1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પૂર્વોત્તર પ્રગતિની રાહ જોતો સીમાંત પ્રદેશ નહી, ભારતની વિકાસગાથાનું કેન્દ્રબિંદુ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની એક પોસ્ટ ફરીથી પોસ્ટ કરી, જેમાં કહેવામાં આવ્યું કે ઉત્તરપૂર્વ હવે પ્રગતિની રાહ જોતો સીમાંત પ્રદેશ નથી, પરંતુ ભારતની વિકાસગાથાનું કેન્દ્રબિંદુ બની ગયું છે.શનિવારે, પીએમ મોદી પૂર્વીય રાજ્ય મિઝોરમમાં બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગ રાજ્ય માટે એક ઐતિહાસિક […]

ભારતીય શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 355 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈઃ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર સતત આઠમા દિવસે વધારા સાથે બંધ થયું. બજારમાં સર્વાંગી ખરીદી જોવા મળી. સેન્સેક્સ 355.97 પોઈન્ટ અથવા 0.44 ટકા વધીને 81,904.70 પર અને નિફ્ટી 108.50 પોઈન્ટ અથવા 0.43 ટકા વધીને 25,114 પર બંધ થયો હતો. લાર્જકેપની સાથે, મિડકેપ અને સ્મોલકેપમાં પણ વધારો જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 183.65 પોઈન્ટ […]

પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફનો ઇઝરાયેલ અને ભારત સામે આક્ષેપ કર્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા મહમ્મદ આસિફે કતાર પર થયેલા હુમલાને લઇ ભારતના મિત્ર રાષ્ટ્ર ઇઝરાયેલની કડક ટીકા કરી છે. આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને વિશ્વના અન્ય મુસ્લિમ દેશોને પણ ઇઝરાયેલ વિરુદ્ધ એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મુસ્લિમ દેશોએ પોતાની આર્થિક શક્તિનો ઉપયોગ કરી આ “દુષ્ટ રાષ્ટ્ર” ઇઝરાયેલનો સામનો […]

યુએન સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠકમાં પાકિસ્તાન-ઇઝરાઇલ વચ્ચે “તૂ-તૂ મેં-મેં”

ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠકમાં પાકિસ્તાન અને ઇઝરાઇલના પ્રતિનિધિઓ વચ્ચે કટુ વાદવિવાદ થયો હતો. કતારમાં હમાસના નેતાઓને નિશાન બનાવીને કરાયેલા ઇઝરાયલી હવાઈ હુમલાની પાકિસ્તાને કડક નિંદા કરી અને તેને પ્રાદેશિક સ્થિરતા માટે ખતરો ગણાવ્યો હતો. ઇઝરાયલી પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદ અંગે આઈનો બતાવી આકરા પ્રહાર કર્યાં હતા. આ બેઠકનું આયોજન અલ્જીરિયા, પાકિસ્તાન અને […]

કાશ્મીરમાં સફરજન ઉગાડનારાઓને મોટી રાહત, રેલવે પાર્સલ ટ્રેન શરૂ કરશે

કાશ્મીરમાં સફરજન ઉગાડનારાઓને મોટી રાહત મળવા જઈ રહી છે. ભારતીય રેલ્વે હવે ઘાટીથી જમ્મુ અને દિલ્હીમાં દરરોજ સફરજન મોકલવા માટે પાર્સલ ટ્રેનો ચલાવવા જઈ રહી છે. આ પગલું ખાસ કરીને એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારે વરસાદ અને પૂરને કારણે નેશનલ હાઈ-વે 44 અથવા શ્રીનગર-જમ્મુ હાઇવે લાંબા સમય સુધી બંધ રહ્યો હતો. બે વેગનથી […]

AAP ધારાસભ્ય મેહરાજ મલિકની ધરપકડને લઈને ભાલેશામાં તણાવ, કલમ 163 લાગુ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ ધરપકડ સામે ભાલેસા વિસ્તારમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે BNSS ની કલમ 163 હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધક આદેશો જાળવી રાખ્યા છે. વિરોધ પ્રદર્શનો બાદ, વહીવટીતંત્રે બે કલાકની છૂટ આપી હતી, જેથી સામાન્ય લોકોને આવશ્યક ચીજવસ્તુઓ […]

દોહા પર ઇઝરાઇલના હુમલા બાદ કતાર પહોંચ્યા પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ

દોહા : દોહા પર ઇઝરાઇલના તાજેતરના હુમલા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ કતારની રાજધાની દોહા પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમને કતારના ઉપ વડાપ્રધાન દ્વારા આવકારવામાં આવ્યા હતા. બાદમાં શહબાઝ શરીફે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે કતાર પ્રત્યે પાકિસ્તાનના સમર્થનની પુષ્ટિ કરી અને પ્રાદેશિક […]

છત્તીસગઢના ગારિયાબંધમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 10 નક્સલીઓ ઠાર

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ માર્યા ગયા હતા. નક્સલી સીસી સભ્ય બાલકૃષ્ણ, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, તે પણ આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસપી નિખિલ રાખેચાએ આ વાતની પુષ્ટિ કરી છે. રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગારિયાબંધમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે […]

એશિયા કપ 2025 : ભારત-પાકિસ્તાન મેચના અડધી ટિકિટ પણ ના વેચાતા ACC ચિંતિત

દુબઈ : એશિયા કપ 2025માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચુકી છે, પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ઓછી રહેતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) માટે ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને 14 સપ્ટેમ્બરે થનારી ભારત-પાકિસ્તાનની મહામુકાબલાની મેચથી મોટી અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ આ હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે પણ ફેન્સમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. હાલ સુધી […]

મોરિશિયસના વડા પ્રધાન ડૉ. નવીન ચંદ્ર રામગુલામે અયોધ્યામાં શ્રીરામલલાના દર્શન કર્યા

અયોધ્યા : મોરિશિયસના વડા પ્રધાન ડૉ. નવીન ચંદ્ર રામગુલામે શુક્રવારે તેમના પરિવાર સાથે શ્રીરામજન્મભૂમિ પર બિરાજમાન શ્રીરામલલાના દિવ્ય દર્શન કર્યા હતા. આ અવસરે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને મંદિરના પ્રબંધન સંભાળતા ગોપાલ રાવે વડા પ્રધાન અને તેમની ધર્મપત્નીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાનના પરિવાર સાથે આવેલા પ્રતિનિધિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code