1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતઃ અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે સરકારે રૂ. ૧૮૮ કરોડ ફાળવ્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને ૧૮૮ કરોડ રૂ.ના કામો હાથ ધરવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી […]

પીએમ મોદીએ રાષ્ટ્રીય યુવા દિવસ પર વિસક્તિ ભારત યુવા નેતાઓના સંવાદને રાષ્ટ્રના વિકાસની મુખ્ય કડી ગણાવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિસક્તિ ભારત યુવા નેતાઓના સંવાદ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 અને વિસક્તિ ભારત યુવા નેતાઓના સંવાદ પર યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલ એક લેખ રજૂ કર્યો છે. તેમણે […]

રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠઃ જનકપુર ધામમાં સવા લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર આજે નેપાળના ઘણા શહેરોમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જાનકી મંદિર જનકપુરધામમાં પ્રકાશનો સૌથી ભવ્ય ઉત્સવ જોવા મળ્યો જ્યાં નાગરિકોએ 1.25 લાખ દીવા પ્રગટાવીને વર્ષગાંઠની ઉજવણી કરી હતી. રાજ્ય સરકારના સહયોગથી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી જનકપુરધામમાં જાનકી મંદિરના પ્રાંગણમાં આજે ભવ્ય પ્રકાશ મહોત્સવનું આયોજન કરવામાં […]

ગુજરાતઃ 14 થી 30 જાન્યુઆરી સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયું’ ઉજવાશે

ગાંધીનગરઃ રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ […]

શેરબજારમાં ઘટાડો યથાવત, રોકાણકારોને નુકસાન

મુંબઈ: સ્થાનિક શેરબજારમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોમવારે બજારે મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ કર્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ સવારે 10 વાગ્યે 516.84 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 76,862.07 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી પણ 171.55 પોઈન્ટના ઘટાડા સાથે 23,259.95 ના સ્તરે ટ્રેડ કરી […]

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય રેલવે મુસાફરોના અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે: ડીજી આરપીએફ

નવી દિલ્હીઃ રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ શ્રી. મનોજ યાદવે કહ્યું કે, “માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય રેલવે મુસાફરોના અધિકારોની રક્ષામાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે. અપ્રમાણિક તત્ત્વો દ્વારા ટિકિટિંગ સિસ્ટમના દુરુપયોગને દૂર કરીને આ ચુકાદો ભારતીય રેલવેની ટિકિટિંગ પ્રક્રિયાની પારદર્શકતા અને વાજબીપણું જાળવવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આરપીએફ તમામ કાયદેસર મુસાફરો માટે ટિકિટ […]

યુવાનો આપણા સંસદસભ્યો અને પ્રતિનિધિઓને તેમના બંધારણીય આદેશનું પાલન કરાવડાવી શકે છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, “માનવ સંસાધનની અનિવાર્યતા એક ખોટી માન્યતા છે. “તમારા વિના બધું ચાલી શકતું જ નથી” એ વિચાર સાચો નથી. ભગવાને તમારા આયુષ્યની મર્યાદા પહેલાથી જ નક્કી કરી દીધી છે. તેથી, તેણે એ પણ નક્કી કર્યું છે કે [તમે] અનિવાર્ય ન બની શકો. યુવાનોને પોતાના પર વિશ્વાસ રાખવાનું […]

પ્રધાનમંત્રી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આપણા દેશને ‘હવામાન પ્રત્યે તૈયાર અને જળવાયુમાં સ્માર્ટ’ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે. આ મિશનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક રીતે હવામાન […]

મહાકુંભ ભારતના શાશ્વત આધ્યાત્મિક વારસાનું પ્રતિક અને આસ્થા તેમજ સદ્ભાવનો ઉત્સવ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025ના પ્રારંભ પર સૌને શુભેચ્છા પાઠવી છે. મોદીએ કહ્યું કે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને પ્રેમ કરતા કરોડો લોકો માટે આ ઘણો જ ખાસ દિવસ છે. મહાકુંભ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાને મૂર્તિમંત કરે છે અને શ્રદ્ધા અને સંવાદિતાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, […]

ગ્રેગ ચેપલે ઈંગ્લેડનના આ ક્રિકેટરની સચિન તેંડુલકર સાથે કરી સરખામણી

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલે ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકની પ્રશંસા કરી છે. તેમણે બ્રુકના પ્રદર્શન અને રમવાની ટેકનિકની સરખામણી મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સાથે પણ કરી હતી. હેરી બ્રુક વિશ્વ ક્રિકેટના નવા ચહેરાઓમાંનો એક છે, જેમણે ત્રણેય ફોર્મેટમાં કેટલીક શાનદાર ઇનિંગ્સથી પોતાનું નામ બનાવ્યું છે. ટેસ્ટ ક્રિકેટ બ્રુકનું અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code