1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતાં પાંચના મોત અને 10થી વધારે લોકો ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી […]

ભારતને ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનું મોદી સરકારનું લક્ષ્ય: માંડવિયા

નવી દિલ્હીઃ યુવા મામલાઓ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ ભારતને વિશ્વના ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનો છે. “અમે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આપેલા વિઝન મુજબ 10 વર્ષ અને 25 વર્ષનો યોજનાગત રોડમેપ તૈયાર કર્યો છે. અમારું લક્ષ્ય ભારતને વિકસિત દેશ બનાવવાનું છે અને સાથે સાથે ભારતને […]

વારાણસીમાં મોરિશિસના વડાપ્રધાને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા

લખનૌઃ ધાર્મિક નગર વારાણસીના ત્રણ દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે શુક્રવારે મોરિશસના પ્રધાનમંત્રી ડૉ. નવિનચંદ્ર રામગુલામે શ્રી કાશી વિશ્વનાથ દરબારમાં દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી રામગુલામે પોતાની પત્ની વીના રામગુલામ સાથે બાબાના પાવન જ્યોતિર્લિંગનું અભિષેક કર્યું. મંદિરમાં આરચકોની દેખરેખ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમણે ષોડશોપચર વિધિથી બાબાનું પૂજન-અર્ચન કરી મોરિશસમાં લોકકલ્યાણની કામના કરી. આ દરમિયાન તેમના […]

કોઈ ફીલિસ્તીન દેશ નહીં હોય, આ અમારી જમીન છેઃ ઈઝરાયલ PM નિતન્યાહૂ

યેરુશલેમ : ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નિતન્યાહૂએ ફિલિસ્તીન અંગે કરેલી મોટી જાહેરાતથી અરબ દેશોમાં નારાજગી ફેલાઈ છે. વેસ્ટ બેંકને ઇઝરાયલની જમીન જાહેર કરતાં નિતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું કે હવે કોઈ ફિલિસ્તીનો રાજ્ય રહેશે નહીં. કબ્જાવાળા વેસ્ટ બેંકમાં યોજાયેલા એક ઇઝરાયલી વસાહત પ્રોજેક્ટના હસ્તાક્ષર સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે, “આ જગ્યા અમારી છે.” નિતન્યાહૂના આ નિવેદનથી ભવિષ્યમાં ફિલિસ્તીન […]

ઇઝરાયેલના યમન અને ગાઝા પર ભીષણ હુમલા, 76ના મોત

યેરુશલેમ : ઇઝરાયેલે યમન અને ગાઝામાં હવાઇ હુમલા ચાલુ રાખ્યા છે. યમનમાંથી મિસાઇલ છોડાયા બાદ ઇઝરાયેલે કરેલા એરસ્ટ્રાઇકમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 130થી વધુ ઘાયલ થયા છે. બીજી તરફ ગાઝામાં છેલ્લા 24 કલાક દરમિયાન કરાયેલા હુમલામાં 41 લોકોના મોત થયા છે. આમ બંને જગ્યાએ મળી કુલ 76ના ભોગ લેવાયા છે. યમનના હુથી શાસિત […]

રાધાકૃષ્ણનના શપથવિધી સમારોહમાં જોવા મળ્યા જગદીપ ધનખડ

નવી દિલ્હી : ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણને શુક્રવારે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિધિવત્ સમારંભમાં 67 વર્ષીય રાધાકૃષ્ણને શપથ અપાવી હતી. લાલ કુર્તામાં આવેલા રાધાકૃષ્ણને ઈશ્વરના નામે અંગ્રેજીમાં શપથ ગ્રહણ કર્યાં હતા. રાધાકૃષ્ણને મંગળવારે સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર બી. સુદર્ષન રેડ્ડીને 152 મતોના અંતરથી હરાવી ચૂંટણી જીતી […]

સી.પી. રાધાકૃષ્ણનએ ઉપરાષ્ટ્રપતિ પદે શપથગ્રહણ કર્યાં

નવી દિલ્હી : સી.પી. રાધાકૃષ્ણને શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિધિવત્ સમારંભમાં 67 વર્ષીય રાધાકૃષ્ણનને શપથ અપાવી હતી. એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણએ  ઇન્ડિ ગઠબંધનના ઉમેદવાર ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ બી. સુદર્શન  રેડ્ડીને 152 મતોના અંતરથી પરાજિત કરી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. ગયા 21 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ […]

મહાઠગ મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સીબીઆઈને સફળતા મળી

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો. […]

પંજાબના ફાઝિલ્કામાં 27 પિસ્તોલ અને 470 જીવતા કારતુસનો જથ્થો ઝડપાયોવ

નવી દિલ્હીઃ પંજાબના ફાઝિલ્કામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 27 પિસ્તોલ અને 470 જીવંત કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 2 સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા અને પંજાબમાં ગુનાહિત ગેંગ દ્વારા […]

ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે રૂ. 1200 કરોડની કેન્દ્રની જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. નરેન્દ્ર મોદીએ પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને સ્વસ્થ થવામાં મદદ કરવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code