1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જયપુરની હોસ્પિટલમાં આગની ઘટના અંગે ઉચ્ચસ્તરિય તપાસના આદેશ અપાય

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં લાગેલી આગની તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઘટનાની વિગતવાર તપાસ કરવા માટે મેડિકલ વિભાગના કમિશનર ઇકબાલ ખાનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સમિતિમાં અધિક નિયામક (હોસ્પિટલ વહીવટ, રાજસ્થાન મેસ) મુકેશ કુમાર મીણા, મુખ્ય ઈજનેર ચંદન સિંહ મીણા, મુખ્ય ઈજનેર અજય માથુર, […]

રાજસ્થાનના જયપુરની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 6 દર્દીનાં મોત

ઉદેપુરઃ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના ICUમાં રવિવારે મોડી રાત્રે આગ લાગવાથી 6 દર્દીઓના મોત થયા છે અને 5ની હાલત ગંભીર છે. ઘટનાની માહિતી મળતાં મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હોસ્પિટલના ઈન્ચાર્જ જગદીશ મોદીએ IANS ને જણાવ્યું હતું કે એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અચાનક લાગેલી આગ એકથી […]

તમિલનાડુના માછીમારો પર શ્રીલંકાના ચાંચિયાઓનો હુમલો, એક ગંભીર

ચેન્નાઈઃ તમિલનાડુના નાગપટ્ટીનમ જિલ્લાના નામ્બિયાર નગર માછીમારી ગામના અગિયાર માછીમારો પર શ્રીલંકાના ચાંચિયાઓએ હુમલો કર્યો. આ ચોંકાવનારી ઘટના ત્યારે બની જ્યારે માછીમારો રાબેતા મુજબ તેમની બોટમાં માછીમારી કરવા ગયા હતા. હુમલો કરાયેલા માછીમારોની ઓળખ શશી કુમાર, ઉદયશંકર, શિવશંકર, કિરુબા, કમલેશ, વિગ્નેશ, વિમલ, સુબ્રમણ્યમ, તિરુમુરુગન, મુરુગન અને અરુણ તરીકે થઈ છે. હુમલાખોરોએ માછીમારો પર તીક્ષ્ણ દાતરડા, લોખંડના સળિયા […]

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે, તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે […]

હિમાચલ પ્રદેશમાં હવામાનમાં પલટો, ઊંચા શિખરો પર હિમવર્ષા, ઘણા જિલ્લાઓમાં એલર્ટ

હિમાચલ પ્રદેશમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રવિવાર (૫ ઓક્ટોબર) સવારથી રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં મોસમની પહેલી બરફવર્ષા થઈ છે. લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, કુલ્લુ અને કાંગડાના ઊંચા શિખરો પર બરફ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડી વધી રહી છે. શિમલામાં પણ સવારથી […]

દાર્જિલિંગમાં ભૂસ્ખલન અને ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 14ના મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે દાર્જિલિંગમાં એક મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ગુમ છે. અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. વ્યાપક નુકસાનના કારણે સમગ્ર ઉત્તર બંગાળનું જનજીવન […]

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે ભારત આવશે

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે ભારત આવશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવ ઓક્ટોબરે મુંબઈમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્ટારમર વિઝન 2035ને અનુરૂપ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર પ્રગતિની સમીક્ષા કરશે. આ વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, […]

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 18 ચંદ્રકો જીત્યા

નવી દિલ્હીમાં 2025 વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે છ સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ 18 ચંદ્રક જીત્યા છે. એકતા ભયાને મહિલા ક્લબ થ્રો F-51 સ્પર્ધામાં રજત ચંદ્રક અને સોમન રાણાએ પુરુષોની શોટ પુટ F-57 સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા સ્પર્ધામાં T-64 કાંસ્ય ચંદ્રક જીત્યો. સ્પર્ધા આજે […]

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. DLS પદ્ધતિ દ્વારા શ્રીલંકાને 59 રનથી હરાવીને ભારતની મહિલા ટીમે પોતાની પહેલી મેચ જીતી હતી. બીજી તરફ, પાકિસ્તાનને ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટથી હારનો સામનો કરવો […]

કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકાસિત ભારત બિલ્ડાથોન 2025 પર ચર્ચા થઈ હતી, જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ, સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code