1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુએનમાં ઇઝરાયલ-પાકિસ્તાન વચ્ચે તણખા ઝર્યાં : બિન લાદેનનો ઉલ્લેખ થતા પાકિસ્તાન ઉશ્કેરાયું

ન્યૂયોર્કઃ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદ (UNSC)માં ઇઝરાયલ અને પાકિસ્તાન વચ્ચે તીખી નોકઝોક જોવા મળી છે. ઇઝરાયલના પ્રતિનિધિએ પોતાના તાજેતરના દોહા હુમલાને યોગ્ય ઠેરવતા પાકિસ્તાનમાં અમેરિકાએ કરેલા ઓપરેશનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો. આ ઉલ્લેખ થતા જ પાકિસ્તાન ભડકાયું અને ઇઝરાયલ પર કડક પ્રહાર કર્યો હતા. પાકિસ્તાનએ જણાવ્યું કે દેશ કોઈ […]

ભારતની સૌથી મોટી રક્ષા ડીલની તૈયારી : વાયુસેનાને મળશે 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ

નવી દિલ્હીઃ ભારત સરકાર રક્ષા ક્ષેત્રની અત્યારસુધીની સૌથી મોટી ડીલ માટે તૈયારી કરી રહી છે. રક્ષા મંત્રાલયને ભારતીય વાયુસેનાથી 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ લડાકૂ વિમાનોની ખરીદીનો પ્રસ્તાવ મળ્યો છે. આ સોદાની કિંમત બે લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. ખાસ વાત એ છે કે આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની ડસૉ એવિએશન કંપની કરશે, પરંતુ […]

મણિપુરને મળી વિકારની મોટી ભેટ : પીએમ મોદીએ રૂ. 7 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યું

ઇમ્ફાલઃ લાંબા સમયથી જાતિઅહિંસાથી જર્જરિત મણિપુરના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યને વિકાસની ભેટ આપી છે. પીએમ મોદીએ આજે કુલ રૂ. 7 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યું હતું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકજીવનને સરળ બનાવશે, ખાસ કરીને હિલ્સમાં વસતા ટ્રાઈબલ સમાજના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તેમણે ઉમેર્યું કે ખરાબ […]

જામીન અને આરોગતરા જામીન અરજીનો નિકાલ 6 મહિનામાં કરવા દેશની અદાલતોને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરના હાઈકોર્ટો અને નીચલી અદાલતોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જામીન તથા આગોતરા જામીન સંબંધિત અરજીઓનો નિકાલ 6 મહિનાની અંદર કરવામાં આવે. ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની પીઠે સ્પષ્ટ જણાવ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતાના હક સાથે સીધો સંબંધ ધરાવતી આ પ્રકારની અરજીઓને વર્ષો સુધી બાકી રાખી શકાતી નથી. અદાલતે કહ્યું […]

મંદસૌરમાં CM મોહન યાદવના હોટ એર બલૂનમાં લાગી આગ, સીએમનો બચાવ

મંદસૌરઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો આજે એક મોટો અકસ્માત ટળ્યો હતો. શનિવારે તેઓ મંદસૌર ખાતે હોટ એર બલૂન એક્ટિવિટીમાં જોડાયા હતા, ત્યારે તેમના હોટ એર બલૂનમાં અચાનક આગ લાગી હતી. જોકે, સુરક્ષામાં તૈનાત જવાનોએ તાત્કાલિક તેમને બહાર કાઢતા બચાવ થયો હતો. બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. માહિતી મુજબ, મંદસૌરના ગાંધી સાગર […]

રશિયાના પૂર્વી કિનારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

મોસ્કો : યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે આજે વહેલી સવારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાવાળા ભૂકંપના વિસ્તારમાં જ નોંધાયો હતો. આકસ્મિક આંચકાઓ પછી પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ સંભવિત જોખમ પર સતત નજર રાખી રહ્યા છે. હજી સુધી કોઈ જાનહાનિ […]

મિઝોરમને પ્રથમવાર રેલવેની ભેટ, 9,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ

આઇઝોલ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમને ઐતિહાસિક ભેટ આપી છે. આઇઝોલ ખાતે તેમણે 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. ખાસ કરીને મિઝોરમને પહેલી વાર ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડતી બેરાબી-સૈરાંગ રેલ લાઇનનું ઉદ્ઘાટન કરીને રાજ્યને દેશના રેલવે નકશા પર સ્થાન અપાવ્યું છે. આ પગલું મિઝોરમના વિકાસ અને કનેક્ટિવિટીના દ્રષ્ટિકોણે અત્યંત […]

ભારતે UNમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત […]

ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું છે. નેપાળમાં રચાયેલી નવી વચગાળાની સરકાર પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત બંને દેશો અને લોકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સુશીલા […]

ઇંગ્લેન્ડે T20 મેચમાં 300 રનનો આંકડો પાર કરી ઇતિહાસ રચી દીધો

મોડી રાત્રે માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. આ પછી ઇંગ્લેન્ડે 146 રનથી શાનદાર વિજય મેળવ્યો. T20 ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ પૂર્ણ સભ્ય ટીમ સામે 300 રનનો આંકડો પાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code