1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની આજથી શરૂઆત

નવી દિલ્હીઃ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે. આ મેચ આજે બપોરે 3 વાગ્યે શરૂ થશે. 2025 મહિલા વર્લ્ડ કપ 50 ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ છે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, […]

અભિનેતા રાઘવ જુયાલએ ભારત-પાકિસ્તાન મેચ નિહાળવાનો અનુભવ શેર કર્યો

એશિયા કપ 2025ના ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો, અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. દરેક લોકોએ વિવિધ રીતે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા અને જીતનો આનંદ માણ્યો હતો. અભિનેતા રાઘવ જુયાલએ આ જીતને દુબઇમાં લાઈવ જોઈ હતી અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ફાઈનલ જીત્યા પછી રાઘવએ કહ્યું, “આજ ખુબ જ આનંદ થયો. હું […]

એશિયા કપમાં ભારતની જીતથી ઉશ્કેરાટમાં પાકિસ્તાન, મોદીએ ટીમ ઈન્ડિયાને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત પછી પડોશી દેશ પાકિસ્તાનમાં તિલમિલાટ જોવા મળી રહ્યો છે. ભારતીય નેતાઓ પણ પાકિસ્તાન પર ટિપ્પણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિરણ રિજિજુ પછી હવે ખેલમંત્રી મનસુખ મંડાવિયાએ પણ પાકિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પોસ્ટ કર્યું છે. મંડાવિયાએ એક્સ પર લખ્યું કે, “સરહદ પર પણ હરાવ્યા, […]

ટીમ ઇન્ડિયાનો મોટો નિર્ણય: પાકિસ્તાની મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હીઃ એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી ચોંકાવનારું પગલું ભર્યું હતું. મેચ બાદ ખેલાડીઓએ સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાની રાજકારણી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે. મેચ પૂરી થયા બાદ લગભગ બે કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો […]

નકવી પાસેથી ટ્રોફી નહીં સ્વિકારવાના ટીમ ઈન્ડિયાના નિર્ણયની રાજકીય આગેવાનોએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી છે. ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને 9મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીતને લઇને સમગ્ર દેશમાં ક્રિકેટ ચાહકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમને શુભકામનાઓ પાઠવતા “ઓપરેશન સિંદૂર”નો ઉલ્લેખ કર્યો હતો. […]

પાકિસ્તાન ટીમને કેપ્ટન ઓપરેશન સિંદૂરમાં મરાયેલા આતંકીઓના પરિવારજનોને આપશે મેચ ફીની રકમ

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનની એશિયા કપ ફાઇનલમાં ભારતે 5 વિકેટે શાનદાર જીત મેળવી હતી, જેને લીધે પાકિસ્તાનમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અને કેપ્ટન સલમાન અલી આગાએ મેચ બાદ કરવામાં આવેલ નિવેદનોથી વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ જાહેર કર્યું હતું કે આખી ટીમ પોતાની મેચ ફી ભારતના ઓપરેશન […]

દક્ષિણ કોરિયામાં વિશ્વ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ ઇતિહાસ રચ્યો

દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ વિશ્વની નંબર વન પેરા-તીરંદાજ તુર્કીની ઓઝનુર ક્યોર ગિર્ડીને હરાવીને ઇતિહાસ રચ્યો. શીતલ આ સ્પર્ધામાં એકમાત્ર હાથ વગરની પેરા-તીરંદાજ છે. તે નિશાન તાકવામાં તેના પગનો ઉપયોગ કરે છે. સ્પર્ધામાં આ તેનો ત્રીજો ચંદ્રક છે. આ પહેલા, શીતલ અને સરિતાએ કમ્પાઉન્ડ મહિલા ઓપન […]

ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી

ભારતે ગઈકાલે કોલંબોમાં રમાયેલી પેનલ્ટી શૂટઆઉટ મેચમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે. દલ્લામુઓન ગંગટે અને અઝલાન શાહના ગોલથી ભારત શરૂઆતમાં 2-1થી આગળ હતું ત્યારબાદ રમત 2-2થી બરાબર થઈ અને અંતે શૂટઆઉટમાં ભારતનો વિજય થયો

એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૂકાબલો

ભારત આજે દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ મેચની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતે અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીત્યો છે. આ વર્ષે, બંને ટીમો ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત એકબીજા […]

હાર્દિક પંડ્યા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરવા 2 વિકેટ દૂર

2025 એશિયા કપની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે શાનદાર સદી ફટકારવાની તક છે. જો હાર્દિક પાકિસ્તાન સામે બે વિકેટ લે છે, તો તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરશે. હાલમાં હાર્દિકના નામે T20I માં 98 વિકેટ છે. જો હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેની ફાઇનલમાં બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code