસ્ફોટ એક સામાન્ય ઘટના બની ગઈ છે. પરંતુ ખૈબર પખ્તુનખ્વામાં હવે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેણે ઇસ્લામાબાદમાં સત્તાને હચમચાવી નાખી છે. કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક રિપોર્ટમાં પાકિસ્તાનનો પર્દાફાશ થયો છે. આ રિપોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code