1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત 23 સુવર્ણ ચંદ્રક, 8 રજત અને 10 કાંસ્ય સહિત કુલ 42 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને

કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં ભારત 23 સુવર્ણ ચંદ્રક, 08 રજત અને 10 કાંસ્ય સહિત કુલ 42 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં સિનિયર, જુનિયર અને યુથ કેટેગરીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. સિનિયર કેટેગરીમાં, ઇલાવેનિલ વાલારિવન અને અર્જુન બાબુતાએ ફાઇનલમાં ચીનને 11 સામે 17 પોઇન્ટથી હરાવ્યું. […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ અજાણ્યા પ્રદેશો માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહસ્યોથી ભરેલા છે. ગઈકાલે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશમાં મોદીએ કહ્યું કે, ભારત ચંદ્ર અને મંગળ પર પહોંચી ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક […]

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ICC ODI વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ શરૂ કરી

ICC મેન્સ ODI વર્લ્ડ કપની આગામી આવૃત્તિ 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ મેગા ઇવેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ICC ODI વર્લ્ડ કપ 2027 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ODI વર્લ્ડ કપનું આગામી સંસ્કરણ 2027 માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના […]

અવકાશ ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અભૂતપૂર્વ : જીતેન્દ્ર સિંહ

દેશ બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી. જે ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાને સમર્પિત છે. આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને ISROના અધ્યક્ષ ડૉ. વી. […]

ભુની ટોલ પ્લાઝા પર સૈન્ય કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ NHAI એ કરાર રદ કર્યો

NH-709A ના મેરઠ-કરનાલ વિભાગ પર ભુની ટોલ પ્લાઝા પર તૈનાત ટોલ સ્ટાફ દ્વારા સૈન્ય કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ NHAI એ કરાર રદ કર્યો છે અને ટોલ કલેક્શન એજન્સીને એક વર્ષ માટે બિડમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી છે. આ ઉપરાંત, NHAI એ ટોલ કલેક્શન એજન્સી પર રૂ. 20 લાખનો દંડ લાદ્યો છે અને એજન્સીની કામગીરી […]

ભારત માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે માનક બ્યુરોની કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ – BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દેખરેખ દરમિયાન, BISને જાણવા મળ્યું છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મિન્ત્રા, […]

કચ્છ: સરહદી વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ ઝડપાયા, માછીમારીની સામગ્રી જપ્ત

ભુજ: કચ્છના સરહદી વિસ્તારમાંથી ૧૫ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. સરહદી ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળે સફળ ઓપરેશન હાથ ધરીને ૧૫ પાકિસ્તાનીને માછીમારી બોટ સાથે ઝડપી પાડ્યા હતા બોટમાંથી માછીમારી માટેની જાળ,બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હતો તે સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મોડી રાત્રે આ તમામને કોટેશ્વર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. […]

ફિજીના પ્રધાનમંત્રી સિટિવેની લિગામામાદા રાબુકા ત્રણ દિવસની ભારતની મુલાકાતે

ફિજીના પ્રધાનમંત્રી સિટેની લિગામામાદા રાબુકા આજથી ત્રણ દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની સુલુએતી રાબુકા પણ રહેશે. પીએમ રાબુકા સાથે આવનાર પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવાઓ મંત્રી, રતુ એન્ટોનિયો લાલાબાલાવુ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી રાબુકાની આ ભારતની પ્રથમ મુલાકાત છે. પીએમ […]

ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરતની મુલાકાતે,ઉદ્યોગપતિઓને ઝિમ્બાબ્વેમાં રોકાણ કરવા અપીલ

ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ જનરલ (નિવૃત્ત) ડૉ. સીજીડીએન ચિવેંગા દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એસજીસીસીઆઈ)ના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે સુરત પહોંચ્યા. તેમની સાથે ઝિમ્બાબ્વેના કેબિનેટ સભ્યો રાજ મોદી, માફીદી મનાંગગ્વા, રાજદૂત સ્ટેલા ન્કોમો અને ટોચના સચિવાલયનું પ્રતિનિધિમંડળ પણ હતું. આ મુલાકાતનો હેતુ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાનો હતો. સુરતના […]

ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં છે. પીએમ મોદીએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code