1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

CAG દ્વારા દિલ્હી જલ બોર્ડનું ઓડિટ કરાવવાની સૂચના,કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ

દિલ્હી: રાજધાની દિલ્હી જલ બોર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડનું કેગ દ્વારા ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કેજરીવાલ સરકાર છેલ્લા 15 વર્ષનું CAG ઓડિટ કરાવશે. પાણી બોર્ડમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષના […]

અયોધ્યાના ભવ્ય રામ મંદિરના પૂજારીઓ માટેની તાલીમનો આજથી આરંભ

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે આતુરતાથી આ મંદોરની રાહ જોવાઈ રહી છે ત્યારે આજ રોજ બુધવારથી રામ લલા મંદિરના આર્ચક  પદ માટે પસંદ કરાયેલા 20 ઉમેદવારોની તાલીમ શરૂ કરવામાં આવી છે .   રામલલા માટે અર્ચકોની નિમણૂક માટે તેની સત્તાવાર વેબસાઇટ પર સૂચના જારી કરી હતી. રામલલા પ્રતિષ્ઠા સમારોહ અને ભવિષ્યમાં […]

ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં 4 ભારતીયો,નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત યાદીમાં સામેલ

દિલ્હી:નાણામંત્રી નિર્મલા સીતારમણે ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેણી 32મા ક્રમે છે, જેમાં યુએસના ઉપપ્રમુખ કમલા હેરિસ અને ગાયિકા ટેલર સ્વિફ્ટનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે – HCL કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા (રેન્ક 60), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા […]

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસના આરોપીઑની તસવીર આવી સામે

દિલ્હી: કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના આરોપી બંને શૂટરોની ઓળખ થઈ ગઈ છે. પોલીસ આ બે શૂટરોને શોધવામાં વ્યસ્ત છે. બે શૂટરમાંથી એકનું નામ રોહિત રાઠોડ અને બીજાનું નામ નીતિન ફૌજી છે. જે સ્કૂટર પર આરોપી ગોગામેડીની હત્યા કરવા આવ્યો હતો તે સ્કૂટર પણ પોલીસે કબજે કર્યું છે. મંગળવારે બે હુમલાખોરોએ સુખદેવ સિંહ […]

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. સુત્રોના […]

ક્રિકેટર દિપક ચહરના પિતા બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા બાદ ચહર નું નિવેદન, ‘આફ્રિકા જશે કે નહીં તે નિર્ણય બાદમાં લેશે પેહલા પુત્રની ફરજ નિભાવશે ‘

લખનૌ – ભારતીય ટીમના જાણીતા ખિલાડી દિપક ચહરના પીતાને બ્રેન સ્ટ્રોક આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે ,દીપકના પિતા લોકેન્દ્ર ચહરને તાજેતરમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને મિત્રરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર છે. તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બરે ભારતીય ટીમ તેની પ્રથમ T-20 મેચ દક્ષિણ આફ્રિકા સામે […]

ચક્રવાત ‘મિચોંગ’ અને વરસાદને કારણે તમિલનાડુમાં ભારે નુકસાન,રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂ. 5000 કરોડની વચગાળાની સહાયની માંગ કરી

ચેન્નાઈ:  તમિલનાડુ સરકારે ચેન્નાઈ અને રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓમાં અવિરત વરસાદથી નુકસાન પામેલા લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ અને રાહત આપવા માટે રૂ. 5,000 કરોડની વચગાળાની કેન્દ્રીય સહાયની માંગ કરી છે. આ મુદ્દો લોકસભામાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ અને સંસદીય દળના નેતા ટીઆર બાલુએ ઉઠાવ્યો હતો અને રાજ્યસભામાં તિરુચી શિવાએ મદદ માંગી હતી.આ સિવાય ડીએમકે સાંસદ […]

કોલકાતામાં દર લાખની વસ્તી દીઠ કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા ઘટી

દિલ્હી – ભારતના અનેક શહેરો સુરક્ષિત સાહેરોની યાદીમાં આવે છે જો કે દિલ્હી અને મુંબઇને પછાડીને 3 વર્ષમાં સતત ત્રીજી વખાણ વેસ્ટ બેનગીલનઉઈ શહેર કોલકલ સૌથી સુરક્ષિત શહેર સાબિત થયું છે . આ બાબત  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રેપોરમાં રજૂ કરવામાં આવી છે .  આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોલકાતા સતત ત્રીજા વર્ષે ભારતમાં […]

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ધમકી , વીડિયો જાહેર કર્યો અને સંસદ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી

દિલ્હી – ખલિસ્ટની આતંકી પન્નું અવાર નવાર ભારતને ધમકી આપતો જોવા મળે છે આ પેહલા પણ અનેક ધમકી વિડિયો શેર કરીને તેને આપી છે ત્યારે ફરી એક વખત તેને ભારત ને ધમકી અપી હોવાનો વિડિયો સામે આવ્યો છે . પ્રાપ્ત માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code