1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગુજરાતઃ GSTની આવકમાં નોંધપાત્ર વધારો, આંકડો 6702 કરોડ ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. જુલાઇ-2025માં ગુજરાત GST હેઠળ 6,702 કરોડની આવક થઈ છે. જે જુલાઈ 2024માં થયેલી આવક 5837 કરોડ કરતા 15 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ GST આવકમાં 8 ટકાનો ગ્રોથ રહ્યો છે. ગુજરાત રાજ્યને જુલાઈ 2025માં વેટ હેઠળ 2620 કરોડની આવક થઈ છે. વિદ્યુત […]

મુંબઈઃ રિઝર્વ બેંકએ બે બેંકોના મર્જરને મંજુરી આપી, ખાતેદારોને મળશે વધુ સારી સુવિધા

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મુંબઈ સ્થિત બે સહકારી બેંકો, ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડના સ્વૈચ્છિક વિલીનીકરણને મંજૂરી આપી છે. આ વિલીનીકરણ 4 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. આ વિલીનીકરણ પછી, ન્યુ ઈન્ડિયા બેંકની બધી શાખાઓ હવે સારસ્વત બેંકની શાખાઓ તરીકે કાર્ય કરશે. ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક થોડા […]

પીએમ કિસાન યોજના હેઠળ PM મોદીએ 20મો હપ્તો જાહેર કર્યો, 9.7 કરોડ ખેડૂતોના ખાતમાં રકમ ટ્રાન્સફર કરાઈ

વારાણસીઃ દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના બનૌલી ગામથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (પીએમ કિસાન) યોજનાનો 20મો હપ્તો જાહેર કર્યો છે. આ પ્રસંગે, દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ₹20,500 કરોડની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019 માં શરૂ કરાયેલ, આ કેન્દ્ર સરકારની યોજના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે કરી અપીલ

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે વારાણસીના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં, બનૌલીમાં જાહેર સભા સ્થળના મંચ પરથી, તેમણે કાશી સાથેના તેમના જોડાણનો ઉલ્લેખ કર્યો અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા માટે બાબા વિશ્વનાથનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો […]

ઓસ્ટ્રેલિયા: બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કરાયો

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો છે. કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી, પણ 37 ટકા કિશોરો યુ-ટ્યુબનું નુકસાનકારક કન્ટેન્ટ જોતાં હોવાનો સર્વે પ્રસિધ્ધ થયા બાદ તેનાં પર પ્રતિબંધ […]

પાકિસ્તાનમાં લાહોર નજીક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાં: 30 મુસાફરો ઘાયલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લાહોર નજીક એક ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 મુસાફરો ઘાયલ થયા હતા. પાકિસ્તાન રેલવેના જણાવ્યા અનુસાર લાહોરથી રાવલપિંડી જઈ રહેલી ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા ગઈકાલે સાંજે શેખુપુરાના કાલા શાહ કાકૂ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્લામાબાદ એક્સપ્રેસ અકસ્માત ત્યારે થયો […]

આયર્લેન્ડમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારતીય દૂતાવાસે માર્ગદર્શિકા જારી કરી

નવી દિલ્હીઃ ભારતીય દૂતાવાસે આયર્લેન્ડમાં તાજેતરમાં ભારતીય નાગરિકો પર હુમલાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા જારી કરી છે. ડબલિન સ્થિત ભારતીય દૂતાવાસે આયર્લેન્ડમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વ્યક્તિગત સલામતી માટે યોગ્ય સાવચેતી રાખવા અને નિર્જન વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. આ સંદર્ભમાં દૂતાવાસ આયર્લેન્ડના સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે. વિદેશની ધરતી પર ભારતીયો અવારનવાર […]

ભારતઃ 73 ભીડભાડવાળા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સ્ટેશન નિદેશક તૈનાત કરાશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 73 ભીડભાડવાળા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સ્ટેશન નિદેશક તૈનાત કરવામાં આવશે, જેઓ તહેવારો દરમિયાન સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે તાત્કાલિક નિર્ણયો લઈ શકશે. ગઈકાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોની બહાર કાયમી હોલ્ડિંગ એરિયા અને પહોળા ફૂટઓવર બ્રિજ બનાવીને ભીડ વ્યવસ્થાપનમાં […]

હિંદ મહાસાગર ક્ષેત્રની આસપાસના દેશો સાથે ભારતના મજબૂત રાજકીય સંબંધો: વિદેશ રાજ્યમંત્રી

નવી દિલ્હીઃ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું છે કે હિંદ મહાસાગર ક્ષેત્રની આસપાસના દેશો સાથે ભારતના મજબૂત રાજકીય સંબંધો છે અને તેમની સાથે વેપાર અને રોકાણ સંબંધો વધારવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ દેશો સાથે વિકાસ યોજનાઓ અને માળખાગત સહકાર પ્રગતિમાં છે અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ ચાલુ છે. ગઈકાલે લોકસભામાં એક […]

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 14599 આંગણવાડી કમ ઘોડિયાઘરને મંજૂરી આપી

નવી દિલ્હીઃ કામ કરતી માતાઓના બાળકો માટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના (RGNCS) 1 જાન્યુઆરી 2006થી કેન્દ્રીય ક્ષેત્ર યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય ઘોડિયાઘર ભંડોળને કાર્યકારી/બીમાર મહિલાઓના બાળકો માટે ઘોડિયાઘર માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સહાય યોજના સાથે મર્જ કરવામાં આવ્યું હતું. આ યોજના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ (CSWB) અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code