1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુપીની 16000 મદરસાઓ પરથી ટળી ગયું સંકટ, સુપ્રીમ કોર્ટે લગાવી HCના ચુકાદા પર રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ મદરસા એજ્યુકેશન એક્ટને રદ્દ કરનારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મદરસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદરસા એક્ટને એમ કહીને નકાર્યો હતો કે તે ગેરબંધારણીય અને સેક્યુલારિઝ્મની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ […]

વારંવાર સાસરી છોડીને જતી રહેતી હતી પત્ની, હાઈકોર્ટે આને ક્રૂરતા ગણાવીને છૂટાછેડાં કર્યા મંજૂર

દિલ્હી: પત્નીનું વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતા છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના એક આદેશમાં આ ટીપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પતિની ભૂલ વગર પત્નીનું વખતોવખત સાસરી છોડવી માનસિક ક્રૂરતાનું કામ છે. તેની સાથે જસ્ટિસ સુરેશકુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે પત્ની દ્વારા ક્રૂરતા અને પરિત્યાગના આધારે પતિના છૂટાછેડાંની માગણીને […]

કોરોનાથી 100 ગણો વધારે ઘાતક છે બર્ડફ્લૂ H5N1, 50 ટકાથી વધુ દર્દીઓના થઈ ચુક્યા છે મોત

નવી દિલ્હી: ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સે બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત ખતરાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ નવી બીમારી કોરોના મહામારીથી 100 ગણો વધારો ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાતની પણ પ્રબળ સંભાવના છે કે આ ફ્લૂ સાથે સંબંધિત અડધાથી વધુ લોકોના […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી કાર્ડ ના હોય તો અન્ય 12 પુરાવાના આધારે કરી શકાશે મતદાન

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડ ન હોય તેવા લોકો પણ મતદાન કરી શકે છે. આ અંગે અરવલ્લીના ધનુસરા તાલુકાના નાયબ મામલતદાર અધિકારી વિક્રમસિંહ ઝાલાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ માટે કુલ 12 જેટલા પુરાવામાંથી […]

પાકિસ્તાનમાં દેશના દુશ્મનોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે ભારત? બ્રિટિશ અખબારનો રૉ, મોસાદના નક્શેકદમ હોવાનો દાવો

નવી દિલ્હી: ગત કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં છૂપાયને બેઠેલા ભારતના દુશ્મનોને અજ્ઞાત હુમલાખોરો મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બ્રિટિશ અખબાર ગાર્ડિયને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે આના પાછળ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ એટલે કે રૉનો હાથ છે. કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરનારી રૉ તેમના ઈશારે જ પાકિસ્તાનમાં આતંકવાદીઓ […]

તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂકંપમાં ગુમ થયેલા બે ભારતીય સહીસલામત મળ્યાં

નવી દિલ્હીઃ તાઈવાનમાં 3 એપ્રિલે આવેલા 25 વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમયગાળા દરમિયાન બે ભારતીયો સહિત ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જો કે બંને ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત છે, આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. તેમણે કહ્યું કે તાઈવાનમાં […]

કાશ્મીરઃ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને ભારતીય જવાનોએ એક આતંકવાદી ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને […]

NATO સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી

નવી દિલ્હીઃ નાટો આજે સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. બ્રસેલ્સમાં એક કેક-કટીંગ સમારોહમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને તેમના સમકક્ષો વોશિંગ્ટનમાં 4 એપ્રિલ, 1949 ના રોજ જોડાણની સ્થાપના સંધિ પર હસ્તાક્ષર થયાની ક્ષણને ચિહ્નિત કરી. 9 થી 11 જુલાઇ દરમિયાન વોશિંગ્ટનમાં નાટોના નેતાઓની બેઠક થશે […]

કોંગ્રેસ મેનિફેસ્ટો 2024: મહિલાઓને 1 લાખ વાર્ષિક, 30 લાખ નોકરીઓ, એમએસપી કાયદાનો વાયદો

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેને ન્યાય પત્ર નામ અપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરેન્ટી આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યમથક ખાતે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેના બીજા દિવસે જયપુર અને […]

કચ્છના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં મળેલી 500 કબરો કોની છે, કોણ હતા આ લોકો?

ભુજ: ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં ખોદકામ દરમિયાન 500 કબરોવાળા એક સામુહિક કબ્રસ્તાનની જાણકારી મળી હતી. આ ખોદકામ 2018-19માં કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ સાથે મળીને કર્યું હતું. ત્યારે આ સવાલ હતો કે આ કબરો કોની છે?શું તે આસપાસની કોઈ મોટી માનવ વસાહતનું કબ્રસ્તાન હતું અથવા કંઈક બીજું?  પુરાતાત્વિક ટીમ સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code