1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

આઈપીએલઃ લખનૌ સામેની મેચમાં હૈદરાબાદના ખેલાડી રેડ્ડીએ આઉટ થયા બાદ હેલ્મેટ ફેંકીને ગુસ્સો વ્યક્ત કર્યો

IPL 2025 ની સાતમી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતા. આ મેચ શરૂ થાય તે પહેલાં કોઈએ આ પરિણામ વિશે વિચાર્યું ન હતું. હૈદરાબાદના બેટ્સમેનોના ફોર્મ અને લખનૌની નબળી બોલિંગને જોઈને, દરેક વ્યક્તિ SRH ની જીતની આગાહી કરી રહ્યા હતા, પરંતુ ઋષભ પંતની ટીમે તે બધી અટકળોનો અંત લાવી દીધો હતો. […]

એમએસ ધોનીને હિન્દી અને અંગ્રેજી ઉપરાંત આ ભાષામાં કોમેન્ટ્રી સાંભળવી ગમે છે

ભારતીય ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પ્રાદેશિક ભાષામાં કોમેન્ટ્રીની પહેલની પ્રશંસા કરી છે. તેમણે ભોજપુરી કોમેન્ટ્રીની પ્રશંસા કરી અને તેને “ઊર્જાવાન” ગણાવી હતી. ધોનીએ કહ્યું છે કે ભોજપુરી કોમેન્ટ્રી મને જૂના સમયની રેડિયો કોમેન્ટ્રીની યાદ અપાવે છે. ભોજપુરીએ IPL 2023 દરમિયાન કોમેન્ટ્રી ફીડમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. આ વર્ષે, IPL ની […]

નડિયાદમાં દિવ્યાંગ ક્રિકેટરો માટે વ્હીલ ચૅર ક્રિકેટ મેચ યોજાઈ હતી.

અમદાવાદઃ નડિયાદમાં ડુમરાલ પાસે જે.ડી.પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી. નેક્સેસ ગ્રૂપના ધર્મેશભાઈ પટેલ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગજનો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલ ચૅર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય […]

IPL :સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટે હરાવ્યું

બેંગ્લોરઃ હૈદરાબાદમાં ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું હતું. લખનઉએ 191 રનનો લક્ષ્યાંક માત્ર 16 ઓવર અને એક બોલમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. લખનઉ માટે નિકોલસ પૂરને 70 રન અને મિશેલ માર્શે 52 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે 2 વિકેટ લીધી. આ પહેલા હૈદરાબાદે […]

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. રમાયેલી ક્વોલિફાયર મેચમાં બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ડ્રો થયા બાદ આર્જેન્ટિનાને ટુર્નામેન્ટની ટિકિટ મળી ગઈ છે. હવે લિયોનેલ સ્કેલોનીની ટીમ તેમના આગામી ક્વોલિફાયરમાં બ્રાઝિલનો સામનો કરશે. આ મેચ મંગળવારે બ્યુનોસ એરેસના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. આ મેચ પહેલા જ આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાનું […]

ક્રિકેટના મેદાનમાં વારંવાર અપીલ કરવા મામલે પાકિસ્તાનના કેપ્ટન મુદ્દે શું કહ્યું ઈશાન કિશને જાણો…

મુંબઈઃ ભારતીય ક્રિકેટર ઈશાન કિશન અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, ચૌધરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ઇશાન કિશન સાથેની તેમની વાતચીત ચર્ચાનો વિષય બની છે. કિશને IPL 2025 ની પોતાની પહેલી જ મેચમાં 106 રન બનાવીને જોરદાર સદી ફટકારી હતી. આ વાયરલ વીડિયોમાં, […]

IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને જીત નોંધાવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સ (RR) ને આઠ વિકેટથી હરાવ્યું છે. આ મેચ બુધવારે આસામના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં KKR એ સિઝનની પોતાની પહેલી જીત નોંધાવી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 151/9 રન બનાવ્યા હતા. […]

ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી 4-1થી જીતી

સ્કાય સ્ટેડિયમ ખાતે પાંચમી અને અંતિમ T20 8 વિકેટથી જીતીને ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી 4-1થી જીતી લીધી હતી. જીમી નીશમની પાંચ વિકેટથી ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 128-9 સુધી રોકી દીધું. જવાબમાં, ટિમ સીફર્ટે 38 બોલમાં અણનમ 97 રન બનાવ્યા અને ન્યુઝીલેન્ડને લક્ષ્ય સુધી પહોંચવા માટે ફક્ત દસ ઓવરની જરૂર હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરતા, ન્યુઝીલેન્ડના બોલરોએ […]

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વિનેશ ફોગાડનું  સન્માન કરશે, હરિયાણા કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી કે રાજ્ય સરકારે કુસ્તીમાંથી રાજકારણી બનેલા કોંગ્રેસ ધારાસભ્ય વિનેશ ફોગાટને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જેટલા જ લાભ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજ્યની રમત નીતિ હેઠળ લેવામાં આવ્યો છે. જીંદ જિલ્લાની જુલાના વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિનેશ ફોગાટે તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો […]

IPL 2025: પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી નોંધાવી પોતાની પ્રથમ જીત

અમદાવાદઃ IPL 2025માં, પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને જીત મેળવી છે. આ હાઈ-સ્કોરિંગ મેચ છેલ્લી ઓવર સુધી ખૂબ જ રોમાંચક રહી, જ્યાં દરેક બોલ સાથે રમત બદલાતી દેખાતી હતી, પરંતુ પંજાબના બોલરોએ અંતિમ ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઈટન્સના જડબામાંથી વિજય છીનવી લીધો. પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ ઇનિંગ્સ (97 રન) ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code