1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવશે, બે દિવસમાં અડધો ડઝન સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો ચૂંટણી તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીને હવે એક સપ્તાહથી ઓછો સમય બાકી રહ્યો છે. 7મી મેને મંગળવારના રોજ ચૂંટણી યોજાશે. એટલે રવિવારે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે, એટલે ચૂંટણી પ્રચારના ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન પહેલાં PM મોદીએ BJPના ઉમેદવારોને પત્ર લખ્યા

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યો છે. પીએમ મોદીએ અમિત […]

અમદાવાદઃ અમિત શાહના બોગસ વીડિયો કેસમાં જીગ્નેશ મેવાણીના PAની ધરપકડ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બોગસ વીડિયો કેસમાં અમદાવાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ તથા આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. જીગ્નેશ મેવાણીના પીએ સહિત બે વ્યક્તિઓની ધરપકડને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાંચે જીગ્નેશ મેવાણીના પીએ સતીશ વંસોલા […]

દરેક ખેતર અને દરેક ઘરને પાણી આપવું એ મારા જીવનનું એક મોટું મિશનઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમહારાષ્ટ્ર અને તેલંગાણાના ચૂંટણી પ્રવાસે છે. દરમિયાન મહારાષ્ટ્રના માધામાં ચૂંટણી રેલીને સંબોધિ હતી. આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે પેન્ડિંગ 100 પ્રોજેક્ટ્સમાંથી અમે 63 […]

ખેડબ્રહ્મા : પ્રિસાઈડિંગ ઓફિસર નશામા પકડાતા ફરિયાદ નોંધાઈ

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ચૂંટણી પંચના અધિકારીઓ-કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બન્યાં છે. દરમિયાન ખેડબ્રહ્મામાં ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર દારૂના નશામાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણીને લઈ […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

લોકસભા ચૂંટણીઃ રાજનાથસિંહે રોડ-શો યોજીને લખનૌ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના […]

લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક […]

લોકસભા ચૂંટણીઃ સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ફોર્મ પરત ખેંચ્યું

ભોપાલઃ દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમજ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ભાજપના ઉમેદવાર શંકર લાલવાની સામે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની […]

EVM કઇ રીતે ચૂંટણીના પરિણામોને ચોક્કસ રીતે પ્રતિબબિંત કરે છે ? જાણો કઇ રીતે થાય છે કાઉન્ટિંગ

લોકસભા ચૂંટણી માટેના મતદાનની વચ્ચે સુપ્રીમ કોર્ટ VVPAT સાથે EVM મારફત પડેલા મતોના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી નામંજુર કરી ચૂકી છે… આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની અરજી પણ ફગાવી દેવાઇ ચૂકી છે.. ત્યારે સવાલ એ થાય છે ઇવીએમમાં મતગણતરી કઇ રીતે થતી હોય છે.. અને શું એ ભરોસાપાત્ર છે કે નહીં.. ચાલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code