1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રીની સોનાની દાણચોરીના આરોપ સબબ ધરપકડ કરાઈ

બેંગ્લોરઃ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની સોનાની દાણચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ અભિનેત્રી પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ રાત્રે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી સોનાની દાણચોરીના આરોપમાં તેની ધરપકડ કરી હતી. અભિનેત્રી પર 14.8 કિલો સોનું રાખવાનો આરોપ હતો. તેણીને ન્યાયાધીશ […]

જે કોઈ અમારી ઉપર વધુ ટેક્સ લાદશે, અમે તેમના પર એટલો જ ટેરિફ લાદીશુઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોને અમેરિકન આયાત પર ઊંચા ટેરિફ લાદનારા દેશોની યાદીમાં સામેલ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે કોઈપણ દેશ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે તેમની સામે પણ એ જ ટેરિફ લાદવાના છીએ. અમે આ માટે 2 એપ્રિલની તારીખ નક્કી […]

ચિત્રકુટમાં પીકઅપ વાહન અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ચિત્રકુટ જિલ્લામાં પિકઅપ વાહન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી છની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  ચિત્રકૂટ જિલ્લામાં, એક ડમ્પરે મજૂરોને લઈ જઈ રહેલા પિકઅપ ટ્રકને ટક્કર મારતા સર્જાયેલા […]

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પાસીઘાટ પરિસરે બીપીઆરડીના સહયોગથી નવા ક્રિમિનલ લૉ એન્ડ જેલ વેલફેર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કર્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) પાસીઘાટ કેમ્પસે ગર્વભેર તેના નવા ફોજદારી કાયદા અને જેલ કલ્યાણ તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જે જેલ વહીવટ અને કેદીઓના કલ્યાણને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD)ના ડાયરેક્ટર જનરલ આઇપીએસ રાજીવ કુમાર શર્મા વર્ચ્યુઅલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. […]

અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદને સંયુક્ત સત્રમાં સંબોધિત કરતી વખતે પોતાની પીઠ થપથપાવી અને કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ સરકાર કરી શકી નથી. ટ્રમ્પે કહ્યું કે, “6 અઠવાડિયા પહેલા, હું આ કેપિટોલના ગુંબજ નીચે ઊભો હતો […]

અમેરિકાઃ ટ્રમ્પ વિશે નિવેદન કરવા મામલે ડેમોક્રેટિક સાંસદ અલ ગ્રીનને હાઉસ ચેમ્બરમાંથી બહાર કાઢી મુકાયા

ડેમોક્રેટિક સાંસદ અલ ગ્રીનને હાઉસ ચેમ્બરમાંથી બહાર કાઢી મુકાયા હતા. તેઓ પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતમાં બોલ્યા અને કહ્યું કે, તમારી પાસે જનાદેશ નથી. વારંવાર ચેતવણી આપવા છતાં, તેઓએ ટ્રમ્પના ભાષણમાં વિક્ષેપ પાડવાનું ચાલુ રાખ્યું. આ પછી, સ્પીકર માઈન જોહ્ન્સને તેમને બહાર કાઢવા આદેશ આપ્યો હતો. જ્યારે ટ્રમ્પે ભાષણ આપ્યું, ત્યારે ઓછામાં ઓછા […]

ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમશે

મુંબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પ્રવેશી ગયું છે. સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ 84 રન, કેએલ રાહુલે 42 રન અને હાર્દિક પંડ્યાના 28 રનની ઇનિંગની મદદથી ભારતે જીતાળ્યું. હવે ભારત બીજી સેમિફાઈનલમાં વિજયી થનાર ટીમ સામે આગામી 9મી માર્ચના રોજ દુબાઈમાં ફાઈનલ […]

ભારતીય યુદ્ધ જહાજ ‘INS કુઠાર’ શ્રીલંકા પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ‘INS કુઠાર’ આ દિવસોમાં શ્રીલંકામાં છે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો, ખાસ કરીને દરિયાઈ સંબંધોને મજબૂત બનાવવાનો છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘INS કુથાર’ હિંદ મહાસાગર ક્ષેત્રમાં મિશન તૈનાત પર છે અને હાલમાં શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી ગયું છે.આ પછી, બંને દેશોના નૌકાદળના અધિકારીઓ મળ્યા. […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરને મળ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા અને લોકો વચ્ચેના આદાનપ્રદાનને વધારવા અંગે ચર્ચા કરી. બેઠક પછી, જયશંકરે મંગળવારે X પર એક પોસ્ટમાં કહ્યું, “આજે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરને […]

ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 73,300ના સ્તરથી ઉપર

મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો વધારા સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે 9.31 કલાકે, સેન્સેક્સ 358.34 પોઈન્ટ વધીને 73,348.27 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 106.40 પોઈન્ટ વધીને 22,189.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંક 147.80 પોઈન્ટ વધીને 48,393 પર બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code