1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

રમતગમત મંત્રાલયનું નવી નીતિ હેઠળ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ચૂંટણી કરાવવાનું આયોજન

નવી રમત નીતિ હેઠળ સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ચૂંટણીઓ કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. રમતગમત મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કાયદાના નિયમોનું નોટિફિકેશન ત્યાં સુધીમાં જારી કરવામાં ન આવે, તો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી લોઢા સમિતિની ભલામણો અનુસાર પણ ચૂંટણીઓ યોજાઈ શકે છે. મંત્રાલય આગામી છ મહિનામાં આ નીતિને સંપૂર્ણપણે […]

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનું લાઈવ પ્રસારણ દેશમાં નહીં દર્શાવવા શિવસેનાએ કરી માંગણી

નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને ભારતીયો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ દેશમાં એશિયા કપ દરમિયાન યોજાનારી ભારત-પાકિસ્તાન મેચના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. રાષ્ટ્રીય હિત અને જનભાવનાને ટાંકીને, તેમણે શુક્રવારે સરકારને પત્ર લખીને આવતા મહિને એશિયા કપ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચનું લાઇવ પ્રસારણ […]

એશિયા કપ જીતવા માટે ભારતીય ટીમમાં જરૂરી કૌશલ્ય અને સંતુલન છે: સેહવાગ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ માને છે કે ભારતીય ટીમમાં એશિયા કપ જીતવા માટે જરૂરી કૌશલ્ય, સંતુલન અને માનસિકતા છે. તેથી જ ભારતીય ટીમ એશિયા કપનો ખિતાબ જીતી શકે છે. સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર બોલતા, સેહવાગે કહ્યું, “દુબઈમાં રમવું ઘણું દબાણ હશે, પરંતુ આ તે તબક્કો છે જ્યાં આપણા ખેલાડીઓ ચમકે […]

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે.જ્યારે ભારત 22 થી 30 નવેમ્બર […]

ગેમિંગ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર વાસ્તવિક નાણાં સાથે સંકળાયેલી રમતોને સ્થગિત કરવાનું શરૂ કર્યું

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 સંસદમાંથી પસાર થયા બાદ, ડ્રીમ સ્પોર્ટ્સ, ગેમ્સક્રાફ્ટ, મોબાઈલ પ્રીમિયર લીગ અને ઝુપી સહિત ભારતની અગ્રણી ગેમિંગ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર વાસ્તવિક નાણાં સાથે સંકળાયેલી રમતોને સ્થગિત કરવાનું શરૂ કરી દીધું છે. આ ખરડામાં તમામ ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યાં ખેલાડીઓ નાણાકીય વળતરની […]

ભારતીય મહિલા ક્રિકેટર ગૌહર સુલતાનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર ​​ગૌહર સુલતાનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા સુલતાનાએ કહ્યું, “ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત રહી છે. દરેક વિકેટ, મેદાન પર દરેક ડાઇવ, સાથી ખેલાડીઓ સાથેની દરેક મુલાકાતે મને આ સ્તરનો ક્રિકેટર અને માનવ બનાવવામાં ફાળો આપ્યો છે.” તેણીએ ભારત […]

ભારતે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બે રજત ચંદ્રક જીત્યા

ભારતે ગઈકાલે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ-2025માં બે રજત ચંદ્રક જીત્યા. મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં રીનાએ જ્યારે પ્રિયા મલિક 76 કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો.આ દરમિયાન 2024 કેડેટ વિશ્વ ચેમ્પિયન અને વર્તમાન અંડર-20 એશિયન ચેમ્પિયન કાજલે 72 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેમ્પિયનશિપમાં ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા 5 થઈ છે જેમાં […]

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપઃ ભારતે બે સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક જીત્યા

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતે પાંચ મેડલ જીત્યાં હતા. જેમાં બે સુવર્ણ અને 3 રજત ચંદ્રકનો સમાવેશ થાય છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ગિરીશ ગુપ્તાએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક અને દેવ પ્રતાપે રજત ચંદ્રક જીત્યો છે. ગિરીશે ફાઈનલમાં 241.3 પોઈન્ટ અને દેવ પ્રતાપે 238.6 પોઈન્ટ મેળવ્યા હતા. ભારતે પહેલા દિવસે […]

પુરુષ હોકી એશિયા કપઃ હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમ જાહેર

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં યોજાનાર પુરુષ હોકી એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ જાહેર કરી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની આ 18 સભ્યોની ટીમમાં યુવા તથા અનુભવી ખેલાડીઓનું સારું સંતુલન જોવા મળે છે. મિડફિલ્ડમાં મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ અને હાર્દિક સિંહનો સમાવેશ […]

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ સામે સટ્ટા બેટીંગ એપને પ્રોત્સાહન આપવા મામલે ફરિયાદ નોંધાઈ

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ સામે રમતગમત સંબંધિત ઓનલાઈન ‘જુગાર અને સટ્ટાબાજી’ પ્લેટફોર્મ સાથે જોડાવા અને પ્રોત્સાહન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી મુહમ્મદ ફૈઝે લાહોરમાં નેશનલ સાયબર ક્રાઈમ એજન્સી (NCCIA) માં ફરિયાદ નોંધાવી છે, જેમાં અકરમ સામે જુગાર અને સટ્ટાબાજી એપને પ્રોત્સાહન આપવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફૈઝે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code