1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટ અગ્નિકાંડ, RMCની મંજુરી લેવી ન પડે તે માટે શેડ બનાવી રાઈડના નામે ગેમઝોન શરૂ કરાયો

રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવમાં મૃત્યુઆંક 32 પહોચ્યો છે. તંત્ર તેમજ ટીઆરપી ગેમના સંચાલકોની ઘોર બેદરકારીથી નવ બાળકો સહિત 32 જણાનો ભોગ લેવાયો છે. કહેવાય છે. કે, ગેમ ઝોનના સંચાલકોએ મ્યુનિ.કોર્પોરેશનની મંજુરી ન લેવી પડે તે માટે રાઈડ માટેનું સર્ટી. લઈને ગેમઝોન શરૂ કરી દેવામાં આવ્યો હતો. ટીઆરપી ગેમ ઝોન જે સ્થળ પર […]

ભરૂચઃ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકાઓમાં કરેલો સંગ્રહ આર્શીવાદરૂપ સાબિત થયો

જુના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી. પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભજળ ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઉંડા ભુગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ […]

અમદાવાદ સહિત શહેરોમાં આજે યલો એલર્ટ, કાલે સોમવારથી ગરમીમાં ક્રમશઃ રાહત મળશે,

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે દિવસથી ગરમીમાં સામાન્ય રાહત મળી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન કાલે સોમવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. અમદાવાદ શહેરમાં શનિવારે મોડીરાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. જ્યારે રવિવારે વહેલી સવારથી સૂરજ દેવતાનો પ્રકોપ ઓછો […]

અમદાવાદ એરપોર્ટ નજીક હોટલ પાસેથી સોનાની દાણચોરી કરતી ગેન્ગ પકડાઈ, 8 કરોડનું સોનું જપ્ત

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની જેમ સોનાની દાણચોરી માટે પણ હબ બનતું જાય છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ દ્વારા એરપોર્ટથી લઈને સાગરકાંઠા પર નજર રખાતી હોય છે. દરમિયાન બાતમીને આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલ પાસેથી  પાડીને સોનાની દાણચોરી કરતા શખસોને ઝડપી લીધા હતા. આ ઓપરેશન દરમિયાન ડીઆરઆઈએ 24 […]

અમદાવાદમાં સાબરમતી જેલ કેમ્પસ નજીક 140 કરોડના ખર્ચે પોલીસ માટે તાલીમ એકેડેમિક બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી સેન્ટ્રલ જેલ નજીક રૂપિયા 140 કરોડના ખર્ચે પોલીસ માટે અત્યાધૂનિક એકેડેમી બનાવાશે, ગૃહ વિભાગે મંજુરી આપી દેતા આગામી બે વર્ષમાં તાલીમી સ્કુલનું કામ પૂર્ણ કરાશે. આ ટ્રેનિંગ સેન્ટરમાં રહેવા માટેના રૂમ કે જેમાં એસી, ફ્રીઝ અને ટીવી સહિતની વ્યવસ્થા હશે. સાથે જ ડાઈનિંગ હોલ અને કિચન હોલ પણ તૈયાર કરાશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ વિદ્યાર્થી કબાક યાનોની માઉન્ટ એવરેસ્ટ સમિટની નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરી

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) તેના એક વિદ્યાર્થી, શ્રીમતી કબાક યાનોની અસાધારણ સિદ્ધિ શેર કરવામાં ખુશી અનુભવે છે. અરુણાચલ પ્રદેશના પાસીઘાટ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) કેમ્પસમાં ફિટનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવનાર વિદ્યાર્થી શ્રીમતી યાનોએ 21 મે, 2024ના રોજ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું નોંધપાત્ર પરાક્રમ કર્યું હતું. આ સિદ્ધિ શ્રીમતી યાનોના અચૂક નિશ્ચય અને […]

મહેસાણા : નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા

મહેસાણા જિલ્લાના નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાની અંદર કુલ 4500 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી મુખ્ય પાકોમાં બાજરી 11700 હેક્ટર છે. 4000 હેકટરમાં શાકભાજી છે અને ઘાસચારાનું વાવેતર 27000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુવાર, રીંગણ,ચોળી, ભીંડા ,જુવાર વગેરે નું પણ વાવેતર કરવામાં આવ્યું છે. વિજાપુર તાલુકાના […]

ચક્રવાતી તોફાન રેમલ સામે ભારતીય નૌકાદળની તૈયારી

ભારતીય નૌકાદળે ચક્રવાત રેમલ પછી વિશ્વસનીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (એચએડીઆર) પ્રતિક્રિયા સ્થાપિત કરવા માટે હાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ને અનુસરીને પ્રારંભિક પગલાં શરૂ કર્યા છે. વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક […]

દિલ્હી: નવજાત સંભાળ હોસ્પિટલમાં ભીષણ આગ

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટના બાદ ઓછામાં ઓછા 11 નવજાત બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ નવજાત બાળકોમાંથી 6 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે 5 શિશુઓ હોસ્પિટલમાં દાખલ છે. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ […]

રાજકોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર એક્શનમાં, મોરબીમાં ચાર ગેમ ઝોન બંધ કરાવાયા, જૂનાગઢમાં ફન વર્લ્ડની રાઇડ્સ બંધ કરાવાઇ

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ઠેર-ઠેર ગેમ ઝોનમા ફાયર સેફ્ટીની ચકાસણી અને એક્શનની કાર્યવાહી થઇ રહી છે.. બીજી તરફ મોરબી અને જુનાગઢમાં આવા ગેમઝોન તાત્કાલીક બંધ કરી દેવાયા છે..જુનાગઢ, સુરત અને ભવનાથ તળેટીમાં ચાલતી રાઇડ્સ પણ બંધ કરાઇ છે. અહીં સવાલ એ ઉઠે કે દુર્ઘટના ગેમ ઝોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code