દિલ્હી – ખલિસ્ટની આતંકી પન્નું અવાર નવાર ભારતને ધમકી આપતો જોવા મળે છે આ પેહલા પણ અનેક ધમકી વિડિયો શેર કરીને તેને આપી છે ત્યારે ફરી એક વખત તેને ભારત ને ધમકી અપી હોવાનો વિડિયો સામે આવ્યો છે .
પ્રાપ્ત માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુએ વીડિયોમાં કહ્યું કે મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું. હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ.
ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો. પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે ભારતીય એજન્સીઓએ તેમની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી અને તેમના હુમલાના આયોજનના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે.

