મણીપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંઘની અવધિ 20 મે સુધી લંબાવાઈ, અફવા ફેલાવનારા સામે ફરિયાદ થશે દાખલ
- મણીપુરમાં 20 મે સુગી ઈન્ટરનેટ પ્રતિબંધ
- અફવા ફેલાવનારા સામે હેલ્પલાઈન નંબર રજૂ કરાયો
- હવે અફવા ફેલાવનારો સામે થશે કાર્યવાહી
ઈમ્ફાલઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશના રાજ્ય મણીપિરમાં હિંસા ફાટી નીકળી હતી જો કે હાલ તો સ્થિતિ કાબૂમાં છે પરંતુ હિંસાને લઈને ઈન્ટરનેટ પ્રતિબંધની સમયમર્યાદા ફરી વધારી દેવામાં આવી છે આ સાથે જ જે લોકો હિંસાને લઈને અફવાઓ ફેલાવી રહ્યા છે તેના સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પૂર્વોત્તર રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી.અનુસૂચિત જનજાતિ ટેગરીમાં મતેૈઇ સમુદાયને સમાવવાની માંગના વિરોધમાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા ‘આદિવાસી એકતા માર્ચ’ યોજાઈ જે હિંસામાં પરિણામી હતી. ત્યારે મણિપુર સરકારે મંગળવારે રાજ્યભરમાં ઇન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ 20 મે સુધી લંબાવ્યો છે.
આ બબાતને લઈને મણિપુરના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ સંદેશાવ્યવહાર દર્શાવે છે કે રાજ્યમાં વસતા પ્રબળ સમુદાયોના સ્વયંસેવકો અને યુવાનો વચ્ચે લડાઈની ઘટનાઓ સાથે ઘરોને આગ લગાડવાના રિપોર્ટ હજુ પણ છે. એવી આશંકા છે કે કેટલાક દુશ્મનાવટના તત્વો લોકોના જુસ્સાને ઉશ્કેરવા માટે છબીઓ, દ્વેષપૂર્ણ ભાષણ અને અશિષ્ટ વિડિયો સંદેશાઓના પ્રસારણ માટે સોશિયલ મીડિયાનો વ્યાપકપણે ઉપયોગ કરી શકે છે.જેને લઈને આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.
આ જારી કરવામાં આવેલા આદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, દેશદ્રોહી અને અસામાજિક તત્વોની યોજનાઓ અને પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અને જાહેર અથવા ખાનગી સંપત્તિને કોઈપણ નુકસાન અથવા જોખમને રોકવા માટે પૂરતા પગલાં લેવા જરૂરી બની ગયા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને રાજ્યમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની સરહદ પર કેટલાક મુદ્દા હતા અને શાંતિ જાળવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે દેશના ગૃહમંત્રી શાહ એ 2 દિવસ અગાઉ સુમદાયના લોકો અને રાજ્યના સીએમ સાથે મિટિંગ કરી હતી અને સ્થિતિની સમિક્ષા કરી હતી તથા હિંસા ફેલાવનારા સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.