1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હીટવેવમાં આંખોની કાળજી નહીં રાખો તો થઈ જાશો હેરાન, આ રીતે રાખો આંખોનું ધ્યાન

ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે તો ગુજરાત સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ લોકોની […]

ભૂસ્ખલન પ્રભાવિત પાપુઆ ન્યુ ગિનીની મદદ માટે ભારત આવ્યું આગળ, 1 મિલિયન ડોલર સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ મોટા પાયે ભૂસ્ખલનથી પ્રભાવિત પાપુઆ ન્યુ ગિનીની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારત સરકારે ટાપુ દેશમાં રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસો માટે US$1 મિલિયનની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત કરી છે. આજે આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પાપુઆ ન્યુ ગિની ભારત-પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન (FIPIC) ફોરમ ફોરમ હેઠળ નજીકનું મિત્ર અને ભાગીદાર […]

દરિયો તોફાની બનશે, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગે આપી સુચના

અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ગુજરાતના હવામાન પર અસર થશે તેના લીધે ગરમીમાં થોડી રાહત થશે. તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતા છે.  બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે. […]

રાજકોટ કાંડ બાદ ખેડબ્રહ્મા વહીવટીતંત્ર દ્રારા હાઈરાઈઝ બિલ્ડીંગમાં તપાસ હાથ ધરાઈ

ખેડબ્રહ્મા : રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સજાઁયેલ અગ્નિકાંડમાં 30 ની જીંદગી હોમાયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગીને SIT ની રચના કરીને કડક તપાસના આદેશ આપ્યા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીનુ કડક ચેકીંગ હાથ ધરવા આદેશો છોડયા બાદ તેના પડઘા સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં પણ પડતાં ખેડબ્રહ્મા વહીવટીતંત્રએ કડક તપાસ હાથ ધરી […]

સસ્તા તબીબી ઉકેલ સાથે SEARO પ્રદેશને મજબૂત કરી રહ્યું છે : કેન્દ્રીય આરોગ્ય સચિવ

નવી દિલ્હીઃ ભારતના કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે (27 મે) જિનીવામાં WHO દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં અબજો લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને આગળ વધારવા પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે, ભારત, વિશ્વની ફાર્મા કેપિટલ હોવાને કારણે સસ્તું તબીબી ઉકેલો પર SEARO (Regional Office for South-East Asia) પ્રદેશને શક્તિ પ્રદાન કરી […]

રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન જાગ્યુ, ફાયર NOC ન હોય તેની સામે કાર્યવાહી

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન પણ સફાળું જાગ્યું છે. અને રહેણાક કે કોમર્શિયલ બિલ્ડિગોમાં ફાયર એનઓસી નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ ઝોન મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. શહેરના સલાબતપુરા રીંગરોડ ઉધના સહારા દરવાજા સહિતના વિસ્તારોમાં હોસ્પિટલ દુકાનો અને ટેક્સટાઇલ માર્કેટને સીલ […]

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું

સુરત:  શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાતા બર્ડહીટની ઘટના બની હતી. જોકે કોઈ નુશાન કે જાનહાની થઈ નહતી. જોકે, બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી. જેથી 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી . ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી […]

રાજકોટ અગ્નિકાંડ, ધવલ બાદ વેલ્ડિંગ કરનારાની ધરપકડ, પ્રકાશ જૈન આગમાં હોમાયાની શક્યતા

રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે […]

થરાદમાં ડાયવર્ઝન આપ્યા વિના રોડ મરામતનું કામ શરૂ કરાતા ટ્રાફિક જામના સર્જાતા દ્રશ્યો

પાલનપુરઃ જિલ્લાના થરાદમાં પાણીના ટાંકાથી દૂધશિત કેન્દ્ર સુધીના હાઈવે પર રોડ મરામતની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હાઈવે પર ડાયવર્ઝન અપાયા વિના મરામતની કામગીરી હાથ ધરાતા હાઈવે પર અવાર-નવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આથી જ્યાં સુધી ફોરલેન રોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપવા માંગ પ્રજાજનો અને વાહનચાલકો કરી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક વીમો ભરતા ખેડુતોને પણ નુકસાનીના વળતર માટે ફાંફા મારવા પડે છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક ખેતી આધારિત છે. છેલ્લ ઘણા સમયથી જિલ્લાના કેટલાક તાલુકાઓને સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ ખેડુતોને મહદ અંશે રાહત થઈ છે. જિલ્લાના મોટાભાગના ખેડુતો પાક વિમો ભરે છે, પરંતુ કૂદરતી આફત બાદ ખેડુતોને નુકશાનીનું યોગ્ય વળતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય કોઇ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code