1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

તેલંગાણાઃ ભાજપ સમર્થિત ઉમેદવારે MLC ચૂંટણી જીતી

તેલંગાણા વિધાન પરિષદના શિક્ષક મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર જીત્યા અને અન્ય શિક્ષક મતવિસ્તારમાંથી એક અપક્ષ ઉમેદવાર વિજયી બન્યો હતો. ભાજપ સમર્થિત મલકા કોમરૈયા મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર શિક્ષક મતવિસ્તારમાંથી જીત્યા અને અપક્ષ ઉમેદવાર શ્રીપાલ રેડ્ડી પિંગિલીએ વારંગલ-ખમ્મામ-નાલગોંડા શિક્ષક મતવિસ્તારમાંથી જીત મેળવી. ત્રણ વિધાન પરિષદ બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ હેઠળ બેલેટ પેપર દ્વારા મતદાન […]

પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર 2025 માટે નામાંકન પ્રક્રિયા શરૂ

નવી દિલ્હીઃ યોગના પ્રચાર અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરવા માટે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો 2025 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પુરસ્કાર એવા લોકોને ઓળખે છે જેમણે યોગ પ્રત્યે સમર્પણ અને તેના વૈશ્વિક પ્રચારમાં યોગદાન આપ્યું છે. આ પુરસ્કારો એવા વ્યક્તિઓ અને સંગઠનોને આપવામાં આવશે જેમણે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય […]

સુરતઃ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હીરા ઉદ્યોગમાં ભારે ચિંતા

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિર્ણય લઈ રહ્યા છે, ત્યારે ટ્રમ્પે 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હાહાકાર મચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગેની વાત કરતા જણાવ્યું હતુ કે, ભારત અમારા પર 100 ટકા કરતા વધુ ટેરિફ વસૂલે છે, જેથી હવે અમે રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય […]

રાજસ્થાનઃ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. 8 માર્ચે રાજ્ય સરકારે રાજસ્થાનમાં મહિલાઓ માટે રોડવેઝ બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. રોડવેઝના ચેરપર્સન શુભ્રા સિંહના નિર્દેશમા આ જાહેરાત કરવામાં આવી હતી. રોડવેઝના મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે મફત મુસાફરીની સુવિધા 8 માર્ચની મધ્યરાત્રિથી રાત્રે 11:59 વાગ્યા […]

કેન્દ્રિય કેબિનેટે પશુ ઔષધિ યોજનાને આપી મંજૂરી, પશુપાલકોને મળશે સસ્તી દવાઓ

નવી દિલ્હીઃ મોદી સરકાર સમગ્ર દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સતત કામ કરી રહી છે. હવે આ દિશામાં વધુ એક પગલું ભર્યું છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે રૂ. 3,880 કરોડના પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમમાં ફેરફારોને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ, પશુપાલન ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી જેનરિક વેટરનરી […]

વિશ્વના કયા દેશો વિવિધ પ્રકારના ટેરિફ લાદે છે, તેમની વચ્ચે શું તફાવત છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનથી વિશ્વમાં વેપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી 100 ટકાથી વધુ ટેરિફ વસૂલે છે. અમે પણ આવતા મહિનાથી આ કરવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક દેશમાંથી આયાત પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છે. […]

મુખ્યમંત્રી યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 11 સેકેન્ડનો વિડિયો વાયરલ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો વીડિયો વાયરલ થયો છે. 11 સેકન્ડના વીડિયોને ધ્યાનમાં લઈને અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સીઓ પ્રદીપ કુમાર ત્રિપાઠીએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અભિષેક કુમાર દુબેએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે સનાતન ધર્મ સર્વોપરી નામના વોટ્સએપ ગ્રુપ સાથે […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે, માત્ર 36 મિનિટમાં 9 કલાકની મુસાફરી

કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામના રેન્જ પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી. નિર્ણય વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટનો મોટો ફાયદો એ થશે કે હાલમાં જે મુસાફરીમાં 8-9 કલાકનો સમય લાગે છે તે તેના નિર્માણ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000 થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન

મુન્દ્રા : આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(૦૮ માર્ચ, ૨૦૨૫) પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં ૧,૦૦૦ થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન કરવામાં આવ્યું. અદાણી ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે અથાક પ્રયાસ કરી રહ્યું છે. મહિલાઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની તકો પૂરી પાડીને ફાઉન્ડેશન તેમની સામાજિક-આર્થિક સ્થિતિ તેમજ નાણાકીય […]

દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધોઃ મનજિદરસિંહ સિરસા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા છે. પંજાબમાં કેજરીવાલના આગમન બાદ હવે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધો છે. કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, અરવિંદ કેજરીવાલ વિપશ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code