1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતીય રેલવેની આર્થિક સ્થિતિ સારી, મુસાફરોને વધુ સબસિડી આપે છે: કેન્દ્રીય રેલવે મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે મુસાફરોને સસ્તા ભાડામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાની સાથે વૈશ્વિક સ્તરે પણ એક અલગ ઓળખ બનાવી […]

ભારત અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા થયા સંમત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા, વણવપરાયેલી સંભાવનાઓને સાકાર કરવા અને સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસમાં યોગદાન આપવા સંમત થયા હતા. આ દ્વિપક્ષીય બેઠક પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, બંને નેતાઓએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સતત વેપાર અને રોકાણ વૃદ્ધિનું સ્વાગત કર્યું […]

નાગપુરમાં પોલીસે 10 વિસ્તારોમાં કર્ફ્યુ કર્યો જાહેર, ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓએઆ માહિતી આપતા જણાવ્યું કે, કોટવાલી, ગણેશપેઠ, લાકડાગંજ, પચપૌલી, શાંતિ નગર, સક્કરદરા, નંદનવન, ઇમામબારા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર કુમાર સિંઘલે એક આદેશ જારી કરીને કહ્યું […]

નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

મુંબઈઃ રાત્રે નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયાના પણ અહેવાલ છે. માહિતી અનુસાર, આ હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ નાગપુરમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. તે દરમિયાન, […]

ગાઝામાં ઇઝરાયલનો સૌથી મોટો હવાઈ હુમલો, 66 લોકો માર્યા ગયા

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્તારમાં હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ થયા પછી ગાઝામાં ઇઝરાયલના આ સૌથી મોટા હુમલા છે. […]

ટોરેન્ટ ગ્રુપે ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરી

અમદાવાદ : આરોગ્યસંભાળ અને ઉર્જા ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવતું જૂથ, ટોરેન્ટ ગ્રુપ (“ટોરેન્ટ”) એ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (“BCCI”) સહિત તમામ જરૂરી સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ, ઇરેલિયા કંપની પી.ટી.ઈ. લિમિટેડ (“ઇરેલિયા”) પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સ (ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) માં 67% બહુમતી હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી […]

લો બોલો, સાઈબર ઠગ સાથે જ યુવાને કરી છેતરપીંડી

સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં, સ્કેમર્સ ઘણીવાર લોકોને છેતરે છે, પરંતુ કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે છેતરપિંડી કરનારને જ છેતર્યો છે. છેતરપિંડી કરનારે સરકારી અધિકારી તરીકેની ઓખળ આપીને યુવકનો સંપર્ક કર્યો હતો. તેણે ખોટા કેસનો ઉકેલ લાવવા માટે યુવક પાસેથી 16 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવકે પોતાની હોશિયારી બતાવી અને છેતરપિંડી […]

પાકિસ્તાનમાં વધુ એક કુખ્યાત આતંકવાદીને અજ્ઞાત વ્યકિતોએ ગોળીથી વીંધી નાખ્યો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી અજ્ઞાનશખ્સો દ્વારા આતંકવાદીઓને ઠાર મારવાની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન પાકિસ્તાનના ક્વેટામાં અજ્ઞાન વ્યક્તિઓએ વધુ એક આતંકવાદી મુફ્તી અબ્દુલ બાકીની ગોળીમારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના આતંકવાદી અને જમીયત ઉલેમા એ ઈસ્લામના નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝઈની ક્વેટામાં ગોળીમારીને […]

ભારત અને ન્યુઝીલેન્ડએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન દિલ્હીમાં બંને દેશો વચ્ચે થયેલા અનેક કરારોના સાક્ષી બન્યા હતા. ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, “હું પીએમ લક્સન અને તેમના મંત્રીમંડળનું ભારતમાં સ્વાગત કરું છું… પીએમ લક્સન ભારત સાથે જોડાયેલા છે. અમે જોયું કે તેમણે તાજેતરમાં હોળી કેવી રીતે […]

ચંદ્રયાન-5 મિશનને મંજુરી અપાઈ, ચંદ્રની સપાટીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે

નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ વી. નારાયણને જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશન ચંદ્રની સપાટીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને આ વખતે પહેલા કરતા ઘણો ભારે રોવર ચંદ્ર પર મોકલવામાં આવશે. તેમણે આ માહિતી સન્માન સમારોહમાં આપી હતી જ્યાં તેમને ISROના વડા તરીકે કાર્યભાર સંભાળવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code