1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ […]

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ અપાશે કે નહીં ? શું છે ભાજપની મુંઝવણ ?

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ આપશે કે નહીં તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બનેલો છે, કારણ કે પાર્ટીએ હજુ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. અને પાર્ટીએ કોઈ સંકેત પણ આપ્યો નથી. દરમિયાન પક્ષના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા જાતીય સતામણીના […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

દેશના મંદિરો અને મઠો ઉપર કોંગ્રેસની નજરઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કા માટે જોરદાર પ્રચાર અને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. છત્તીસગઢના કાંકેરમાં એક જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “હમણાં જ કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં છે કારણ કે પીએમ મોદીએ તેમના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવાયું છે કે, દરેકની સંપત્તિનો સર્વે કરવામાં આવશે. અમિત શાહે […]

ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે જ ભારત આવવાની માંગ કરશેઃ રાજનાથ સિંહ

ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ પહોંચ્યા હતા. PoK ભારતનું હતું, છે અને હંમેશા રહેશેઃ રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ચૂંટણી […]

કોંગ્રેસ પાસે નથી કોઈ નીતિ, નિયત અને નેતાઃ અમિત શાહ

ભીલવાડાઃ શારપુર જિલ્લાના શકરગઢ ગામમાં શનિવારે ભીલવાડા સંસદીય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં ભાજપની ચૂંટણી મહાસંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનની તમામ બેઠકો ઉપર ભાજપ જીતી રહ્યું છે જેમાં કોઈ શંકા નથી. ભીલવાડા મતદાન વિસ્તારમાં જંગી લીડ સાથે ભાજપા […]

ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code