1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમિત શાહે બિહારના રાજ્યપાલ સાથે વાત કરી,કેન્દ્ર રાજ્યમાં વધુ અર્ધલશ્કરી દળો કરશે તૈનાત

પટના:રામ નવમી પર બિહારના ઘણા ભાગોમાં થયેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે વાત કરી હતી. આ દરમિયાન શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. એવું કહેવાય છે કે ગૃહ મંત્રાલયે બિહારમાં વધારાના અર્ધલશ્કરી દળો મોકલવાનો નિર્ણય […]

નરોડા-દહેગામ હાઈવે પર કારે એક્ટિવાને અડફેટે લેતા શિક્ષિકા પત્નીનું મોત, પતિ ગંભીર

ગાંધીનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં દહેગામ-નરોડા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટમાં લેતા એક્ટિવાસવાર દંપતી રોડ પર પકકાયા હતા. જેમાં શિક્ષિકા પત્નીનું મોત નિપજ્યું હતુ. જ્યારે તેના પતિને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા […]

ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા આદેશ કરાયો

ભાવનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે બાળકોના શિક્ષણ પર અસર ન થાયતે માટે પ્રવાસી શિક્ષકોની સેવા હંગામી ધોરણે લેવામાં આવી હતી. ઘણીબધી જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.ત્યારે હવે પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાનો આદેશ કરાયો છે.એવું કહેવાય છે. કે ઉનાળુ વેકેશન બાદ પ્રવાસી શિક્ષકોની ફરીવાર સેવા […]

મહિસાગર નદીની કોતરોમાં દીપડો વન વિભાગને હંફાવી રહ્યો છે, પાંજરૂં મુકાયું છતાંયે પકડાતો નથી

વડોદરાઃ શહેર નજીક મહીસાગર નદી આસપાસ આવેલા કોતરોમાં છેલ્લા ઘણા સમયથી દેખા દઇ રહેલા દીપડાએ  કોતર નજીક આવેલા ગામડાંઓ સિંધરોટ, શેરખી અને ભીમપુરાના લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. આ વિસ્તારમાં દીપડો પશુઓનું મારણ પણ કરી રહ્યો છે.દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગ દ્વારા મારણ સાથે પીંજરું મૂક્યું છે. પરંતુ, દીપડો પાંજરાની આસપાસ આંટા મારી કોતરોમાં જતો […]

અમદાવાદમાં AMCની ટેક્સની 2022-23ના વર્ષની આવક 1909 કરોડે પહોંચી,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં વધારો થયો છે, જેમાં છેલ્લા બે વર્ષમાં પરપ્રાંતમાંથી તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક લોકો રોજગાર-ધંધા માટે અમદાવાદ શહેરમાં વસવાટ કર્યો છે. એટલે શહેરના સીમાડાની બહાર પણ હાઉસિંગ કોલોનીઓ ઊભી થઈ ગઈ છે. મકાનો વધતા મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં ખાસ્સો વધારો થયો છે. ઉપરાંત વાહનો વધતા વ્હીકલ ટેક્સ […]

અમદાવાદ ઝોનના FRCના ચેરમેનની જગ્યા ખાલી હોવાથી બે વર્ષથી ફી નક્કી થતી નથી,

અમદાવાદઃ સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટીઓ ( ફી રેગ્યુલેટશન કમિટી) ની રચના કરી છે. જેમાં અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની દોઢ વર્ષથી નિમણૂક થઈ નથી. આ નિમણૂક ન થઇ હોવાથી 2022 અને 2023ના વર્ષની વાર્ષિક ફી મંજૂર થઈ નથી, જેથી સ્કૂલો વધુ ફી લેતા હોવાનો વાલી મંડળનો આક્ષેપ કર્યો છે. […]

UP STFની મોટી કાર્યવાહી,માફિયા અતીક અહેમદના સાળાની મેરઠમાંથી ધરપકડ

લખનઉ:ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં UP STFએ મોટી કાર્યવાહી કરી છે. STFએ હત્યા કેસમાં કાવતરું ઘડનાર આરોપી માફિયા અતીક અહેમદના સાળાની મેરઠથી ધરપકડ કરી છે. બાહુબલી અતીક અહેમદના સાળા અખલાક અહેમદને STF અને પ્રયાગરાજ પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ પકડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અતીક અહેમદના સાળા અખલાક અહેમદ મેરઠના નૌચંડી પોલીસ […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં કાયાકિંગનો પ્રારંભ, વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે શહેરીજનો ઉમટી પડ્યાં

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ, સાબરમતી નદીમાં કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં શનિવારે પ્રથમ દિવસે વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં અનેક શહેરીજનોએ ભાગ લીધો હતો. કાયાકિંગ માટે સવાર, બપોર અને સાંજનાં અલગ-અલગ સમયના સ્લોટ રાખવામાં આવ્યા છે. એક સ્લોટ 50 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6થી 10, બપોરે 3થી 4 અને સાંજે 4થી 7 વાગ્યા સુધીનાં […]

કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો: છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,824 નવા કેસ નોંધાયા

દિલ્હી : દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ફરી એકવાર વધવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,824 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2023માં એક દિવસમાં આ સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 18,389 થઈ ગઈ છે. દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા કેસના […]

G20: ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સેન્ડાઈ ફ્રેમવર્કને આગળ વધારવા માટે વૈશ્વિક સહકાર ચાવીરૂપ

ગાંધીનગર : પ્રથમ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) વર્કિંગ ગ્રૂપની બેઠક આજે ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ હતી. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં G20 દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના 88 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. G20 દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કના અમલીકરણમાં થયેલી પ્રગતિની ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code