1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વાટાઘાટો થશે

નવી દિલ્હીઃ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ માર્કોસને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ વચ્ચે આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો યોજાશે. વિદેશ મંત્રી […]

NDA ના નેતાઓની સંસદીય પક્ષની બેઠક મળી, ઓપરેશન સિંદૂર મામલે PM મોદીનું સન્માન કરાયું

નવી દિલ્હીઃ NDA માં સમાવિષ્ટ પક્ષોના નેતાઓએ આજે સંસદીય પક્ષની બેઠક દરમિયાન PM મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું છે. સંસદના ચોમાસા સત્ર દરમિયાન NDA પક્ષોના નેતાઓની આ પહેલી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે […]

ઓવેલ ટેસ્ટ ભારતે ઈંગ્લેન્ડ સામે છ રનથી ટેસ્ટ જીતી, ટસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી

ભારતે ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ છ રનથી જીતી લીધી છે. ભારતે 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ઇંગ્લિશ ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.. પાંચમા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર હતી અને ભારતને ચાર વિકેટની જરૂર હતી. સિરાજે આજે ત્રણ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. […]

ભારતમાં પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની GST ચોરી પકડાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય GST ક્ષેત્ર અધિકારીઓએ નાણાકીય વર્ષ 2024-25 સુધીના છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 7.08 લાખ કરોડ રૂપિયાની કરચોરી શોધી કાઢી છે, જેમાં લગભગ 1.79 લાખ કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડીનો સમાવેશ થાય છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ સંબંધિત ડેટા શેર કર્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ફક્ત […]

મોદી સરકારના 10 વર્ષના શાસનમાં 17 કરોડ યુવાનોને નોકરી-રોજગારી પુરી પડાઈઃ માંડવિયા

નવી દિલ્હી:  કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં 10 વર્ષમાં 17 કરોડથી વધુ યુવાનોને નોકરીઓ અને રોજગાર મળ્યો છે, જ્યારે વિકાસિત ભારત રોજગાર યોજના હેઠળ પાંચ વર્ષમાં ચાર કરોડથી વધુ નોકરીઓ બનાવવાની યોજના છે. તેમણે ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રુચિ વીરાના […]

MOILએ FY26માં જુલાઈમાં અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન હાંસલ કર્યું

નવી દિલ્હીઃ પ્રતિકૂળ હવામાન હોવા છતાં, MOILએ જુલાઈ 2025માં 1.45 લાખ ટન મેંગેનીઝ ઓરનું ઉત્પાદન હાંસલ કર્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળા (વર્ષ-દર-વર્ષ) કરતા 12%ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. ભારે વરસાદ છતાં, MOILએ એપ્રિલ-જુલાઈ 2025 દરમિયાન મજબૂત કાર્યકારી ગતિ દર્શાવી, જેમાં 6.47 લાખ ટન ઉત્પાદન (વર્ષ-દર-વર્ષ 7.8% વૃદ્ધિ), 5.01 લાખ ટન વેચાણ (ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 10.7% વધુ) અને 43,215 મીટર સંશોધન ડ્રિલિંગ (ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 11.4% વધુ) થયું. ચેરમેન અને મેનેજિંગ […]

બિહારના ભાગલપુરમાં પાણી ભરેલા ઉંડા ખાડામાં વાહન ખાબકતા પાંચના મોત

ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં પાણી ભરેલા ઉંડા ખાડામાં વાહન પલટી જતાં પાંચ લોકોના મોત થયા છે. બધા મૃતકો 25 વર્ષ સુધીના યુવાનો હોવાનું કહેવાય છે. મૃતકોમાં 14 વર્ષનો કિશોર પણ સામેલ છે. આ અકસ્માત મધ્યરાત્રિએ થયો હતો, જ્યારે અજયબીનાથ ધામથી શ્રદ્ધાળુઓને લઈ જતું વાહન પાણીથી ભરેલા ખાડામાં પલટી ગયું હતું. માહિતી […]

લખનૌઃ નક્લી દસ્તાવેજ અને છેતરપીંડી કેસમાં મુખ્તાર અંસારીના પુત્ર ઉમરની ધરપકડ

લખનૌ: ઉત્તર પ્રદેશની ગાઝીપુર પોલીસે ભૂતપૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીની લખનૌથી ધરપકડ કરી છે. ઉમરને લખનૌના દારૂલશફા સ્થિત ધારાસભ્ય નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમ તેને ગાઝીપુર લઈ ગઈ હતી. ઉમર અંસારી વિરુદ્ધ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં નકલી દસ્તાવેજો તૈયાર કરવાનો અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં, ગાઝીપુર […]

સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં આઠ વ્યક્તિઓને ફાંસી અપાઈ

સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજાની સંખ્યા ફરી એકવાર દુનિયાના ધ્યાન પર આવી છે. સાઉદી સરકારે એક જ દિવસમાં આઠ લોકોને ફાંસી આપી, જેમાંથી સાત વિદેશી નાગરિકો હતા. આમાં ચાર સોમાલિયા અને ત્રણ ઇથોપિયન નાગરિકોનો સમાવેશ થાય છે. તે બધા પર હશીશની દાણચોરીનો આરોપ હતો. જ્યારે, આઠમાં કેસ આરોપી સાઉદી નાગરિકનો હતો, જેને તેની માતાની હત્યા બદલ […]

ભારતની જમીન ઉપર ચીનના કબજા મુદ્દે નિવેદન કરનાર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે કર્યાં અણીયારા સવાલો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારત-ચીન તણાવ પર કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઠપકો આપ્યો છે. રાહુલે 2022 ની ભારત જોડો યાત્રા દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે રાહુલને ઠપકો આપ્યો હતો, તેમજ સુપ્રીમ કોર્ટે હાલમાં લખનૌમાં ચાલી રહેલા કેસ પર સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code