1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઈ:VIP મહેમાનો થશે સામેલ,જાણો કેવી છે તૈયારી

મુંબઈ : મહેમાનોના સ્વાગત માટે ઢોલ-નગારા અને ડ્રમ્સ તૈયાર છે… પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા બંનેના પોશાક એકદમ તૈયાર છે. ત્યારે આજરોજ જ્યારે પરિણીતી અને રાઘવની સગાઈ થઈ જશે અને એકબીજાના બની જશે. 13 મે એક મોટો દિવસ બનવાનો છે. દરેક વ્યક્તિ તેમની સગાઈના ફોટા અને વીડિયોની રાહ જોઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવ બંનેની સગાઈ દિલ્હીના […]

આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલા 198 માછીમારોને પાકિસ્તાને કર્યા મૂક્ત

દિલ્હીઃ- પાકિસ્તાનમાં ભારતના અનેક માછીમારો ભૂલમાં સીમા પાર કરીને પહોંચતા હોય છે ત્યારે વિતેલી શુક્રવારની રાતે પાકિસ્તાન દ્રારા આવાજ 198 જેટલા મછુઆરાઓને પાકિસ્તાન દ્રારા મૂક્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાન સરકારે  અટારી-વાઘા બોર્ડર પર 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા, જેમને દરિયાઈ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા માટે અહી કેદમાં રાખવામાં આવ્યા હતા. અરબી […]

કર્ણાટકમાં કોની બનશે સરકાર ? સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

બેંગલુરુ:કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે (શનિવાર) સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં પરિણામ આવી જવાની ધારણા છે. ચૂંટણી પંચે મતગણતરી માટે ખાસ વ્યવસ્થા કરી છે. રાજ્યમાં 224 વિધાનસભા બેઠકો માટે 2615 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 2,430 પુરૂષો અને 184 મહિલાઓ છે. આ ઉપરાંત થર્ડ જેન્ડર ઉમેદવાર […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 14મીએ રાજસ્થાનની મુલાકાત લેશે

દિલ્હી : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 14 મે, 2023ના રોજ રાજસ્થાન (પુષ્કર, ખરનાલ અને મેર્ટા સિટી) ની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ પવિત્ર બ્રહ્મા મંદિર અને જાટ શિવ મંદિર, પુષ્કરમાં પ્રાર્થના કરશે. ઉપરાષ્ટ્રપતિ બાદમાં પ્રખ્યાત અને સમાજ સુધારક વીર તેજાજીના જન્મ સ્થળ ખરનાલ, નાગૌરની મુલાકાત લેશે.ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ પૂર્વ કેન્દ્રીય મંત્રી, સ્વર્ગીય નાથુરામ મિર્ધાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે […]

ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI ચંદ્રચુડે ‘e-filing 2.0’ ની સેવા શરૂ કરી

CJI ચંદ્રચુડે 24 કલાક ઉપલબ્ધ રહેનારી સુવિધા શરૂ કરી હવે તમે ‘ઈ-ફાઈલિંગ 2.0’ દ્વારા પણ કેસ નોંધી શકો છો. દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે શુક્રવારે ‘e-filing 2.0’ સેવા શરૂ કરી અને વકીલોને કહ્યું કે ઇલેક્ટ્રોનિક રીતે કેસ ફાઇલ કરવાની સુવિધા હવે ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. દેશભરમાં ઈ-કોર્ટ અને ઈ-ફાઈલિંગ કેસની હિમાયત કરી […]

CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10માં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. બોર્ડે અગાઉ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) […]

મનીષ સિસોદિયાને કોર્ટનો વધુ એક ઝટકો,CBI કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી 2 જૂન સુધી લંબાવી

દિલ્હી : રાજધાની દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયોને ફરી એકવાર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે સીબીઆઈ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 2 જૂન સુધી લંબાવી છે. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થવા પર કોર્ટમાં રજૂ કર્યા પછી તેમની કસ્ટડી વધારી દીધી હતી. […]

કેન્દ્રએ સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ વેચવા માટે ટોચના 5 ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે ઓર્ડર જારી કર્યો

દિલ્હી: કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ વેચવા માટે ટોચના પાંચ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સામે ઓર્ડર જારી કર્યા છે. ક્લિપ્સ સીટ બેલ્ટ ન પહેરતી વખતે એલાર્મ બીપ બંધ કરીને ગ્રાહકના જીવન અને સલામતી સાથે ચેડા કરે છે. ચીફ કમિશનર નિધિ ખરેની આગેવાની હેઠળ, […]

CBSE ધોરણ 12માનું પરિણામ જાહેર,વિદ્યાર્થીનીઓએ મારી બાજી,આ વેબસાઇટ્સ પર કરો ચેક

દિલ્હી : CBSE વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શુક્રવારે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું અને આ વખતે 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 5.38 ટકા ઓછા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડે વિદ્યાર્થીઓને તેમના માર્કસના આધારે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો વર્ગ આપવાની પ્રક્રિયાને […]

કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક્ટિવ કેસ 19 હજારથી ઘટીને 18009 થયા

દિલ્હી : ભારતમાં સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 1,580 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 19 હજારથી ઘટીને 18 હજાર થઈ ગઈ છે. મહમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,44,28,417 લોકોએ કોરોના મહામારી સામેની લડાઈ જીતી છે. શુક્રવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code