1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

VLCC લિમિટેડને કૂલસ્કલ્પ્ટિંગ પર ગેરમાર્ગે દોરતી ચરબી ઘટાડવાની જાહેરાતો કરવા બદલ ₹3 લાખનો દંડ ફટરાયો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ VLCC લિમિટેડ પર ₹3 લાખનો દંડ ફટકાર્યો છે જે US-FDA માન્ય CoolSculpting પ્રક્રિયા/મશીનનો ઉપયોગ કરીને ચરબી ઘટાડવા અને સ્લિમિંગ સારવાર અંગે ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કરવામાં આવ્યો છે. અગાઉ, CCPA એ કૂલસ્કલ્પ્ટિંગ સારવાર પર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કાયા લિમિટેડ પર ₹3 લાખનો દંડ પણ […]

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં ટપાલ સેવાઓનું કામચલાઉ સસ્પેન્શન

નવી દિલ્હીઃ પોસ્ટ વિભાગે 30 જુલાઈ, 2025 ના રોજ યુ.એસ. વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ એક્ઝિક્યુટિવ ઓર્ડર નંબર 14324 ની નોંધ લીધી છે, જે હેઠળ 29 ઓગસ્ટ, 2025 થી 800 ડોલર સુધીના માલ માટે ડ્યુટી-ફ્રી ડી મિનિમિસ મુક્તિ પાછી ખેંચી લેવામાં આવશે. પરિણામે, યુએસએ માટે નિર્ધારિત તમામ આંતરરાષ્ટ્રીય ટપાલ વસ્તુઓ, તેમના મૂલ્યને ધ્યાનમાં લીધા વિના, દેશ-વિશિષ્ટ […]

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનલ (LTT) પર ટ્રેનના ટોયલેટમાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળ્યો

મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુશી નગર એક્સપ્રેસ (ટ્રેન નંબર 22537) ના એસી કોચ B2 ના બાથરૂમમાં કચરાપેટીમાંથી ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાના સમાચાર મળતાં ટ્રેનમાં હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી અનુસાર, કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી. આ ટ્રેન અહીંથી પાછી […]

નર્સે પાતાનો જીવ જોખમમાં મૂકી વહેતા પાણીના નાળાને કૂદીને પોતાની ફરજ પર પહોંચી

કુદરતી આફતની વચ્ચે, જ્યાં લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ખચકાટ અનુભવે છે, ત્યાં હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ચૌહરઘાટીની એક મહિલા આરોગ્ય કાર્યકરએ પોતાની ફરજથી પાછળ ન હટીને સમાજની સાચી સેવાનું ઉદાહરણ બેસાડ્યું છે. કમલા નામની મહિલા 2 મહિનાના બાળકને રસી આપવા માટે ગઈ હતી. પરંતુ રસ્તામાં આવેલ પુલ વાદળ ફાટવાના કારણે ધોવાઈ ગયો હતો. […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સશસ્ત્ર સીમા બળ- અલવર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષામાં તાલીમ મુદ્દે MoU થયાં

રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ માટે સમર્પિત અગ્રણી રાષ્ટ્રીય યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) અલવરએ સમજૂતી કરાર (MOU) અને માન્યતા અને જોડાણ પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતના સુરક્ષા ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ અને શૈક્ષણિક સહયોગના વિકાસમાં એક નવો અધ્યાય ખોલે છે. હાલમાં SSB, અલવર ખાતે તાલીમ લઈ રહેલા 900થી વધુ […]

INS તમાલે ગ્રીસના સઉદા ખાડી પોર્ટની મુલાકાત પૂર્ણ કરી

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલ ભારતમાં તેના હોમ બેઝ તરફ જતી વખતે 19-22 ઓગસ્ટ 2025 દરમિયાન ગ્રીસના સઉદા ખાડી ખાતે રોકાણ કર્યું હતું. આ બંદર મુલાકાત દરમિયાન, જહાજના ક્રૂએ હેલેનિક નેવી અને નાટો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં 19 ઓગસ્ટ 2025ના રોજ કમાન્ડિંગ ઓફિસર દ્વારા સઉદા ખાડી નેવલ બેઝના બેઝ […]

ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું છે કે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી અદ્યતન ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, અને ટૂંક સમયમાં ગગનયાન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી સમયમાં, ભારત પોતાનું અવકાશ મથક બનાવશે. એક વિડિઓ સંદેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે વૈજ્ઞાનિકો અને તમામ યુવાનો સહિત અવકાશ ક્ષેત્ર […]

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

કોચી : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રીશ્રી શ્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું પગલું […]

પંજાબના હોશિયારપુરમાં LPG ટેન્કરમાં વિસ્ફોટ, બે લોકોના મોત અને ઘણા ઘાયલ

પંજાબના હોશિયારપુર-જલંધર હાઇવે પર મંડિયાલા ગામ નજીક એલપીજી ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોશિયારપુર સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી. પંજાબના સીએમ ભગવંત માને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. […]

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ, સુરસાવ ડેમમાં હોડી પલટી જતા 10 લોકો તણાયા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ઘણા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને રસ્તાનો સંપર્ક ખોરવાઈ ગયો છે. દરમિયાન, સુરવાલ ડેમમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં ભારે પ્રવાહમાં એક હોડી પલટી જતાં 10 લોકો પાણીમાં તણાઈ ગયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code