1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઇને ચોથા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. મહત્વનું છે કે 13મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યોની 96 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 8, બિહાર 5, ઝારખંડ અને […]

અરવિંદ કેજરિવાલ સીએમ ઓફિસ અને સચિવાલય નહીં જઈ શકે, જામીનની શરત

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્ર4ગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરિવારને આજે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં છે. કોર્ટે કેટલીક શરતોને આધારે જામીન આપ્યાં છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું કે, આપના સંયોજકને 2 જૂનના રોજ આત્મસમર્પણ કરવાનું રહેશે […]

ભારતની લોકસભા ચૂંટણીને બાધિત કરવાનો અમેરિકાનો પ્રયાસ, રશિયાએ કર્યો આક્ષેપ

અમદાવાદઃ ભારતની લોકસભા ચૂંટણીને લઈ રશિયાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. રશિયાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનો ઉદ્દેશ્ય ભારતની રાજકીય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાનો છે. આ અંગે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, અમારી માહિતી અનુસાર, વોશિંગ્ટને હજુ સુધી પન્નુ નામની વ્યક્તિની હત્યાના કાવતરામાં ભારતીય […]

ચૂંટણી પ્રચાર માટે જેલમાંથી બહાર આવશે કેજરિવાલ, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 7મી મેના રોજ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ઓગસ્ટ 2022માં EDના ECIR બાદ કેજરીવાલ […]

હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ધર્મના આધારે આરક્ષણ નહીં થવા દઉઃ વડાપ્રધાન

પૂણેઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચ્યા હતા. પીએમએ જનતાને સંબોધિત કરતા કહ્યું કે, અનામત બચાવવા માટે મોદી મહાન યજ્ઞ કરી રહ્યા છે. જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી હું ધર્મના આધારે એસસી, એસટી અને ઓબીસીને એક ટકો પણ અનામત નહીં આપવા દઉં. આરક્ષણને કોઈ સ્પર્શી શકશે નહીં. હું […]

માલદિવ્સના વિદેશમંત્રીએ કહ્યું તેમના મંત્રીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની સરકારનું વલણ નથી, કાર્યવાહી કરી છે

ભારતે ગુરુવારે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેક્ટ્સ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે. આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરેગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી […]

‘કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓ માટે ડિફેન્ડર બની ગઈ’, મણિશંકર ઐયરના નિવેદન પર ભાજપના પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પ્રેમ દર્શાવતું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, કોંગ્રેસ પાકિસ્તાનનું પીઆર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓને બચાવી રહી છે. મણિશંકર ઐયર અને સામ […]

ઓવૈસીને ચેલેન્જ ફેંકનાર નવનીત રાણાની શું છે રાજકીય પ્રોફાઇલ, કેવી રહી છે એક્ટ્રેસથી રાજનેતા સુધીની સફર ?

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે રાજકીય પક્ષો અને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ભાષણબાજીની પણ હદ વટાવી રહી છે. બીજેપી ઉમેદવાર નવનીત રાણાએ પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેના પર દિલ્હીથી હૈદરાબાદ સુધી રાજકારણ શરૂ થયું હતું. ‘માત્ર 15 સેકન્ડ’ વિશે વાત કરીને, નવનીત રાણાએ એએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન […]

શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બિહારમાં પ્રચાર માટે નથી સમય, ઇન્ડિયા ગઠબંધન વતી તેજસ્વી યાદવની ઝંઝાવાતી રેલીઓ

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ બિહારમાં 40માંથી 9 સીટો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો બિહારમાં પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે સમય કાઢી શકતા નથી. આ કારણોસર બિહારમાં કોંગ્રેસના ઉમેદવારો તેમના ચૂંટણી પ્રચાર માટે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને વીઆઈપી વડા મુકેશ સાહની પર […]

લોકસભા ચૂંટણીઃ સંતરામપુરના પરથમપુરા મતદાન બુથ પર 11 મેએ ફરી મતદાન થશે

અમદાવાદઃ દાહોદ લોકસભા બેઠકમાં આવેલા મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલા પરથમપુરા મતદાન બુથનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં નેતાના પુત્રએ બુથ કેપ્ચરીંગ કર્યું હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ બુથ કેપ્ચરીંગના વીડિયો મામલે પોલીસે કાર્યવાહી કરી છે. સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ કરાયો હતો.. નોંધનીય છે કે આ બૂથ ઉપરથી વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code