ભારતીય વાયુસેનાને મળશે બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન, બીકાનેર એરબેસ પર થશે તૈનાત
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાને આવતા મહિને, એટલે કે ઓક્ટોબર 2025માં, બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન મળશે. હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)ના સૂત્રો અનુસાર, વિમાનોની ડિલિવરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જોકે, આ ડિલિવરી લગભગ બે વર્ષના વિલંબ બાદ થઈ રહી છે. HALના અધિકારીઓએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેજસ Mk-1Aના અનેક ફાયરિંગ ટેસ્ટ હાથ ધરાશે. […]


