1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈરાકઃ બહુમાળી ઈમારતમાં ભીષણ આગની ઘટનામાં મોલ અને બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરાશે

ઇરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 50 લોકોના મોત થયા હતા. ઇરાકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વી ઇરાકના અલ-કુટ શહેરમાં આગ લાગી હતી. આના કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ આ ઘટનાની વિગતો સત્તાવાર ઇરાકી સમાચાર એજન્સી (INA) ને આપી. પાંચ દિવસ પહેલા અલ-કુટમાં એક […]

છાંગુર કેસમાં ઈડીએ તપાસ તેજ બનાવી, ઉત્તરપ્રદેશ અને મુંબઈમાં 14 સ્થળ પર દરોડા

લખનૌઃ ગેરકાયદે ધર્માંતરણના આરોપસર ATS દ્વારા ધરપકડ કરાયેલા જમાલુદ્દીન ઉર્ફે છાંગુરના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 14 સ્થળોએ દરોડા પાડ્યાં છે, જેમાંથી ઉત્તર પ્રદેશમાં 12 અને મુંબઈમાં બે સ્થળો ઉપર તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આજે સવારે 5 વાગ્યે દરોડા શરૂ થયા હતા. તેમના સંકુલની તપાસની સાથે, ED એ માધુપુરમાં તેના નિવાસસ્થાનની પણ તપાસ […]

RCB ની જીતની ઉજવણી દરમિયાન થયેલા ભાગદોડ માટે કર્ણાટક સરકારે RCBને ઠરાવ્યું જવાબદાર

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે બેંગલુરુમાં આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિજયના ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે હાઇકોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં, સરકારે ભાગદોડ માટે આરસીબીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યું છે. તેમાં ટીમના અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે, આરસીબીએ વિજય ઉજવણી માટે પરવાનગી […]

ઈરાકમાં એક બહુમાળી ઈમારતમાં લાગી વિકરાટ આગ, 50થી વધુના મોત

ઈરાકના અલ-ફુટ શહેરની એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાટ સ્વરૂપ ઘારણ કર્યું હતું, તેમજ સમગ્ર ઈમારતમાં આગ ફેલાઈ હતી. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં 50થી વધારે […]

પાકિસ્તાનઃ બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાની સેના ઉપર કર્યો હુમલો, 29 જવાનોના મોત

પાકિસ્તાનમાં પરિસ્થિતિ ફરી એકવાર વિકટ બની છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે કલાત અને ક્વેટામાં 29 પાકિસ્તાની સૈનિકોને માર્યા છે. BLAએ એમ પણ કહ્યું છે કે તે પાકિસ્તાની સેના સામે યુદ્ધ ચાલુ રાખશે. બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલા બાદ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ક્વેટામાં, […]

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લે તેવી શકયતા

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. 14 વર્ષની શાનદાર કારકિર્દી બાદ, રસેલ ઓસ્ટ્રેલિયા સામેની આગામી T20 સિરીઝમાં તેની છેલ્લી બે મેચ રમશે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 હશે છેલ્લી મેચ ESPN ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, રસેલ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ છે. તે જમૈકામાં […]

ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયાનાં માલ પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશના બદલામાં ઇન્ડોનેશિયન માલ પર સૂચિત ટેરિફ ઘટાડીને 19 ટકા કરવામાં આવી હતી. તેના બદલામાં ઇન્ડોનેશિય અમેરિકા પાસેથી ઊર્જા શ્રેત્રમાં 15 અબજ ડોલર, કૃષિ ક્ષેત્રે 4.5 અબજ ડોલરની અને 50 બોઇંગ જેટની ખરીદશે. આ સોદાની શરતોની ઇન્ડોનેશિયા દ્વારા […]

તિયાનજિનમાં SCO વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં સુધારો થતો રહ્યો છે, વ્યૂહાત્મક મૂલ્ય વધુને વધુ પ્રકાશિત થયું છે, જે સભ્ય દેશો માટે પ્રાદેશિક સ્થિરતા અને સામાન્ય વિકાસ પ્રાપ્ત કરવા માટે એક વિશ્વસનીય આધાર બની ગયું છે. વાંગ યીએ કહ્યું કે નવી પરિસ્થિતિમાં, સભ્ય દેશોએ ઇતિહાસ અને ભવિષ્ય પ્રત્યે જવાબદાર વલણ અપનાવવું જોઈએ, SCO ની તાકાત પર નિર્માણ કરવું જોઈએ અને […]

અમેરિકાઃ અલાસ્કા તટ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ

અમેરિકાના અલાસ્કા તટ પર ગઈકાલે 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અલાસ્કાની ભૂકંપ દેખરેખ એજન્સીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર અલાસ્કાના સેન્ડ પોઇન્ટથી 89 કિલોમીટર દક્ષિણમાં સ્થિત હતું. ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હતા કે તેની અસર એન્કોરેજ અને જુનાઉ સહિતના વિશાળ પ્રદેશમાં અનુભવાઈ […]

ભારતમાં તહેવારોની મોસમમાં 2.16 લાખથી વધુ મોસમી નોકરીની તકો ઉભી થશે

નવી દિલ્હીઃ એક અહેવાલ મુજબ, આ વર્ષે, ભારતમાં તહેવારોની મોસમમાં 2.16 લાખથી વધુ મોસમી નોકરીની તકો ઉભી થશે, જે 2025 ના બીજા ભાગમાં ગિગ અને કામચલાઉ રોજગારમાં વાર્ષિક ધોરણે 15-20 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉછાળાને આગળ ધપાવતા મુખ્ય ક્ષેત્રોમાં રિટેલ, ઈ-કોમર્સ, BFSI, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)નો સમાવેશ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code