1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

GNLUથી ગિફ્ટ સિટી સુધીના રૂટ પર મેટ્રોનો ટ્રાયલ રન, જુનના અંત સુધીમાં મેટ્રો દોડતી થશે

ગાંધીનગરઃ ગાંધીનગરના ગિફ્ટસિટીથી મોટેરા સુધીનું મેટ્રો રેલનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલ ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટસિટી સુધી ટ્રાયલરન ચાલી રહ્યો છે. ત્યારબાદ મોટેરા સુધીનો ટ્રાયલરન કરાશે, અને સેફ્ટી ઈન્સ્પેક્શન બાદ વિધિવતરીતે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાશે. હાલ લોકસભાની ચૂંટણીના પરિણામો સુધી આચારસંહિતાનો અમલ રહેશે. આચારસંહિતા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન કે ગૃહમંત્રી અમિત શાહનો સમય […]

કેજરિવાલને 2 જૂનના રોજ સરન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઈઝ પોલિસીના મામલે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. જેથી તેમને 2 જૂનના રોજ જેલમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરિવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ નોંધ્યું હતું કે, […]

ગાંધીનગરમાં 1275 ભયજનક મકાનો ખાલી કરવા માટે પાટનગર યોજના વિભાગે આપી ચેતવણી

ગાંધીનગરઃ શહેરમાં 15 સેક્ટરોમાં 1275 જેટલા મકાનો ભયજનક છે. ચોમાસુ નજીક છે. અને કોઈ દૂર્ઘટના ન બને તે માટે પાટનગર યોજના વિભાગે મકાનના તમામ કબજેદારોને તાત્કાલિક મકાનો ખાલી કરવાની ચેતવણી આપી છે. અગાઉ પણ ભયજનક મકાનોના કબજેદારોને નોટિસો ફટકારનામાં આવી હતી. પણ કબજેદારો સરકારી ક્વાર્ટર્સ ખાલી કરતા નથી, હવે ત્વરિત ક્વાટર્સ ખાલી કરવામાં નહીં આવે […]

4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે: નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુમકામાં બીજેપી ઉમેદવાર સીતા સોરેનની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પહેલા સિધો કાન્હો અને ચાંદ ભૈરવ જેવા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કહ્યું હતું કે, આ બહાદુર શહીદોની ભૂમિ છે. અહીં એકઠી થયેલી ભીડ બતાવે છે કે ફરી એકવાર અમારી સરકાર આવી રહી છે. જેએમએમ-કોંગ્રેસ પર […]

શેરબજારમાં શરૂઆતથી ઘટાડો જોવા મળ્યો

નવી દિલ્હીઃ સ્થાનિક શેરબજાર આજે સતત દબાણમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આજના કારોબારની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. જો કે બજાર ખુલ્યા બાદ ખરીદીના સહારે શેરબજારમાં થોડો સમય રિકવરી જોવા મળી હતી. પરંતુ થોડા સમય પછી, વેચાણના દબાણને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ફરી એકવાર ઘટ્યા છે. ટ્રેડિંગના પ્રથમ એક કલાક […]

વડોદરાઃ ખાનગી કંપનીની આડમાં ચાલતું માનવ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ

નવી દિલ્હીઃ વડોદરાના સુભાનપુરા સ્થિત વિશ્વમોહિની કોમ્પલેક્ષમાં આવેલ યુ.ઇ.એસ. ઓફિસમાં એન.આઈ.એ. અને ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને સંચાલક સામે માનવ તસ્કરીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કામોનીના એમ.ડી મનીષ હિંગુને કોર્ટમાં રજૂ કરી સમગ્ર મામલે વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલું યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમ.ડી. […]

વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 77મા સત્રની કમિટી Aના અધ્યક્ષ તરીકે અપૂર્વ ચંદ્રાની નિમણૂક

ભારત જીનીવામાં આયોજિત 77મી વિશ્વ આરોગ્ય મહાસભાની સમિતિ A ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની કમિટી Aના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિ સાર્વત્રિક આરોગ્ય કવરેજ, જાહેર આરોગ્ય કટોકટીની સજ્જતા અને પ્રતિભાવ, એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર, આબોહવા પરિવર્તન, WHO માટે ટકાઉ ધિરાણ વગેરેને આવરી લેતા વિવિધ પ્રોગ્રામેટિક […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

વાહન હંકારતી વખતે ડીમ અને ડીપર લાઈટનો ખોટા ઉપયોગથી મુશ્કેલી વધશે

રસ્તાઓ પર ટુ-વ્હીલર ચલાવતી વખતે ડ્રાઇવરે વધુ ધ્યાન આપવાની જરૂર છે. વાસ્તવમાં ટુ-વ્હીલર ચાલકની થોડી બેદરકારી પણ જીવ માટે જોખમી બની શકે છે. ટુ-વ્હીલર પર સુરક્ષિત રીતે મુસાફરી કરવા માટે, બાઇક અથવા સ્કૂટરના તમામ ઉપકરણનો યોગ્ય રીતે કામ કરવા જોઈએ. બાઇક અને સ્કૂટરમાં લાઇટનું મુખ્ય કાર્ય ડ્રાઇવરને રસ્તો બતાવવાનું છે. ટુ વ્હીલર્સમાં ડિમ અને ડીપર […]

કર્લરનો ઉપયોગ કર્યા વગર આ રીતે કર્લી વાળ મેળવો, ખાલી કરવું પડશે આ કામ

મોટા ભાગની છોકરીઓ કર્લી વાળ કરવા માગે છે. પણ વારંવાર કર્લરનો ઉપયોગ કરીને વાળ ખરાબ થવા લાગે છે. જો તમે પણ કર્લી વાળ કરવા માંગો છો તો આ ટિપ્સને ફોલો કરી શકો છો. મોટા ભાગની છોકરીઓને કર્લી વાળ પસંદ હોય છે. એવામાં ઘણી છોકરીઓ પોતાના વાળને કર્લર વગર કર્લી વાળ કરવા માંગે છે. કર્લરનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code