1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. મંગળવારે રાત્રે પર્લ રોયલ્સ સામે SA 20 માં MI કેપ ટાઉન તરફથી રમતી વખતે તેણે આ સિદ્ધિ મેળવી છે. તેમણે ડ્યુનિથ વેલ્સને ક્લીન બોલ્ડ કરીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. રાશિદ ખાને ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો છે, જેમણે […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહ ઝડપથી ટીમ ઈન્ડિયામાં સામેલ થાય તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા અંગે અનિશ્ચિતતા છે. હાલમાં, જસપ્રીત બુમરાહ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે. જસપ્રીત બુમરાહની ઈજાનું નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સ્કેન કરવામાં આવ્યું હતું. જોકે, રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી […]

મહિલા પ્રીમિયર લીગઃ ગુજરાત જાયન્ટ્સ ટીમની કમાન ઓસ્ટ્રેલિયાની આ ઓલરાઉન્ડરને સોંપાઈ

ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની આગામી સીઝન માટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એક અગ્રણી વ્યક્તિ, ગાર્ડનરે 2017માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ગાર્ડનર બે વખત, બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ વિજેતા છે અને તેમણે ઓસ્ટ્રેલિયાને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં, સુવર્ણ ચંદ્રક જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે દક્ષિણ આફ્રિકામાં 2023ના […]

આર્યન નેહરાએ 38મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીત્યા

અમદાવાદઃ 38 મી નેશનલ ગેમ્સનું આયોજન તા. 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. હાલ 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ 290 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ 230 ખેલાડીઓ છે […]

હરિયાણા, કર્ણાટક અને આંદામાનના સાયકલ સવારો ટ્રેક સાયકલિંગમાં ચમક્યા

નવી દિલ્હીઃ 38મી રાષ્ટ્રીય રમતો અંતર્ગત શિવાલિક વેલોડ્રોમ, રુદ્રપુર ખાતે ટ્રેક સાયકલિંગ સ્પર્ધાના ત્રીજા દિવસે રોમાંચક મેચો જોવા મળી. દેશભરમાંથી વિવિધ શ્રેણીઓમાં આવેલા સાયકલ સવારોએ તેમની ગતિ, તકનીક અને વ્યૂહરચનાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. હરિયાણાએ મહિલા એલીટ ટીમ પરસુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હરિયાણાની ટીમે મહિલા એલિટ ટીમ પરસુટ (4 કિમી) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. હિમાંશી સિંહ, […]

ક્રિકેટ ઈતિહાસમાં આ ખેલાડીએ ફટકારી છે સૌથી લાંબી સિક્સર, યુવરાજ કે ધોની પણ નથી તોડી શક્યાં રેકોર્ડ

ક્રિકેટની રમતમાં સૌથી લાંબી છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન તો શાહિદ આફ્રિદીના નામે છે, ન તો મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહના નામે. 100 વર્ષ પહેલાં, ક્રિકેટમાં સૌથી લાંબા છગ્ગાનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડની નજીક પણ પહોંચી શક્યું નથી. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબો છગ્ગો 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટ દ્વારા ફટકારવામાં […]

દુનિયામાં ક્રિકેટ સિવાય અન્ય રમતના ખેલાડીઓ પણ કમાય છે વર્ષે કરોડની આવક

વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાં વિરાટ કોહલી અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે. પરંતુ અન્ય રમતોના ખેલાડીઓ ક્રિકેટરો કરતાં ઘણું વધારે કમાય છે. જ્યારથી ફ્રેન્ચાઇઝ ક્રિકેટ શરૂ થયું છે, ત્યારથી આ રમતના ખેલાડીઓની કમાણીમાં પણ વધારો થયો છે. જો આપણે વિરાટ કોહલી પર નજર કરીએ તો તેમની કુલ સંપત્તિ 1,050 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેને […]

ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ ગાંધીનગરમાં સૌ પ્રથમવાર રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. IIT ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 દિવસીય ટુર્નામેન્ટ રમાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરાયું છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓના મેયર્સની […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા આગવા ટ્રેકમાં જોવા મળી

2024નો અંત ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહ્યો હતો, પરંતુ ભારતીય ટીમે 2025 ની શરૂઆત આક્રમક રીતે કરી છે. ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી આ વાતની સાક્ષી છે. વાનખેડે ખાતે ભારતે ઇંગ્લેન્ડને રેકોર્ડ બ્રેકિંગ રીતે હરાવ્યું. આક્રમક ઓપનર અભિષેક શર્માએ ઝડપી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. એવું લાગતું હતું કે અભિષેકની ઇનિંગે ગૌતમ ગંભીરના ભૂતકાળના ઘા રૂઝાવી […]

ભારતીય ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવે તેવી અટકળો

ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે, સૂર્યકુમાર યાદવને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ સૂર્યકુમારને હવે કેપ્ટન પદેથી દૂર કરીને ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code