1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ડેવિસ કપ ક્વોલિફાયરમાં ભારતે સ્વિટ્ઝર્લૅન્ડને હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતે પહેલી વાર ડેવિસ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ કર્યો. સુમિત નાગલે વર્લ્ડ ગ્રુપ વન મેચમાં પ્રથમ રિવર્સ સિંગલ્સમાં સ્વિટ્ઝર્લૅન્ડના પ્રતિભાશાળી હેનરી બર્નેટને હરાવીને ભારતને 3-1થી જીત અપાવી. અગાઉ, એન શ્રીરામ બાલાજી અને ઋત્વિક બોલિપ્પલ્લીની જોડી જેકબ પોલ અને ડોમિનિક સ્ટ્રિકર સામે હારી ગઈ હતી, જેનાથી યજમાન ટીમ માટે વાપસીની આશાઓ વધી ગઈ હતી. નાગલે […]

ઝારખંડઃ સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 નામચીન નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ઝારખંડમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. હઝારીબાગ પોલીસ, ગિરિડીહ પોલીસ અને CRPFની કોબરા બટાલિયને આજે સવારે એક અથડામણમાં ત્રણ કુખ્યાત નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આ કાર્યવાહીમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો અને માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય સહદેવ સોરેન, 25 લાખનું ઇનામી નક્સલવાદી રઘુનાથ હેમ્બ્રમ અને 10 લાખનું ઇનામ ધરાવતો બિરસેન […]

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે કેન્દ્ર સરકારે 1500 કરોડ રૂપિયાની સહાય આપી

હિમાચલ ભાજપ પ્રદેશ મહાસચિવ પાયલ વૈદ્યએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે 1,500 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી છે. ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશ એકમ આ નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, જે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં લોકોના પુનર્વસનને સરળ બનાવશે અને રાજ્યના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી […]

હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે

હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે. ગઈકાલે સેમિફાઇનલમાં લક્ષ્યે ચીન-તાઈપેઈના ચૌ-ટીએન-ચેનને 23-21, 22-20થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં લી-શી-ફેંગે ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવને 21-8, 21-19થી પરાજય આપ્યો હતો. આજે પુરુષ ડબલ્સની ફાઇનલમાં ભારતની સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ચીનના લિયાંગ-વેઈ-કેંગ અને વાંગ-ચાંગ જોડી સામે ટકરાશે. […]

મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં આજે ભારત ચીન સામે ટકરાશે

મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં ભારત ચીન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા પાંચ વાગ્યે રમાશે.ગઈકાલે ભારત અને વર્તમાન ચેમ્પિયન જાપાન વચ્ચેની સુપર ફોર મેચ એક-એક ગોલ સાથે ડ્રો રહી. ભારતે સુપર ફોર તબક્કામાં દક્ષિણ કોરિયાને 4-2થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ચીન સાથેની બીજી મેચમાં તેને 4-1થી હારનો સામનો કરવો […]

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે

T-20 એશિયા કપ ક્રિકેટના ગ્રુપ-A મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ બંને ટીમો પહેલી વાર એકબીજા સામે ટકરાશે. આ દરમિયાન શ્રીલંકાએ ગઈકાલે રાત્રે અબુધાબીમાં ગ્રુપ-B મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું. 140 રનના લક્ષ્યાંકના જવાબમાં, શ્રીલંકાએ 14 ઓવર અને ચાર બોલમાં છ વિકેટ ગુમાવીને મેચ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી. ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી […]

લોકસભાના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આજે આંધ્રપ્રદેશના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના તિરુપતિમાં સંસદ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ સમિતિઓના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા અધ્યક્ષ આ પ્રસંગે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મરણિકા પણ બહાર પાડશે. બે દિવસીય આ સંમેલનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ, આંધ્રપ્રદેશ વિધાનસભા પરિષદના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code