1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025નો ખિતાબ નીરજ ચોપડાએ જીત્યો

ભારતના ભાલા ફેંક સ્ટાર અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ 64મી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાનો ખિતાબ જીત્યો. તે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂર (ગોલ્ડ લેવલ) ની એક પ્રતિષ્ઠિત ઘટના હતી. 27 વર્ષીય નીરજ ત્રીજા પ્રયાસમાં 85.29 મીટરના શાનદાર થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. દક્ષિણ આફ્રિકાના ડૌ સ્મિત 84.12 મીટર સાથે બીજા સ્થાને […]

કેપ્ટન શુભમને હાર માટે પંત સહિત આ ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા, જાડેજા અને બાકીના બોલરોની પ્રશંસા કરી

લીડ્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. ઈંગ્લેન્ડની ટીમે બેન ડકેટની સદી અને જેક ક્રોલી અને જો રૂટની અડધી સદીના આધારે પાંચ વિકેટ ગુમાવીને 371 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મેચ પછી, ભારતીય કેપ્ટન શુભમન ગિલે હાર માટે પોતાના ખેલાડીઓને દોષી ઠેરવ્યા. પહેલા તો ગિલે પોતાના ખેલાડીઓની પ્રશંસા કરી, […]

ઓલિમ્પિક મેડલ વિજેતા લલિત ઉપાધ્યાયની આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ

હોકીમાં ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીતનારા લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરતા લલિત ઉપાધ્યાયે લખ્યું કે, “હું આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. આ સફર એક નાના ગામથી શરૂ થઈ હતી, જ્યાં મર્યાદિત સંસાધનો હતા પરંતુ સપનાઓ અમર્યાદિત હતા. સ્ટિંગ ઓપરેશનનો સામનો કરવાથી લઈને ઓલિમ્પિક […]

લીડ્સ ટેસ્ટનો આજે પાંચમો દિવસ, ઇંગ્લેન્ડની ટીમ જીત માટે 350 રનની જરૂર

ઇંગ્લેન્ડમાં લીડ્સના હેડિંગ્લે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એડિસન-તેંડૂલકર ટ્રોફી માટેની પ્રથમ ટેસ્ટ મેચમાં મુકાબલો રોમાંચક બની ચુક્યો છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસે રમત પુરી થતા ઇંગ્લેન્ડે બીજી ઇંનિંગમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ જીતથી 350 રન દૂર છે. જેક ક્રોલી […]

ક્રિકેટમાં ઉંમરમાં છેતરપીંડી મામલે બીસીસીઆઈનો નવો નિયમ

ક્રિકેટની રમતમાં સમયાંતરે ઉંમરની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઉંમરની છેતરપિંડી અટકાવવા માટે ઉંમર ચકાસણી કાર્યક્રમ (AVP) માં ફેરફાર કર્યા છે. આ વર્ષથી, BCCI એવા ખેલાડીઓ માટે બીજા હાડકાના પરીક્ષણની મંજૂરી આપશે જેમના ‘હાડકાની ઉંમર’ નિર્ધારિત મર્યાદાથી વધુ છે. આ ખાતરી કરશે કે કોઈ પણ ખેલાડી વધારાની […]

ભારતીય ટેનિસ ખેલાડી માયા રાજેશ્વરને મહિલા સિંગલનો ખિતાબ જીત્યો

ભારતીય ટેનિસ ખેલાડી માયા રાજેશ્વરને જર્મનીમાં ITF જુનિયર 200 ગ્રેડ ગ્લેડબેક ટેનિસ સ્પર્ધાનો મહિલા સિંગલનો ખિતાબ જીતી લીધો છે. 16 વર્ષીય આ ખેલાડીએ ફાઇનલમાં સ્વિટ્ઝર્લૅન્ડની નોએલિયા મનતાને 6-2, 6-4થી હરાવી હતી. માયાએ અત્યાર સુધીમાં સાત ITF જુનિયર ખિતાબ જીત્યા છે.  

આઈપીએલની કોચી ફ્રેન્ચાઈઝી મામલે બીસીસીઆઈને ઝટકો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મોટો ઝટકો આપતા, બોમ્બે હાઈકોર્ટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝ કોચી ટસ્કર્સ કેરળને રૂ. 538 કરોડ ચૂકવવાના મધ્યસ્થી આદેશને માન્ય રાખ્યો છે. કોર્ટે એક દાયકાથી વધુ સમયથી ચાલી રહેલા IPL ફ્રેન્ચાઇઝ વિવાદમાં મધ્યસ્થી એવોર્ડને પડકારતી BCCI ની અરજીને ફગાવી દીધી છે. BCCI એ 2011 માં એક સીઝન પછી કોચી […]

ક્રિકેટના ઈતિહાસમાં વન-ડે ક્રિકેટમાં આ પાંચ બોલરોએ નાખ્યાં છે સૌથી વધારે બોલ

વર્ષ 1971માં ક્રિકેટ ઇતિહાસમાં પહેલી ODI મેચ રમાઈ હતી. ટેસ્ટ ક્રિકેટની જેમ જ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ODI ફોર્મેટમાં બે મુખ્ય ટીમો તરીકે ઉભરી આવ્યા હતા, પરંતુ ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન જેવી ટીમો ધીમે ધીમે આ રમત પર પ્રભુત્વ જમાવ્યું હતું હવે ODI ક્રિકેટની શરૂઆત થયાને 5 દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ […]

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આજથી થશે.આ સીરીઝને તેંડુલકર અન્ડરસન ટ્રોફી નામ આપવામાં આવ્યુ છે. જેનો પહેલો મુકાબલો હેડિંગ્લેના લીડ્સ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી રમાશે.આ મુકાબલા સાથે બંને ટીમોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપ 2027ની સાઇકલની શરુઆત થશે.ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની 2025-27 સાયકલમાં […]

ઈંગ્લેન્ડના આ પૂર્વ બોલરે બુમરાહની સરખામણી ઓસ્ટ્રેલિયાના બોલર ગ્લેન મેકગ્રાથ સાથે કરી

જસપ્રીત બુમરાહ હાલમાં દુનિયાના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. એકલા બુમરાહમાં જ કોઈપણ મેચનો રસ્તો બદલવાની શક્તિ છે. બુમરાહ હવે 20 જૂનથી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળશે. આ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે તેની ખૂબ પ્રશંસા કરી છે. બ્રોડે આ ભારતીય બોલરની સરખામણી ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાથ સાથે કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code