યાસીન મલિકે આતંકવાદી હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી : આતંકવાદી અને હાલ ટેરર ફંડિંગ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકના સોગંદનામાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. 25 ઑગસ્ટે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલા એફિડેવીટમાં મલિકે દાવો કર્યો કે તેણે વર્ષ 2006માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સાથે મુલાકાત કરી હતી. […]


