કેજરિવાલને જામીન મામલે સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી બુધવાર, 26 જૂન પર મુલતવી રાખી છે. […]