1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

IPL: ગુજરાત ટાઈટન્સ ફાઈનલની રેસમાંથી બહાર, મુંબઈની 20 રને જીત

ચંદીગઢઃ મુંબઈ ઈન્ડિયન્સને IPL 2025 ના બીજા ક્વોલિફાયર માટે ટિકિટ મળી ગઈ છે. મુંબઈએ એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 12 રનથી હરાવ્યું. આ હાર સાથે, IPL 2025 માં ગુજરાતની સફરનો અંત આવ્યો છે. પહેલા બેટિંગ કરતા, મુંબઈએ રોહિત શર્મા દ્વારા રમાયેલી 81 રનની વિસ્ફોટક ઇનિંગને કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. 229 […]

ઓસ્ટ્રેલિયા પૂર્વ ક્રિકેટર સ્ટીવ વોએ યુવા બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીની કરી પ્રશંસા

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2025 માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. વૈભવ IPL રમનાર સૌથી યુવા બેટ્સમેન છે અને તેણે પોતાની પહેલી જ સિઝનમાં ધમાલ મચાવી હતી. વૈભવની ટીમ ભલે આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ હોય, પરંતુ આ સિઝન વૈભવ માટે યાદગાર રહી છે. ઓસ્ટ્રેલિયન અનુભવી ક્રિકેટર સ્ટીવ વો […]

ચેલ્સીએ યુઈએફએ કોન્ફરન્સ લીગ જીતીને યુરોપિયન ક્લબ ટ્રોફીનો સેટ પૂર્ણ કર્યો

પોલેન્ડના રક્લા સ્ટેડિયમમાં ચેલ્સીએ રીઅલ બેટિસને 4-1થી હરાવ્યું. આ સાથે, ચેલ્સીએ પાંચેય યુરોપિયન ક્લબ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બનીને ઇતિહાસ રચ્યો છે. કોલ પામરના બીજા હાફના શાનદાર પ્રદર્શનથી ચેલ્સીએ આ સિદ્ધિ હાંસલ કરી. યુઈએફએ ચેમ્પિયન્સ લીગમાં બે, યુઈએફએ યુરોપા લીગમાં બે, યુઈએફએ સુપર કપમાં બે અને યુઈએફએ કપ વિનર્સ કપમાં બે જીત પછી ચેલ્સીની આ […]

IPL: RCBએ પંજાબને હરાવી ફાઈનલમાં કર્યો પ્રવેશ, આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે મેચ

મુંબઈઃ IPL ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રાત્રે ચંદીગઢમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 101 રન બનાવ્યા હતા. જવાબમાં, બેંગ્લોરની ટીમે માત્ર 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી […]

આઈપીએલમાં વિરાટ કોહલીએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ

IPL 2025 ની છેલ્લી લીગ મેચમાં લખનૌ સામે RCB ના વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. કિંગ કોહલીએ RCB માટે 9000 રન પૂરા કર્યા છે. તે T20 ક્રિકેટમાં એક ટીમ માટે 9000 રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. T20 ક્રિકેટમાં એક ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી પહેલાથી જ નંબર-1 હતો. પરંતુ હવે […]

IPL: પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે

મુંબઈઃ IPL ક્રિકેટમાં પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. એલિમિનેટર રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સ્પર્ધાની ફાઇનલ ત્રીજી જૂને અમદાવાદમાં રમાશે. આઇપીએલની અંતિમ લીગ મેચમાં બેંગાલુરૂની ટીમે લખનઉને 6 વિકેટે પરાજય આપી પોઇન્ટ ટેબલમાં નંબર-ર નું સ્થાન મેળવી કવોલીફાયર-1 […]

બોલીને નહીં પણ પોતાના બેટથી ટીકાકારોને જવાબ આપવામાં માને છે શ્રેયસ ઐયર

જવાબ બોલીને નહીં પરંતુ પોતાના બેટથી આપવામાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર માને છે. એટલા માટે તે પોતાના કામ દ્વારા પોતાની સામે થતા દરેક અન્યાયનો જવાબ આપી રહ્યો છે. શ્રેયસ ઐયર સાથે થયેલા અન્યાયની યાદી ઘણી લાંબી છે, પરંતુ અત્યાર સુધી તેમણે દરેકનો જવાબ આપ્યો છે. તેણે દર વખતે પવનની દિશા બદલી છે, અને હવે પરિસ્થિતિ […]

રોહિત શર્માની ભલામણને કારણે ટી.દિલીપને ફરીથી બનાવાયા ટીમ ઈન્ડિયાના ફિલ્ડીંગ કોચ

મુંબઈઃ IPL સમાપ્ત થયા પછી ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે અને આ શ્રેણી પહેલા ટીમમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિનો પ્રવેશ થયો છે. આ વ્યક્તિનું નામ ટી. દિલીપ છે, જે ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ છે. ટી. દિલીપનો કરાર સમાપ્ત થઈ ગયો હતો અને તે ટીમ ઈન્ડિયાથી અલગ થઈ ગયો હતો […]

IPL:આવતીકાલથી ક્વોલિફાયર મેચો રમાશે, પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાશે મુકાબલો

મુંબઈઃ આઈપીએલ હવે ધીમે-ધીમે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. દરમિયાન IPL ક્રિકેટમાં ગઈકાલે લખનૌમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 227 રન બનાવ્યા હતા. બેંગ્લોરની ટીમે […]

IPL : લખનૌને હરાવીને આરસીબી પોઈન્ટ ટેબલ ઉપર બીજા ક્રમે પહોંચી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 61 બોલમાં 118 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર રિષભ પંતે કહ્યું કે આ વખતે તે શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો, જે તે અગાઉની મેચોમાં કરી શક્યો ન હતો. જોકે, તેની શાનદાર ઇનિંગ છતાં, લખનૌ સુપર જાયન્ટ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code