1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોહન માઝી ઓડિશાના નવા સીએમ બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરવામાં આવશે. તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજર હતા. ભુવનેશ્વરમાં મળેલી બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે અને લગભગ 24 વર્ષથી […]

સ્કુલવાન અને રિક્ષાના ભાડામાં મહિને 200 અને 100 રૂપિયાનો કરાયો વધારો

અમદાવાદઃ મોંધવારી વધતી જાય છે. પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ અને સ્ટેશનરીના ભાવમાં વધારા બાદ હવે અમદાવાદમાં સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં પણ વધારો કરાતા વાલીઓ પર વધુ બોજ પડશે. શહેરમાં તા. 13 જૂનથી નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ વર્ષથી સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં એસોસિયેશન દ્વારા વધારો કરવા નિર્ણય કર્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી […]

વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુધારા ચાલુ રહેશે: ડો.જિતેન્દ્રસિંહ

નવી દિલ્હીઃ ડૉ. જીતેન્દ્ર સિંહે આજે સવારે  નોર્થ બ્લોક, નવી દિલ્હીમાં સતત ત્રીજી ટર્મ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા પછી, ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું, “છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ક્રાંતિકારી શાસન સુધારણાઓ થયા છે, અને તે આ કાર્યકાળ દરમિયાન પણ યથાવત રહેશે.” ડૉ. જીતેન્દ્ર સિંહે ફરી […]

સૂત્રપાડા-કોડીનાર હાઈવે પર ડમ્પરની અડફેટે બાઈકસવારનું મોત, ગ્રામજનોએ કર્યો ચક્કાજામ

કોડિનારઃ ગીર સોમનાથ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં કોડિનાર-સૂત્રાપાડા હાઈવે પર ખનીજનું વહન કરનારા ડમ્પરો પૂરફાટ ઝડપે અને બેફામરીતે ચલાવાતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર પૂરપાટા ચાલતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા યુવાન બાઈકચાલકનું મોત નીપજ્યુ હતું.  છેલ્લા ત્રણ દિવસમાં આ હાઇવે પર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. જેના […]

વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા મોઢવાડિયા સહિત પાંચ ધરાસભ્યોએ લીધા શપથ

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાત બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. આ પાંચેય વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે. લોકસભાની ચૂંટણી […]

વડોદરામાં રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક સાથે 9 મકાનોની છત તૂટતા ત્રણ મહિલાને ઈજા

વડોદરાઃ શહેરમાં માણેજા ફાટક પાસે આવેલી રાધા કૃષ્ણપાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે એક સાથે 8 થી 9 મકાનોની આગળના ભાગનો છત એકાએક તૂટી પડતા ત્રણ મહિલાઓને  ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ […]

બનાસકાંઠામાં સાંસદ તરીકે ચૂંટાયેલા ગનીબેન ઠાકોરનું કોંગ્રેસ દ્વારા સન્માન કરાશે

અમદાવાદઃ લેકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર 5 લાખની લીડ સાથે ભવ્ય જીત મેળવવાનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે બનાસકાંઠાની બેઠક પર ગનીબેન ઠાકોરે ભવ્ય જીત મેળવીને ભાજપનુ ક્લીન સ્વીપનું સપનુ રગદોળ્યું છે. ભાજપનો પડકાર જીલીને એકલા હાથે ઝઝૂમીને ગેનીબેને જીત મેળવી તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનું […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા પાકને બચાવવા નર્મદા કેનાલ દ્વારા સિચાઈનું પાણી અપાશે,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક સુક્કો અને વેરાન ગણાતો હતો. પણ કેટલાક વર્ષોથી નર્મદા કેનાલનો લાભ મળતા જિલ્લો હરિયાળો બનતો જાય છે. નર્મદા યોજનાને કારણે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જિલ્લાના મહેનતુ ખેડુતો હવે ત્રણે ય સીઝનમાં પાક લઈ રહ્યા છે. હાલ ચોમાસાની સીઝનના પ્રારંભ પહેલા જ ઘણાબધા ખેડુતોએ આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ત્યારે સિંચાઈ […]

ભારત-બાંગ્લાદેશ સરહદેથી ગાંજા સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સાથે બે શખ્સો ઝડપાયા

નવી દિલ્હીઃ દક્ષિણ દિનાજપુર જિલ્લામાં આવેલી ભારત-બાંગ્લાદેશની સરહદ પરથી બે ભારતીયો પ્રતિબંધિત વસ્તુઓના જથ્થા સાથે ઝડપાતા BSFએ બંનેની પૂછપરછ હાથ ધરી છે.  દક્ષિણ દિનાજપુર જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSFની ઉત્તર બંગાળ ફ્રન્ટીયર ફરજ બજાવે છે. BSFના સતર્ક જવાનોએ બે ભારતીય નાગરિકોને સરહદ પરથી શંકાસ્પદ હિલચાલના આધારે ઝડપી લીધા હતા. બંને નાગરિકોની તપાસ કરતા તેમની પાસેથી ભારત […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા પાસે હીટ એન્ડ રન, કારની ટક્કરે રાહદારી મહિલાનું મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ચોટિલા નજીક વધુ એક અકસ્માતના બનાવમાં મહિલાનું મોત નિપજ્યુ હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે આપાગીગાના ઓટલા નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.  પૂરફાટ ઝડપે કારના ચાલકે રોડ સાઈડ પર ચાલીને જતી મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code