1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

UPI આધારિત ડિજીટલ પેમેન્ટસ ઉપર નહીં લાગે ટ્રાન્ઝેક્શન ફી

કેન્દ્ર સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) આધારિત ડિજિટલ પેમેન્ટ્સ પર કોઈપણ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ નિવેદન ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા અને વપરાશકર્તાઓ માટે તેને સસ્તું રાખવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે, “પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 […]

અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટી પહેલ, રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનને કેન્દ્રએ આપી મંજૂરી

કેન્દ્ર સરકારે અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટી પહેલ કરીને 6003.65 કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન (NQM) ને મંજૂરી આપી છે. આ મિશનનો સમયગાળો આઠ વર્ષનો રાખવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં ક્વોન્ટમ કમ્યુનિકેશન, ક્વોન્ટમ સેન્સિંગ અને મેટ્રોલોજી અને ક્વોન્ટમ મટિરિયલ્સ અને ડિવાઇસીસના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ મહત્વપૂર્ણ માહિતી કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર […]

ભારતની 2.14 લાખથી વધુ ગ્રામ પંચાયતો ડિજિટલી સેવાઓથી સજ્જ બની

નવી દિલ્હીઃ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે, દેશમાં ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ 2,14,325 ગ્રામ પંચાયતો (GPs)ને ડિજિટલી જોડવામાં આવી છે, એમ સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું. સરકાર દૂરના ગામડાઓમાં 4G સેવાઓ પૂરી પાડવા માટે 26,316 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ સાથે, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું […]

ભારતનો AI ખર્ચ 2028 સુધીમાં 10.4 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા

ભારતમાં AI પર ખર્ચ 2028 સુધીમાં $10.4 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. IDC ઇન્ફોબ્રીફ અને UiPath દ્વારા 7 ઓગસ્ટ, 2025 ના રોજ પ્રકાશિત થયેલા સંયુક્ત અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, 40% ભારતીય કંપનીઓએ એજન્ટિક AI લાગુ કર્યું છે અને 50% આગામી 12 મહિનામાં તેને અપનાવવાની યોજના બનાવી રહી છે. 2025 માં AI […]

FIT ઇન્ડિયા મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટે ડો. માંડવિયાએ લોકોને કરી હાકલ

ભાવનગરઃ યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના પાલિતાણામાં તેમના વતન ગામ હાનોલથી ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલમાં ભાગ લઈને તમામ નાગરિકોને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે સ્પષ્ટ હાકલ કરી હતી. ડિસેમ્બર 2024માં મંત્રી દ્વારા શરૂ કરાયેલ, સાયકલ પહેલ અત્યાર સુધીમાં 46,000થી વધુ સ્થળોએ 8 લાખથી વધુ વ્યક્તિઓની ભાગીદારી […]

એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક, અભ્યાસમાં ખુલાસો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અનેક બાબતોમાં મનુષ્યને પાછળ છોડી રહ્યું છે, તેનું સ્થાન લઈ રહ્યું છે. ઓફિસમાં કર્મચારીઓથી લઈને સ્કૂલના શિક્ષકોનું સ્થાન એઆઈ પડાવી રહ્યું છે. જો કે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણકારી મળી હતી કે મનુષ્યથી બહેતર રમૂજ એઆઈ નહિ કરી શકે. હવે એક નવા રિસર્ચમાં જણાવાયું છે કે એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક છે. […]

FASTag વાર્ષિક પાસ: ગણતરીના કલાકમાં 1.50 લાખથી વધુ લોકોએ વાર્ષિક પાસ ખરીદ્યો અને સક્રિય કર્યો

નવી દિલ્હીઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગઈકાલથી 79મા સ્વતંત્રતા દિવસથી દેશભરના લગભગ 1,150 ટોલ પ્લાઝા પર ‘FASTag વાર્ષિક પાસ’ ની સુવિધા શરૂ કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં લગભગ એક લાખ ચાલીસ હજાર લોકોએ વાર્ષિક પાસ ખરીદ્યો અને સક્રિય કર્યો. મંત્રાલયે જણાવ્યું હતું કે વાર્ષિક પાસ […]

સ્પામ કોલથી છુટકારો મેળવવા અપનાવો આ ટીપ્સ

ભારતમાં લગભગ દરેક સ્માર્ટફોન યુઝરને દરરોજ સ્પામ અથવા ટેલિમાર્કેટિંગ કોલનો સામનો કરવો પડે છે. આ કોલ વિવિધ નંબરોથી આવે છે, જેના કારણે તેમને ઓળખવામાં મુશ્કેલી પડે છે. જો કે, હવે મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ સ્પામ કોલ બ્લોકિંગ ફીચર છે, જે આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે. • સેમસંગ ગેલેક્સી વપરાશકર્તાઓ માટે ટિપ્સ […]

બ્લૂટૂથ હેડફોન અને વાયરલેસ ઈયરફોનથી કેન્સરનું જોખમ કેટલું? જાણો…

એપલ એરપોડ્સ, બોસ, બીટ્સ અથવા બોન-કન્ડક્શન હેડફોન (જેમ કે શોક્ઝ) જેવા બ્લૂટૂથ હેડફોન અને વાયરલેસ ઇયરફોન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે કે, શું તે કેન્સરનું કારણ બની શકે છે? આ શંકાનું મૂળ એ છે કે આ ઉપકરણો રેડિયોફ્રીક્વન્સી રેડિયેશન (RFR) ઉત્સર્જન કરે છે, જે મગજના કોષોને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે. પરંતુ […]

ભારત: સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી

ભારતની સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તે 58 ટકા વધીને 7.72 બિલિયન ડોલર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વૃદ્ધિમાં એપલે સૌથી વધુ ફાળો આપ્યો છે, જેણે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા છ બિલિયન ડોલરના આઇફોન નિકાસ કર્યા છે. જે ગયા વર્ષ કરતા 82 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code