1. Home
  2. ગુજરાતી
  3. ક્રિકેટર દિપક ચહરના પિતા બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા બાદ ચહર નું નિવેદન, ‘આફ્રિકા જશે કે નહીં તે નિર્ણય બાદમાં લેશે પેહલા પુત્રની ફરજ નિભાવશે ‘
ક્રિકેટર દિપક ચહરના પિતા બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા બાદ ચહર નું નિવેદન,  ‘આફ્રિકા જશે કે નહીં તે નિર્ણય બાદમાં લેશે પેહલા પુત્રની ફરજ નિભાવશે ‘

ક્રિકેટર દિપક ચહરના પિતા બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા બાદ ચહર નું નિવેદન, ‘આફ્રિકા જશે કે નહીં તે નિર્ણય બાદમાં લેશે પેહલા પુત્રની ફરજ નિભાવશે ‘

0
Social Share

લખનૌ – ભારતીય ટીમના જાણીતા ખિલાડી દિપક ચહરના પીતાને બ્રેન સ્ટ્રોક આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે ,દીપકના પિતા લોકેન્દ્ર ચહરને તાજેતરમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને મિત્રરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર છે. તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બરે ભારતીય ટીમ તેની પ્રથમ T-20 મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.

ભારતીય ટીમના ક્રિકેટર દીપક ચહરે કહ્યું છે કે તે પછી નિર્ણય લેશે કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જવું કે નહીં. હમણાં માટે, તે રમત રમતા પહેલા તેની ફરજો નિભાવશે.
પોતાના પિતાની સંભાળ લઈ રહેલા દીપક ચહરના વીડિયો કોલ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી અને તેમને પ્રોત્સાહિત કર્યા.
વિતેલા દિવસનેમંગળવારે દીપક ચહરે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે  તેણે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ સરઅને પસંદગીકારો સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે જ્યાં સુધી પિતાની તબિયત ખતરાની બહાર નહીં થાય ત્યાં સુધી તેઓ પ્રેક્ટિસ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે. પપ્પાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

આ સહિત હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર વાર્શ્નેએ જણાવ્યું કે 2 ડિસેમ્બરના રોજ દીપકના પિતા લોકેન્દ્ર ચહરને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ અલીગઢ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. તેની તબિયત સુધરી રહી છે. તેમને ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ સતહેવ જ કહવામાં આવ્યું છે કે ચહરના પીતાને  તેને બે-ત્રણ દિવસમાં રજા મળી શકે છે. પિતાની ખરાબ તબિયતના સમાચાર સાંભળતા જ દીપક ચાહર 3 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણીની છેલ્લી મેચ છોડીને અલીગઢ આવ્યો હતો

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code