1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દેશના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 પેસેન્જર હોલ્ડિંગ એરિયા વિકસાવાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 પેસેન્જર હોલ્ડિંગ એરિયા વિકસાવવાની યોજનાને મંજૂરી આપી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પેસેન્જર હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં આયોજિત નવા હોલ્ડિંગ વિસ્તારો મોડ્યુલર ડિઝાઇનને અનુસરશે અને સ્થાનિક પરિસ્થિતિઓને […]

મુંબઈમાં ઓડીશનના નામે બોલાવાયેલા 20 બાળકોને બનાવાયા બંધક, આરોપીની ધરપકડ

નવી દિલ્હી: મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સ્ટુડિયોમાં 15 થી 20 બાળકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. આ ઘટના RA સ્ટુડિયોમાં બની હતી, જ્યાં પહેલા માળે એક્ટિંગના ક્લાસ ચાલું હતા. જાણકારી મુજબ, છેલ્લા ચાર-પાંચ દિવસથી અહીં ઓડિશન ચાલી રહ્યા હતા, આજે સવારે પણ 100 બાળકો આવ્યા […]

નિર્મલા સીતારમણ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકની મુલાકાત લેશે

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 સુધી ભૂટાનની સત્તાવાર મુલાકાતે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. કેન્દ્રીય નાણાં મંત્રી આજે મોડી રાત્રે ઐતિહાસિક સાંગચેન ચોએખોર મઠની મુલાકાત સાથે તેમના સત્તાવાર પ્રવાસની શરૂઆત કરશે, જે 1765માં સ્થાપિત અને અદ્યતન બૌદ્ધ અભ્યાસમાં રોકાયેલા 100થી […]

પિયુષ ગોયલે નિકાસ પ્રમોશન પરિષદો અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકની અધ્યક્ષતા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPCs) અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય વિભાગ, મહેસૂલ વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT), નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને વિવિધ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સત્ર દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ […]

નકલી અને હલકી ગુણવત્તાવાળા બીજ અને જંતુનાશકો માટે કડક કાયદા લાવાશે: શિવરાજ સિંહ

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં “રાષ્ટ્રીય FPO કોન્ક્લેવ 2025″નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં 24 રાજ્યો અને 140 જિલ્લાઓના 500થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, FPO, અમલીકરણ એજન્સીઓ (IAs), અને ક્લસ્ટર-આધારિત વ્યાપાર સંગઠનો (CBBOs) એ ભાગ લીધો હતો. મંત્રી શ્રી ચૌહાણે ખેડૂતો, FPO સભ્યો અને ભાગ લેનારા સંગઠનોના પ્રયાસોની પ્રશંસા કરી […]

ચાબહાર બંદર પ્રોજેક્ટ પર અમેરિકાએ ભારતને 6 મહિનાની રાહત આપી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ચાબહાર બંદર પ્રોજેક્ટ પર લાગુ પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની છૂટ આપવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલું તણાવ હવે ઘટતું જણાય છે. રશિયાથી કાચા તેલની ખરીદીના કારણે બંને દેશો વચ્ચે અણબનાવ સર્જાયો હતો, પરંતુ હવે અમેરિકી રાષ્ટ્રપતિ […]

વેસ્ટ બેંકની ઈઝરાયલે કરી કિલ્લેબંધી, એક હજાર જેટલા બેરિયર ઉભા કર્યાં

હમાસ સાથેના યુદ્ધની શરૂઆત બાદ ઈઝરાયલે વેસ્ટ બેંકના શહેરો અને ગામોમાં આશરે એક હજાર જેટલા અવરોધકો (બેરિયર) ઉભા કર્યા છે, જેના કારણે ફલસ્તીની નાગરિકોનું દૈનિક જીવન અને અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે. તેમ ફલસ્તીની સરકારી સંસ્થા “વોલ એન્ડ સેટલમેન્ટ રેઝિસ્ટન્સ કમિશન”એ જણાવ્યું હતું. આ કમિશનના જણાવ્યા મુજબ, 7 ઑક્ટોબર 2023 ના રોજ હમાસના નેતૃત્વ […]

પાકિસ્તાનની સરહદ પાસે ભારતનો સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ની શરૂઆત

નવી દિલ્હી: ભારતે આજે ગુરુવારથી પાકિસ્તાનની સરહદની નજીક તેના અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ ની શરૂઆત કરી છે. આ ટ્રાઈ-સર્વિસ (આર્મી, નૌસેના અને વાયુસેના) અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી આ અભ્યાસ તેની વાસ્તવિક ગતિ પકડશે. આ ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ભારતનો પ્રથમ મોટો સૈન્ય અભ્યાસ છે. ત્રિશૂલ અભ્યાસનો […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંબંધોના આરોપસર બે શિક્ષકોને બરતરફ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આતંકવાદીઓ સાથેના સંભવિત સંબંધોના આરોપોને આધારે રાજ્યના શિક્ષણ વિભાગના બે કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. બરતરફ કરાયેલા બંનેની ઓળખ ગુલામ હુસૈન અને માજિદ ઇકબાલ ડાર તરીકે થઈ છે. બંને શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન પીડીપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આ નિર્ણયની ટીકા કરતાં […]

શ્રેયસ અય્યરની તબિયતમાં સુધારો, સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છકોનો માન્યો આભાર

ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈજામાંથી સ્વસ્થ થવા દરમિયાન તેના શુભેચ્છકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ઐયરને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શ્રેયસ અય્યરે ફિટનેસ અપડેટ આપ્યું છે. શ્રેયસ અય્યરે ગુરુવારે (30 ઓક્ટોબર) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code