1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારતને મળી G20 ની અધ્યક્ષતા, PM મોદીએ કહ્યું કે વિકાસ માટે Data પર વધુ ભાર આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ G-20 શિખર સંમેલનમાં જણાવ્યું કે, “ભારતમાં અમે ડિજીટલ માધ્યમ સુધી લોકો પહોંચે એ માટે પૂરતાં પ્રયત્નો કરી રહ્યાં છીએ, પરંતુ હજી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા માટેની ડિજીટલ ખાઈ હજી ઘણી ઊંડી છે . “ હાલમાં જ ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બુધવારે બાલીમાં આયોજિત શિખર સંમેલનના અંતમાં […]

વોટ્સએપ અને ફેસબુકમાં બે રાજીનામા,ઇન્ડિયા હેડ અને ડિરેક્ટરે કંપની છોડી દીધી

વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ સાથે  ફેસબુકના પબ્લિક પોલિસીના ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ કંપની છોડી દીધી છે.બોસને કોઈપણ દેશ માટે પહેલીવાર વોટ્સએપના વડા બનાવવામાં આવ્યા હતા.તેમને આ પદ વર્ષ 2018માં આપવામાં આવ્યું હતું.તેને ભારતમાં મેસેજિંગ એપની પહોંચ વિસ્તારવાનું અને WhatsApp પેમેન્ટ્સના બિઝનેસને સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું હતું.અગાઉ, બોસ […]

ગ્લોબલ મીડિયા કોંગ્રેસ (GAMC) આજથી ત્રણ દિવસ માટે અબુ ધાબીમાં શરુ થઇ.

દિલ્હી: ગ્લોબલ મીડિયા કૉંગ્રેસ (GMC) નું પહેલું સંસ્કરણ  આજે અબુ ધાબીમાં રાષ્ટ્રપતિ કોર્ટના પ્રધાન શેખ મન્સૂર બિન ઝાયેદ અલ નાહયાન અને નાયબ વડા પ્રધાનના નેજા હેઠળ શરુ થયું. આ કોન્ફરન્સ-કમ-પ્રદર્શન આજથી શરુ કરીને ત્રણ દિવસ સુધી ચાલશે. જેનું આયોજન એમિરેટ્સ ન્યુઝ એજન્સી(ડબલ્યુએએમ)ની ભાગીદારીમાં ADNEC (એડ્નેક)ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ ત્રિ-દિવસીય પ્રદર્શનની થીમ ‘મીડિયા ઇન્ડસ્ટ્રીના […]

ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે ભરશે ઉડાન,જાણો શું છે ખાસિયતો

આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે.દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.3 પે-લોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર […]

આ ફીચરની મદદથી એક સાથે બે ફોનમાં ચાલશે વોટ્સએપ,નંબર વગર પણ કરશે કામ

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે WhatsApp Companion Mode દ્વારા યુઝર્સ એકસાથે ઘણા ડીવાઈસમાં પોતાના WhatsApp એકાઉન્ટને ચલાવી શકશે. આવનારા ફીચરની મદદથી યુઝર્સ પ્રાથમિક સ્માર્ટફોન સિવાય અન્ય સ્માર્ટફોન અથવા ટેબલેટ પર WhatsApp ચલાવી શકે છે. આનો અર્થ એ છે કે જો […]

Twitterએ 8 ડોલર સબસ્ક્રિપ્શન પ્રોગ્રામને સસ્પેન્ડ કર્યા,જાણો આ નિર્ણય પાછળનું કારણ

દિલ્હી:ટ્વિટરે એક મોટો નિર્ણય લેતા હાલમાં 8 ડોલર સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામને સસ્પેન્ડ કર્યા છે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ આ નિર્ણય ફેમસ બ્રાન્ડ્સના ફેક એકાઉન્ટની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લીધો છે. જોકે, ટ્વિટર યુઝર્સ હજુ પણ તેમના એકાઉન્ટને સામાન્ય રીતે ઓપરેટ કરી શકશે. વેબસાઈટ પ્લેટફોર્મર એ સૌથી પહેલા ફેક એકાઉન્ટ વિશે માહિતી આપી હતી.કંપનીએ હાઈ-પ્રોફાઈલ એકાઉન્ટ્સ […]

ડિજીલોકર યુઝર્સ હવે ડિજીટલ રીતે હેલ્થ રેકોર્ડ સ્ટોર કરી શકશે

નવી દિલ્હીઃ ડિજીલોકર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળના અધિકૃત દસ્તાવેજોના વિનિમય પ્લેટફોર્મે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) સાથે તેના બીજા-સ્તરના એકીકરણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ડિજીલોકરના સુરક્ષિત ક્લાઉડ-આધારિત સ્ટોરેજ પ્લેટફોર્મનો ઉપયોગ હવે આરોગ્ય રેકોર્ડ્સ જેમ કે રસીકરણ રેકોર્ડ્સ, ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન્સ, લેબ રિપોર્ટ્સ, હોસ્પિટલ ડિસ્ચાર્જ સમરી વગેરેને સ્ટોર કરવા અને ઍક્સેસ કરવા માટે હેલ્થ લોકર […]

નેશનલ ઈન્ફોર્સમેટિક્સ સેન્ટરમાં નોકરીના નકલી SMS ફરતા થયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નોકરી માટે યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ તાજેતરમાં જ ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન નેશનલ ઈન્ફોર્મેટિકસ સેન્ટરમાં નોકરીની જાહેરાતના નકલી એસએમએસ ફરતા થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સમગ્ર ઘટના અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. […]

એલન મસ્કનો ટ્વિટરને આદેશ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો કરવામાં આવે

એલન મસ્કનો ટ્વિટરને આદેશ એલન મસ્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો કરવા કહ્યું દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલિકી એલન મસ્કન ાહાથમાં આવી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં રહ્યું છે, ટ્વિટરના સીઈઓ સહીત ઘણા કર્મીઓને એલન મસ્કે છટણી કરી ત્યાર બાદ એલન મસ્ક દ્રારા ટ્વિટર પર બ્લૂ ટિક મેળવવા અંગે પેમેન્ટ લાગૂ કરવાનો આદેશ આપ્યો ત્યારે હવે ફરી એક વખતે […]

ટ્વિટર કંપનીમાંથી વધુ એક રાજીનામું,એડ સેલ્સ ચીફ સારા પર્સનેટે આપ્યું રાજીનામું 

દિલ્હી:ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા પછી કંપનીમાં ઉથલપાથલ થઈ ગઈ છે. હવે ટ્વિટરના એડવર્ટાઇઝિંગ અને સેલ્સ વિભાગના વડા સારા પર્સનેટે પણ કંપની સાથેના સંબંધો તોડી નાખ્યા છે.મંગળવારે સારાએ ટ્વીટ કર્યું હતું કે,તેણે ગયા અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. સારાએ પોતાના રાજીનામાનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારથી એલન મસ્ક માઇક્રોબ્લોગિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code