1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

સ્ટીવ સ્મિથે 37મી ટેસ્ટ સદી ફટકારી, રેકોર્ડ તોડ્યા પણ વિરાટ કોહલીથી હજુ પણ પાછળ

Cricket 07 જાન્યુઆરી 2026: પાંચમી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવીને 518 રન બનાવી લીધા છે. પ્રથમ ઇનિંગમાં તેમની કુલ લીડ 134 રનની છે. મેચના ત્રીજા દિવસે સ્ટીવ સ્મિથે પોતાની ૩૭મી ટેસ્ટ સદી ફટકારી. સ્મિથ 129 રન બનાવીને અણનમ રહ્યો. સ્ટીવ સ્મિથે આ સદી સાથે અનેક રેકોર્ડ […]

સૂર્યાનું ખરાબ ફોર્મ જોઈ પોન્ટિંગ હેરાન: યાદવને આપી ખાસ સલાહ

મેલબોર્ન, 6 જાન્યુઆરી 2026: વચ્ચે થોડા જ દિવસોમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે સૂર્યાના કથળતા ફોર્મ પર આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે તેને આ સંકટમાંથી બહાર આવવા માટે ગુપ્ત મંત્ર આપ્યો છે. વર્ષ 2025 સૂર્યકુમાર યાદવ માટે […]

ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ વતી રમીને શાનદાર વાપસી કરી

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતી વખતે શાનદાર વાપસી કરી. હિમાચલ પ્રદેશ સામે રમાઈ રહેલી મેચમાં તેણે 53 બોલમાં 82 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ સાથે, ઐયરે પોતાની ફિટનેસ અને બેટિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે, […]

હિટમેન સાથે ગેરવર્તણૂક: મુંબઈમાં ચાહકે રોહિત શર્માનો હાથ ખેંચ્યો!

મુંબઈ, 5 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ તેની રમત નહીં પણ તેના ચાહકોનું અશોભનીય વર્તન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બે યુવા ચાહકો રોહિત શર્મા સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રોહિતે ભારે નારાજગી વ્યક્ત કરી […]

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ખટાશ: બાંગ્લાદેશે IPLના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ

ઢાકા, 5 જાન્યુઆરી 2026 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો રાજકીય અને રમતગમતનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની કાર્યકારી સરકારે આગામી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ના પ્રસારણ પર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી […]

ક્રિકેટના ઇતિહાસમાં ચાર રેકોર્ડ એવા જે આજના સમયમાં તોડવા અશક્ય

05 જાન્યુઆરી 2026: ક્રિકેટની દુનિયામાં દર વર્ષે નવા રેકોર્ડ બને છે, અને ઘણા જૂના રેકોર્ડ તૂટે છે. જોકે, કેટલાક રેકોર્ડ એવા છે જે સમય જતાં વધુ મજબૂત બન્યા છે. આ રેકોર્ડ્સ જોઈને એવું લાગે છે કે તેમને તોડવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી, તેમની નજીક પહોંચવાની વાત તો દૂરની છે. ક્રિકેટ ઇતિહાસમાં ચાર એવા મહાન […]

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશ ભારતમાં વર્લ્ડ કપ મેચ નહીં રમે!

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાના વિવાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીબીએ ટીમના ભારત પ્રવાસ ન કરવાના નિર્ણય પાછળ સુરક્ષા […]

VHT 2025-26: હાર્દિક પંડ્યાએ 68 બોલમાં ધમાકેદાર સદી ફટકારી

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: બીસીસીઆઈ ભલે હાર્દિક પંડ્યાને હજુ સુધી વનડે ટીમ માટે તૈયાર ન માને, પરંતુ આ ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં પોતાના પ્રદર્શનથી બતાવી દીધું છે કે તે કેટલો અસરકારક બની શકે છે. બરોડા તરફથી રમતા પંડ્યાએ વિદર્ભ સામે ધમાકેદાર સદી ફટકારી હતી. આ મેચમાં પંડ્યાએ શાનદાર સદી ફટકારી હતી. પંડ્યાની સદીથી બરોડાએ […]

બાબર આઝમની ઓસ્ટ્રેલિયામાં ભારે ટીકા: ગિલક્રિસ્ટે વ્યક્ત કરી નારાજગી

મેલબોર્ન, 3 જાન્યુઆરી 2026: પાકિસ્તાનનો પૂર્વ સુકાની અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL) રમી રહ્યો છે. સિડની સિક્સર્સ તરફથી રમતા બાબરે મેલબોર્ન સ્ટાર્સ સામે અણનમ અર્ધશતક ફટકારી ટીમને જીત અપાવી હતી, પરંતુ તેની ધીમી બેટિંગના કારણે તે ફરી એકવાર દિગ્ગજોના નિશાના પર આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન એડમ […]

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

નવી દિલ્હી 03જાન્યુઆરી 2026: ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઈજામાંથી વાપસી કરી રહેલા શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપ માટે આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી BCCI દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સિનિયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code