1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક પાછળ ડમ્પર અથડાતા સર્જાયો અકસ્માત,

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ જસદણ-અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો. રવિવારે વહેલી સવારે જસદણ-અમદાવાદ હાઈ-વે પર ગેસ સિલિન્ડ ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં […]

મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ પડ્યુ માવઠું

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી લોકો ત્રાસી ગયા છે. ત્યારે જુનના બીજા કે ત્રીજા સપ્તાહથી મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. દરમિયાન મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શનિવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને વિસનગર સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતુ. કમોસમી વરસાદના ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી. ગુજરાતમાંઆગામી દિવસોમાં પ્રી-મોન્સુન […]

ગુજરાતમાં આઈસ્ક્રીમ, પીઝા સહિતના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા, વેપારીઓમાં ફફડાટ

અમદાવાદ:  હાલ ઉનાળાની ગરમીને લીધે આઈસ્ક્રીમની સીઝન પૂરબહારમાં છે. ત્યારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ આઈસ્ક્રીમ પાર્લરો, પીઝા શોપ, ઠંડાપીણા સહિતના વેપારીઓ ત્યા દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી GST વિભાગના ધ્યાને આવી છે. અધિકારીઓએ તપાસ કરતા આ વેપારીઓને ત્યાંથી 40 કરોડના છૂપા વેચાણનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જી.એસ.ટી.વિભાગ […]

ભાવનગરના સિહોરમાં રોડ પર રખડતા પશુઓને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી

ભાવનગરઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરમાં તો રખડતા ઢોરની સમસ્યા દુર થઈ ગઈ છે, પણ નાના શહેરોમાં હજુપણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. કારણ કે નગરપાલિકાઓ પાસે રખડતા ઢોરને પકડવાની કોઈ વ્યવસ્થા નથી. ભાવનગરના સિહોર શહેરમાં છેલ્લા એક વર્ષથી રખડતા ખુંટીયા તથા પશુઓને ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં રખડતા ઢોરોએ બે વ્યકિતઓનો ભોગ લીધો […]

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ કેટલી બેઠકો પર 5 લાખની લીડ મેળવી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો તેમજ 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ તા.4થી જુનને મંગળવારે જાહેર થશે, એચલે ચૂંટણીના પરિણામોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા એમાં ભાજપ-એનડીએ ફરીવાર સત્તાના સૂત્રો સંભાળશે એવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ એકાદ બેઠક મેળવે એવું અનુમાન કરવામાં […]

ગુજરાતમાં શૈક્ષણિક સત્રના પ્રારંભથી સ્કૂલવાનના ચેકિંગ માટે RTOને સુચના, ખાસ ટીમ બનાવાશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ વિભાગો સક્રિય બન્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી શાળાઓ ખૂલતા જ સ્કુલવાનના ચેકિંગ માટે આરટીઓને રાજ્ય સરકારે સુચના આપી છે. આરટીઓ દ્વારા ખાસ ટીમો બનાવીને સ્કૂલવાનનું ચેકિંગ કરવામાં આવશે. રાજ્યમાં 13મી જુનથી શાળાઓ શરૂ થશે. બાળકોને તેમના ઘેરથી શાળાએ લઈ જતી અને લાવતી સ્કૂલ વાન અને રિક્ષામાં સુરક્ષાને […]

ગુજરાતમાં વિવિધ રોગના સ્પેશ્યાલિસ્ટ સરકારી તબીબોના પગારમાં વધારો કરાશે,

અમદાવાદઃ ગાંધીનગર ખાતે તાજેતરમાં આરોગ્ય વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વડાઓ સાથે બેઠક મળી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ નિવારવા માટે ક્લાસ-1 તબીબોને  રૂ.95 હજારથી વધુ રૂ.1.30 લાખ પગાર ચૂકવવા વૈચારિક સંમતિ અપાઇ હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના […]

વડોદરામાં ફાયર સેફ્ટીના મુદ્દે વેપારીઓને નોટિસ આપ્યા વિના જ દુકાનો સીલ કરાતા અસંતોષ

વડોદરાઃ રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ શહેરોમાં ફાયર સેફ્ટીના મુદ્દે ઝુબેશ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ ફાયર સેફ્ટી ન હોય એવા બિલ્ડિંગો, એકમો સીલ કરવામાં આવી રહી છે. શહેરના સરદાર ભુવનના ખાંચામાં 125 દુકાનોને સીલ મારવામાં આવતા વેપારીઓએ વિરોધ કરી ધરણા ઉપર બેસી ગયા હતા. દરમિયાન વેપારી મંડળે મ્યુનિ. કોર્પોરેશન કચેરી ખાતે જઈને […]

ગુજરાતમાં ગરમીના લીધે શાળાઓમાં વેકેશન લંબાવવા શાળા સંચાલકોની CMને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજી બાજુ જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારે શાળાઓને ઉનાળું વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરવા શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન 13 જૂનને બદલે 20 […]

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે બે મહિનામાં મેટ્રો ટ્રેન દોડતી થશે, કેબલ બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરાયુ

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા બે મહિનામાં દોડતી થઈ જશે. મેટ્રોનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલ ગીફ્ટસિટીથી નેશનલ લો યુનિવર્સિટી સુધી ટ્રાયલ રન ચાલી રહ્યો છે. તેમજ સાબરમતી પરના ગિફ્ટસિટી પાસેનો પુલ તથા સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ બ્રિજ ઉપર લોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નર્મદા કેનાલ પુલ ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code