1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

વેસ્ટઈન્ટીઝના ખેલાડી નિકોલસ પૂરને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પૂરનના અચાનક નિર્ણયથી તેના ચાહકો આશ્ચર્યચકિત થયા છે. ICCએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી. થોડા દિવસો પહેલા જ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારબાદ બીજા એક પ્રખ્યાત વિકેટકીપર-બેટ્સમેનની નિવૃત્તિએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા.નિવૃત્તિની જાહેરાત કરતા, 29 […]

બેંગલુરુમાં ભાગદોડનો મામલે રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પહોંચ્યું હાઈકોર્ટ

બેંગ્લોરઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPL 2025નો ખિતાબ જીત્યા બાદ ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ બાદ RCB સહિત 4 પક્ષો સામે FRI દાખલ કરાઈ છે. હવે આરસીએસપીએલે આ વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે RCB IPL ટીમનું સંચાલન કરે છે. આરસીએસપીએલ અને તેના સીઓઓ રાજેશ વી મેનન તેમની વિરુદ્ધ FIR સામે કોર્ટનો […]

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની પહેલી જ ટેસ્ટમાં બુમરાહ પાસે ઇતિહાસ રચવાની તક

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે, જેની પહેલી મેચમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે ઇતિહાસ રચવાની તક હશે. બંને દેશો વચ્ચે લીડ્સમાં પહેલી ટેસ્ટ રમાશે, જેમાં જસપ્રીત બુમરાહ પોતાની બીજી વિકેટ લેતાની સાથે જ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમનો રેકોર્ડ તોડી નાખશે. વસીમ અકરમે સેના […]

MS ધોનીનો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ

નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ વિકેટકીપર-બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન MS ધોનીનો પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેમના ક્રિકેટ કારકિર્દીમાં વધુ એક ગૌરવશાળી પ્રકરણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે જાહેરાત કરી હતી કે, ધોની આ વર્ષે સન્માનિત થયેલા સાત ક્રિકેટરોમાં સામેલ છે, જેમાં મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા) અને હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) જેવા […]

FIH હોકી પ્રો લીગ:ઈન્ડીયન ટીમ નેધરલેન્ડ્સ સામે વાપસી કરવા માટે કરશે પ્રયત્ન

ભારતીય પુરુષ હોકી ટીમ સોમવારે એમસ્ટેલવીનમાં યોજાનારી FIH હોકી પ્રો લીગ 2024-25 ના યુરોપિયન તબક્કામાં નેધરલેન્ડ્સ સામે વાપસી કરવાનો અને જીતવાનો પ્રયાસ કરશે. શનિવારે વિશ્વની નંબર 1 ટીમ નેધરલેન્ડ્સ સામેની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં ટીમના પ્રદર્શન વિશે વાત કરતા, ભારતીય ટીમના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું, […]

ભારતીય ક્રિકેટ ટીમના આ ખેલાડીઓ ફિલ્ડિંગને લઈને દલીલો કરતા હતા

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા લાંબા સમયથી સાથે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે. જ્યારે રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કારકિર્દી શરૂ કરી હતી, ત્યારે તે પાંચમા કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવતો હતો. જ્યારે ચેતેશ્વર પૂજારા હંમેશા ત્રીજા નંબર પર બેટિંગ કરતો હતો. જ્યારે આ બંને ખેલાડીઓ એક કાર્યક્રમ દરમિયાન સાથે આવ્યા […]

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની રોહિત શર્માના નિર્ણયથી તેના પિતા થયા હતા નારાજ

રોહિત શર્માએ ખુલાસો કર્યો કે પિતા ગુરુનાથ શર્મા ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના તેમના નિર્ણયથી નિરાશ હતા. નિવૃત્તિ પછી પહેલી વાર રમતના સૌથી લાંબા ફોર્મેટ વિશે જાહેરમાં બોલતા, રોહિત શર્માએ કહ્યું, “મારા પિતા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટના ચાહક છે અને તેમને “નવા યુગ”નું ક્રિકેટ પસંદ નથી.” એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન […]

કેન વિલિયમસને ફરી એકવાર ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકારી કાઢ્યો

ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને ફરી એકવાર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સાથેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકારી કાઢ્યો છે અને આવતા મહિને ઝિમ્બાબ્વે સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં તેમનું રમવું શંકાસ્પદ છે. વિલિયમસને ગયા વર્ષે પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો ન હતો જેથી તે T20 અને વિશ્વભરની અન્ય લીગમાં રમવા માટે મુક્ત રહી શકે. તેના બદલે, તેણે ગયા વર્ષે એક અનૌપચારિક […]

IPL-2025ના 5 સ્ટાર ખેલાડી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવાની શકયતા

IPL-2025ની સિઝનમાં કેટલાક અનકેપ્ડ ખેલાડીઓએ ચાહકોને પ્રભાવિત કર્યા. આ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને જોઈને ચાહકોને લાગે છે કે તેમને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી શકે છે. પાંચ અનકેપ્ડ ખેલાડી વૈભવ સૂર્યવંશી: રાજસ્થાન રોયલ્સ માટે રમતા, આ 14 વર્ષના યુવા ખેલાડીએ 296.56 ની સરેરાશથી 252 રન બનાવ્યા. આ દરમિયાન, એક સદી પણ સામેલ હતી. સૂર્યવંશીને […]

વર્ષ 2025માં અત્યાર સુધીમાં રોહિત અને વિરાટ ઉપરાંત આ ક્રિકેટરોએ વિવિધ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

ક્રિકેટ જગત માટે 2025નું વર્ષ અત્યાર સુધી નિવૃત્તિનું વર્ષ સાબિત થયું છે. કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ અને કેટલાક ખેલાડીઓએ ODI ફોર્મેટને અલવિદા કહ્યું છે. ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 વિશ્વકપ જીત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ હતી. જ્યારે તાજેતરમાં જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત અનેક વિસ્ફોટક ક્રિકેટરોએ નિવૃતિની જાહેરાત કરી છે. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code